ETV Bharat / state

ઉના તાલુકાના ગામડાઓમાં અસરગ્રસ્ત લોકોને સહાય

author img

By

Published : May 24, 2021, 8:23 AM IST

અસરગ્રસ્ત લોકોને સહાય
અસરગ્રસ્ત લોકોને સહાય

નાલીયાના માંડવી ગામમાં મામલતદાર અને TDOએ ઝૂંપડામાં જઇને સ્થળાંતરિત થયેલા અસરગ્રસ્તોને રોકડ સહાય ચૂકવી.

  • સ્થળાંતરિત થયેલા અસરગ્રસ્તોને રોકડ સહાય
  • ઉના તાલુકાના ગામડાઓમાં અસરગ્રસ્તોને સહાય
  • મામલતદાર અને TDOએ ઝૂંપડામાં જઇને આપી સહાય

ગીર સોમનાથ: તૌકતે વાવાઝોડાંથી પ્રભાવિત થયેલા ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વાવાઝોડાં વખતે સ્થળાંતરિત કરાયેલા કાચા મકાન અને ઝૂંપડામાં રહેતા લોકો માટે રાજ્ય સરકાર દ્વારા કરાયેલી જાહેરાત અને જોગવાઇ મુજબ આજથી કેસ સહાય ચૂકવવાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

ઉના તાલુકા વિકાસ અધિકારી આર.વી. ઓડેદરા અને જામનગરથી વાવાઝોડાં કામગીરી માટે આવેલા મામલતદાર અક્ષય વ્યાસ તેમજ સંબંધિત તલાટીઓ અને સરપંચશ્રીઓની ઉપસ્થિતિમાં કેસ ડોલ સહાય ચુકવવામાં આવી હતી.

આ પણ વાંચો: રાજકોટમાં પોલીસ પરિવારની મદદ વડે તૈયાર કરવામાં આવી 1500 કીટ, અસરગ્રસ્ત વિસ્તારમાં મોકલવામાં આવશે

કેસ ડોલ ચૂકવવાની કામગીરી શરૂ

ઉના તાલુકાના 77 ગામમાંથી 25 જેટલા ગામના 1485 જેટલા દરિયાકાંઠાના ગામોના ઝૂંપડા અને કાચા મકાનમાં રહેતા લોકોને સ્થળાંતરિત કરવામાં આવ્યા હતા. સરકારના નિયમાનુસાર વ્યક્તિ દીઠ પ્રતિ દિવસ ના રુપિયા 100 અને બાળક દીઠ રુપિયા 60 સ્થળાંતરીત દિવસોની મર્યાદામાં કેસ ડોલ ચૂકવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.

આ પણ વાંચો: તૌકતે વાવાઝોડામાં અસરગ્રસ્ત ગામડાઓમાં પહોંચ્યા સ્વામિનારાયણના સંતો

તંત્રનો આભાર માન્યો

લાભાર્થી હુસેનભાઇ મોમીનભાઈ જત અને હકીમભાઈએ પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે, વાવાઝોડાંના દિવસે અમને તંત્ર તરફથી અને તલાટી મંત્રી દ્વારા સાવચેત કરી સ્થળાંતરિત કરવામાં આવ્યા હતા. જેને લીધે અમે બચી ગયા છે અને આજે અધિકારીઓએ અમારા ઘરે આવીને અમને રોકડમાં આ અંગેની સહાય ચૂકવેલી છે. તેઓએ આ અંગે સરકારનો તંત્રનો આભાર માન્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.