Challenge for science : જગતિયા ગામમાં સ્વયં પ્રગટ થયેલી ત્રણ અખંડ જ્યોત વિજ્ઞાન માટે આજે પણ છે કોયડો

author img

By

Published : Jun 28, 2022, 7:00 PM IST

Challenge for science : જગતિયા ગામમાં સ્વયં પ્રગટ થયેલી ત્રણ અખંડ જ્યોત વિજ્ઞાન માટે આજે પણ છે કોયડો

વિજ્ઞાન અને આધુનિક જગત માટે આજે પણ જગતિયા ગામની ત્રણ અખંડ જ્યોત (Three unbroken flame in Jagatiya village ) કોયડો બની રહે છે. કોડીનાર પાસેના જગતિયા ગામમાં માતા હરસિદ્ધિ મંદિરમાં (Mata Harsidhhi Temple in Jagatiya ) દેવી શક્તિના રૂપે ત્રણ જ્યોત પ્રજ્વલિત થઇ રહી છે. જે આજે પણ આસ્થા સાથે જોડાયેલી જોવા મળી રહી છે. અહીં અખંડ જ્યોતિના દર્શન કરીને ભક્તો કુદરતનું સનાતન સત્ય માની રહ્યાં છે.

ગીર સોમનાથ- કોડીનાર નજીક આવેલું અને શેઠ જગડુશાની જન્મભૂમિ તરીકે સમગ્ર વિશ્વમાં ખ્યાતિ પામેલું જગતિયા ગામમાં અહીં આવેલા હરસિદ્ધિ માતાના મંદિરમાં આદિ અનાદિકાળથી 3 જ્યોત પ્રજ્વલિત થઇ રહી છે. આ જ્યોત ભાવિ ભક્તો માટે આસ્થાની જ્યોત (Three unbroken flame in Jagatiya village )પણ બની રહી છે. પાછલા અનેક વર્ષોથી સતત અને અવિરતપણે જમીનમાંથી કુદરતી શક્તિના રૂપે માચીસ પેટાવતા જ જ્યોત પ્રજ્વલિત થાય છે.

ભક્તો કુદરતનું સનાતન સત્ય માની રહ્યાં છે

મંદિર બહાર નથી થતી જ્યોત- જોકે નવાઈ પમાડે તેવી વાત એ છે કે મંદિર પરિસરની બહારના કોઈપણ વિસ્તારમાં આ પ્રકારની જ્યોત પ્રજ્વલિત થતી નથી. ભૂતકાળમાં અનેક પ્રયોગો જ્યોતને લઈને કરવામાં આવ્યા છે. પરંતુ શેઠ જગડુશાની ભૂમિ એવા જગતિયા ગામમાં કુળદેવી માતા હરસિધ્ધિ મંદિરમાં (Mata Harsidhhi Temple in Jagatiya ) ત્રણ જ્યોત જમીનમાંથી સ્વયમં પ્રગટી રહી છે જે આજે પણ દસકો બાદ ભાવિ ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર પણ બની રહી છે.

જગતિયા આ માટે આસ્થાનું કેન્દ્ર છે
જગતિયા આ માટે આસ્થાનું કેન્દ્ર છે

જ્યોતને લઈને અનેક સંશોધનો થયાં -જગતિયા ગામમાં આવેલા હરસિધ્ધિ માતાજીના મંદિરે સતત પ્રગટી રહેલી ત્રણ અખંડ જ્યોતને (Three unbroken flame in Jagatiya village )લઈને અનેક વખત શોધ અને સંશોધનો થયા છે. ગાયકવાડી રાજના સમયમાં વર્ષ 1921માં કેપ્ટન પાલ્મરે (Captain Palmer) ગેસના સંશોધન માટે 50 મીટર કરતાં વધુ ઊંડાઈના બોર કરાવ્યા હતાં. પરંતુ જમીનમાંથી જ્યોતને ઊર્જા પુરો પાડનાર ગેસ ક્યાંથી મળે છે તે અંગે કેપ્ટન પાલ્મર પણ અચંબિત (Challenge for science) રહી ગયા હતાં અને તેમનું સંશોધન કાર્ય બંધ કરી દીધું હતું. ત્યારથી જગતિયા ગામની અખંડ જ્યોત ભાવિ ભક્તો અને આસ્તિકો માટે શ્રદ્ધાનું કેન્દ્ર સ્થાન બની રહી છે. વર્ષ 1970ની આસપાસ પણ ongc દ્વારા અહીં સંશોધન કરવામાં આવ્યું હતું. પરંતુ તેમાં પણ નિષ્ફળતા મળી હતી. જે આજે પ્રજ્વલિત થઈ રહેલી આસ્થાની જ્યોત કુદરતી શક્તિનું પ્રમાણ આપી રહી છે.

જગતિયામાં જ્યોતનું રહસ્ય ઉકેલવાના પ્રયાસો થયેલા છે
જગતિયામાં જ્યોતનું રહસ્ય ઉકેલવાના પ્રયાસો થયેલા છે

શેઠ જગડુશાની ભૂમિ ધાર્મિક આસ્થા સાથે પણ છે જોડાયેલી -જગતિયા ગામ દાનવીર શેઠ જગડુશાની જન્મભૂમિ (Birthplace of Seth Jagadusha) તરીકે પણ ઓળખાય છે. શેઠ જગડુશાને કર્ણના માનવ અવતાર તરીકે પણ પૂજવામાં આવતાં હતાં. ધાર્મિક આસ્થા પણ કર્ણ સાથે જોડાયેલી છે. દાનવીર કર્ણ સોનાનું દાન કરતો હતો તેણે તેના જીવનમાં ક્યારેય અન્ન દાન કર્યું ન હતું. ત્યારે સ્વર્ગમાં કર્ણ દ્વારા ભોજનની માગ કરાઈ તેને ભોજન મળી શક્યું નહી. ત્યારે તેમને સ્વર્ગમાં દેવલોક સાથે યાચના કરીને તેને બીજો અવતાર તરીકે માનવ અવતાર આપીને પૃથ્વી મોકલવામાં આવે તેવી યાચના દેવલોકોએ સ્વીકારીને કર્ણને જગડુશાના રૂપમાં માનવ રૂપે પ્રગટ થયાની ધાર્મિક માન્યતા છે. ત્યારના સમયથી અહીં સતત અન્નક્ષેત્ર ચાલતું જોવા મળતું હતું. આજે પણ લોકો અહીં દર્શનાર્થે આવે છે તે લોકો પોતાની સાથે લાવેલા સામાનમાંથી ભોજન પ્રસાદ અખંડ જ્યોત (Three unbroken flame in Jagatiya village )પર બનાવીને ગ્રહણ કરી ધાર્મિક આસ્થા સાથે અખંડ જ્યોતનું પૂજન પણ કરે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.