ETV Bharat / state

ઉનામાં NDRFની પાંચ ટીમનો દસ દિવસથી અવિરત સેવા યજ્ઞ

author img

By

Published : May 29, 2021, 1:29 PM IST

NDRFની પાંચ ટીમનો દસ દિવસથી અવિરત સેવા યજ્ઞ
NDRFની પાંચ ટીમનો દસ દિવસથી અવિરત સેવા યજ્ઞNDRFની પાંચ ટીમનો દસ દિવસથી અવિરત સેવા યજ્ઞ

ઉનામાં NDRFનું પ્રથમ રેસ્ક્યુ ચાર કલાકથી કાટમાળમાં દટાઈ ગયેલી બે ગાયોને જીવતી બહાર કાઢવાનું હતું. દસ દિવસમાં 2,500થી વધુ ધરાશાયી થયેલા વૃક્ષોનું કટીંગ કરીને રસ્તાઓ સાફ કર્યા. પ્રથમ તબક્કામાં જનજીવન પૂર્વવત કરવાનું અને ત્યાર પછીના ગણતરીના દિવસોમાં સર્વે પૂર્ણ કરી સહાય આપવાની કામગીરી એમ પ્રશંસનીય કામગીરી રાજ્ય સરકાર દ્વારા ગીર સોમનાથ જિલ્લામાં થઈ રહી છે.

  • ઉનામાં NDRFની ટીમ તૈનાત
  • NDRFની પાંચ ટીમનો દસ દિવસથી અવિરત સેવા યજ્ઞ
  • ધરાશાયી થયેલા વૃક્ષો અને અડચણો દૂર કરવાની કામગીરી ચાલી રહી

ઉના: તૌકતે વાવાઝોડું ગુજરાતમાં ઉનાના દરિયાકાંઠેથી પ્રવેશ્યું હતું. અંદાજે 130થી 150 કિ.મી.ની ઝડપે વરસાદ સાથે વાવાઝોડું ટકરાતા 17 મે ની રાત્રે ભારે તારાજી સર્જાઇ હતી, પરંતુ રાજ્ય સરકાર-પ્રશાસનની અભૂતપૂર્વ પૂર્વ તૈયારી અને જોખમી વિસ્તારો તેમજ કાચા ઝૂંપડાઓમાં રહેતા લોકોને સ્થળાંતર કરવામાં આવતા વાવાઝોડાની ભયાનકતા પ્રમાણે મોટી માનવ જાનહાનિ ઊના પંથકમાં થઈ નથી. ઉનામાં વાવાઝોડું પ્રવેશ્યુ ત્યારે ઉનામાં NDRFની ટીમ તૈનાત હતી.

ઉનામાં NDRFની ટીમ તૈનાત
ઉનામાં NDRFની ટીમ તૈનાત

17 મેથી રાહત બચાવની કામગીરી કરી રહ્યા છે

વડોદરાની પાંચ ટીમોના 130 જવાનો ઉનામાં 17 મેથી રાહત બચાવની કામગીરી કરી રહ્યા છે. દસ દિવસથી ઉનાના શહેરીજનોના રસ્તા પૂર્વવત્ થઈ જાય એ માટે વહીવટીતંત્ર, નગરપાલિકા તંત્ર સહિતના વિભાગો સાથે સંકલન કરીને NDRFના જવાનો સેવા યજ્ઞ કરી રહ્યા છે. ઉનામાં NDRFના ડેપ્યુટી કમાન્ડર હિમાંશુ બડોલાની રાહબરી હેઠળ ગઈ કાલ 25 મે એ નવમા દિવસે ઉનાના મુખ્ય રસ્તાઓ સાફ થઈ જતા રેલવે સ્ટેશન વિસ્તારમાં મોટા ધરાશાયી થયેલા વૃક્ષો અને અડચણો દૂર કરવાની કામગીરી ચાલી રહી હતી.

ઉનામાં NDRFની ટીમ તૈનાત

આ પણ વાંચો: તૌકતે વાવાઝોડાના પગલે 25 જવાનોની NDRFની ટીમ માંડવી તાલુકાના દરિયાઈ વિસ્તારમાં પહોંચી

નજર સામે વૃક્ષો મૂળમાંથી ધરાશાયી થતા જોયા

NDRFના ડેપ્યુટી કમાન્ડર હિમાંશુ બડોલા અને સમગ્ર ટીમ 17 મે એ રાત્રે જ્યારે વાવાઝોડું આવ્યું ત્યારે તેઓ ઉનાના માધવ બાગના બિલ્ડિંગમાં હતા. તેઓએ કહ્યું કે, 17 મે એ રાત્રે 10 વાગ્યા પછી પવનની ઝડપ વધતી જતી હતી અને જેમ જેમ સમય પસાર થયો તેમ પવનની ઝડપ વધુ તેજ બની વરસાદ પણ હતો. અમે અમારી નજર સામે વૃક્ષો મૂળમાંથી ધરાશાયી થતા જોયા છે. મકાનોના છાપરા પતરા અને અન્ય ચીજ વસ્તુઓ તેમજ વીજ પોલ ધરાશાયી થતા હતા એના મોટા અવાજ પણ સંભળાતા હતા.

લોકોને સલામત સ્થળે ખસેડાયા

તેમણે વધુમાં કહ્યું કે, ભૂકંપમાં ઘરથી બહાર નીકળવાનું હોય છે અને વાવાઝોડામાં પાકા મકાનમાં રહેવાનું હોય છે. રાત્રીનો પણ સમય હતો. લોકો પાકા મકાનમાં હતા અને કાચા અને ઝુંપડા વાળા મકાનો હતા ત્યાં સરકારના માર્ગદર્શન હેઠળ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. રાત્રે ચાલુ વાવાઝોડાએ કોઇ રાહત કાર્ય શક્ય ન હતું. વહેલી સવારે પવનની ઝડપ થોડી ઓછી થતા અમે પહેલું કાર્ય ઊનાના પ્રાંત અધિકારી, મામલતદાર, પોલીસ અને આરોગ્ય આવશ્યક સેવાનું પ્રશાસન અને વોર રુમ-કંટ્રોલ રૂમના અધિકારીઓ જુદા-જુદા વિસ્તારમાંથી આવતી મદદની જરૂરિયાત પ્રમાણે જે-તે સ્થળે પહોંચી શકે તે માટે તેમની કચેરીઓથી શહેરમાં જતા રસ્તા ખુલ્લા કરવાનું કાર્ય કર્યું.

ત્રણમાંથી બે ગાયને જીવતી બહાર કાઢી

ત્યાર પછી 18 મેએ સવારે ઉના પાસે પશુનો શેડ ધરાશાયી થતાં ત્રણ ગાયો કાટમાળ નીચે દટાઈ હતી. ત્યાં પહોંચવા માટે ટીમ રવાના થઇ પરંતુ રસ્તામાં વીજળીના તાર અને વૃક્ષો હટાવવા તાબડતોબ કામગીરી કરી અને ત્રણમાંથી બે ગાયને જીવતી બહાર કાઢી. ત્યાર પછી સીમર ગામે કોરોનાના દર્દીઓ માટે ઓક્સિજનના 10 સિલિન્ડર પહોંચાડવાનું મદદ કાર્ય રસ્તા ઉપર પડેલા દૂર કરીને હાથ ધરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: આણંદના રાલજ અને ધુવારણમાં NDRFની 2 ટુકડી તહેનાત

ઉનાના શહેરીજનોનો પણ મળ્યો સહયોગ

NDRFના ડેપ્યુટી કમાન્ડર હિમાંશુ બડોલાએ વધુમાં કહ્યું કે, વર્ષો પછી વાવાઝોડું આવ્યું છે. અગાઉ વાવાઝોડોની આગાહી હતી પરંતુ 1998 પછી ગુજરાતમાં વાવાઝોડું આવેલું નથી. આ વાવાઝોડાની વાવાઝોડાને અમે અને અમારી ટીમે જોયું છે અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની આ બાબતમાં ઘણું નવું શીખવા મળ્યું છે. 15 મેથી અમારી ટીમ ઉનામાં ખડે પગે હતી. ઉના અને ગીર ગઢડા પંથકમાં વધારે નુકસાન હોવાથી જિલ્લામાં રહેલી બીજી બે ટીમોને ઉનામાં લાવવામાં આવી હતી અને અન્ય જિલ્લામાંથી વધુ બે ટીમ આવતા કુલ પાંચ ટીમના 130 સભ્યો કામ કરી રહ્યા છે. હાલ ઉનાના બધા જ રસ્તા સાફ થઈ ગયા છે. ગીર સોમનાથ જિલ્લા વહીવટી તંત્રનો અમને ખૂબ સહયોગ મળ્યો છે. ઉનાના શહેરીજનોએ પણ સહયોગ આપ્યો છે તેમ જણાવ્યું હતું.

કટરની મદદથી આ કાર્ય પણ થયું

ઉનામાં કામ કરી રહેલા NDRFના ઇસ્પેક્ટર રાજેશ કુમાર કહે છે કે, વાવાઝોડા તીવ્ર અસરને લીધે તમામ રસ્તા પર વૃક્ષો હતા અને વીજળીના થાંભલાના તાર હતા. અમેં પહેલું કાર્ય લોકોના જાનમાલને બચાવવાની અને ત્યાર પછી રસ્તા ખુલ્લા કરવાનું હતું. કટરની મદદથી આ કાર્ય પણ થયું છે.

ઊનામાં 2500થી વધુ વૃક્ષો રસ્તા પર ધરાશાયી

NDRFની ટીમમાં રહેલા ટીમમાં રહેલા ભરત સોલંકીએ જણાવ્યું હતું કે, ઊનામાં 2500થી વધુ વૃક્ષો રસ્તા પર ધરાશાયી થતા-ડાળીઓ પડતા તેને દૂર કરવાની કામગીરી કરવામાં આવી છે.ઉનાના પ્રાંત અધિકારી શ્રી ભાવનાબા ઝાલાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર વહીવટી તંત્ર દ્વારા ગીર સોમનાથ જિલ્લાના ખાસ કરીને ઊના અને ગીરગઢડા વિસ્તારમાં વધારે અસર થઇ હોય આ વિસ્તારોનું જનજીવન પૂર્વવત્ થાય તે માટે યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી છે. આ બધી જ કામગીરીમાં વિવિધ સંબંધિત કચેરીઓ, નગરપાલિકા, અન્ય જિલ્લાની મહાનગરપાલિકાઓ, NDRF, અને સંસ્થાઓનો પણ સહયોગ મળ્યો છે.

રાહત બચાવની કામગીરી માટે સીધું જ માર્ગદર્શન આપ્યું

ગીર સોમનાથ જિલ્લામાં મુખ્યપ્રધાન શ્રી વિજયભાઈ રૂપાણીએ જિલ્લા તંત્રને રાહત બચાવની કામગીરી માટે સીધું જ માર્ગદર્શન આપ્યું છે. પ્રથમ તબક્કામાં જનજીવન પૂર્વવત કરવાનું અને ત્યાર પછીના ગણતરીના દિવસોમાં સર્વે પૂર્ણ કરી સહાય આપવાની કામગીરી એમ પ્રશંસનીય કામગીરી રાજ્ય સરકાર દ્વારા ગીર સોમનાથ જિલ્લામાં થઈ રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.