ETV Bharat / state

ગીર સોમનાથની બેન્કોમાં સહાયની રકમ ઉપાડવા લોકોની ભીડ, કોવિડના નિયમોના ધજાગરા ઉડ્યા

author img

By

Published : Jun 15, 2021, 8:14 PM IST

Gujarat News
Gujarat News

તૌકતે વાવાઝોડાથી અસરગ્રસ્‍ત બનેલા ગીર સોમનાથ જિલ્‍લાના ઉના, ગીરગઢડા અને કોડીનાર પંથકમાં હજારો અસરગ્રસ્ત લોકોને સરકાર દ્વાર 150 કરોડથી વધુની રકમ સહાય મારફત ચુકવવામાં આવી છે. આ પૈકીની મોટાભાગની રકમ અસરગ્રસ્‍ત લોકોના બેન્ક ખાતામાં તંત્રએ જમા કરાવતા સહાયની રકમ ઉપાડવા પ્રભાવિત ત્રણેય તાલુકાની બેન્કોની બહાર અસરગ્રસ્‍ત લોકોની વ્‍હેલી સવારથી લાંબી લાઇનો જોવા મળી હતી.

  • ગીર સોમનાથના અસરગ્રસ્‍ત વિસ્‍તારોની બેન્કોમાં સહાયની રકમ ઉપાડવા લોકોની ભીડ
  • બેન્કોમાં કોવિડના નિયમોના ધજાગરા ઉડતા હોય તેવો નજારો
  • તંત્રએ 150 કરોડથી વધુની સહાયની રકમ અસરગ્રસ્‍તોના ખાતામાં જમા કરી

ગીર સોમનાથ : તૌકતે વાવાઝોડાથી અસરગ્રસ્‍ત બનેલા ગીર સોમનાથ જિલ્‍લાના ઉના, ગીરગઢડા અને કોડીનાર પંથકમાં હજારો અસરગ્રસ્ત લોકોને સરકાર દ્વાર 150 કરોડથી વધુની રકમ સહાય મારફત ચુકવવામાં આવી છે. આ પૈકીની મોટાભાગની રકમ અસરગ્રસ્‍ત લોકોના બેન્ક ખાતામાં તંત્રએ જમા કરાવી છે. જેના કારણે સહાયની રકમ ઉપાડવા પ્રભાવિત ત્રણેય તાલુકાની બેન્કોની બહાર અસરગ્રસ્‍ત લોકોની વ્‍હેલી સવારથી લાંબી લાઇનો જોવા મળે છે. જે લાઇનોમાં કોવિડના નિયમોને નજર અંદાજ કરી ધજાગરા ઉડતા જોવા મળે છે, ત્‍યારે આ સહાયની રકમ અસરગ્રસ્‍ત લોકો માટે આફત ન બને તો સારુ તેવું જાણકારો જણાવી રહ્યા છે.

ગીર સોમનાથ
ગીર સોમનાથ

ત્રણેય તાલુકાના ગામોમાં બેન્કોમાં લોકોની ભીડ જોવા મળી

જિલ્‍લામાં વાવાઝોડાથી પ્રભાવિત બનેલા ઉના, ગીરગઢડા અને કોડીનાર તાલુકાના વિસ્‍તારોમાં લોકોને ખેતી અને મકાનમાં થયેલી નુકસાનીનો સર્વે પુર્ણ કરાયા બાદ તંત્રએ 150 કરોડથી વધુની રકમ લાભાર્થી લોકોના બેન્ક ખાતામાં સીધી જમા કરાવી સહાય ચુકવી છે. જેને લઇ થોડા દિવસોથી ત્રણેય તાલુકાના ગામોમાં બેન્કોમાં લોકોની ભીડ જોવા મળી રહી છે. કારણ કે વાવાઝોડામાં નુકસાનીની ખાતામાં આવેલી રકમ ઉપાડવા દરરોજ મોટી સંખ્‍યામાં અસરગ્રસ્‍ત લોકો બેન્કોએ પહોંચી રહ્યા છે. આવી જ કોડીનાર-ગીરગઢડા પંથકના સૌથી મોટા ડોળાસા ગામમાં કાર્યરત SBI બેન્કની બહાર ઘણા દિવસોથી લોકોની લાંબી કતાર જોવા મળી રહી છે.

ગીર સોમનાથ
ગીર સોમનાથ

સહાયની રકમ ઉપાડવા સતત લોકો આવી રહ્યા છે

આ લાઇનોમાં કોવિડથી બચવા માટે જાહેર સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક પહેરવાના નિયમને સરેઆમ નજર અંદાજ કરાતા હોવાના ર્દશ્‍યો જોવા મળે છે. આવો જ નજારો ગીરગઢડા અને ઉના પંથકની બેન્કોમાં પણ જોવા મળે છે. જેની પાછળનું એકમાત્ર કારણ સહાયની રકમ ઉપાડવા સતત લોકો આવી રહ્યા છે.

ગીર સોમનાથની બેન્કોમાં સહાયની રકમ ઉપાડવા લોકોની ભીડ
ગીર સોમનાથની બેન્કોમાં સહાયની રકમ ઉપાડવા લોકોની ભીડ

આ પણ વાંચો : ગીર સોમનાથમાં ખેતીની નુકસાનીનો સર્વે પૂર્ણ, 125 કરોડથી વધુની રાહત સહાય ચૂકવવાનો અંદાજ

રૂપિયા 67 કરોડ બીજા તબક્કામાં મળશે

જિલ્‍લામાં થયેલી નુકસાની સામે તંત્રએે ચુકવેલી સહાયની રકમ પર નજર કરીએ તો વાવાઝોડોમાં ગીર સોમનાથ જિલ્‍લાના અંદાજે 48,550 ખેડૂતોને રૂપિયા 170 કરોડની રકમ ચૂકવાશે. જેમાં વેરાવલ તાલુકાના 1074 ખેડૂતોને કુલ 3 કરોડ, તાલાલાના 10,372 ખેડૂતોને કુલ રૂપિયા 36.5 કરોડ, સુત્રાપાડાના 1,700 ખેડૂતોને રૂપિયા 17.5 કરોડ, કોડીનારના 10,000 ખેડૂતોને રૂપિયા 18 કરોડ, ઉનાના 14,000 ખેડૂતોને રૂપિયા 58 કરોડ, ગીરગઢડાના 11,400 ખેડૂતોને કુલ રૂપિયા 37 કરોડ રકમ ચુકવાશે. જેમાં હાલ રાજ્ય સરકારે રૂપિયા 58 કરોડ અને કેન્દ્ર સરકારે રૂપિયા 45 કરોડ ફાળવયા હોવાથી કુલ રૂપિયા 103 કરોડ આવ્યા છે. બાકી રહેલા રૂપિયા 67 કરોડ બીજા તબક્કામાં મળશે.

આ પણ વાંચો : મોંઘવારીને લઈને ગીર સોમનાથમાં મહિલા કોંગ્રેસ કાર્યકરોએ આવેદન પાઠવ્યું

રૂપિયા 187 કરોડની સહાય રકમ ચૂકવાઈ

આ ઉપરાંત જિલ્‍લામાં રૂપિયા 187 કરોડની સહાય રકમ ચૂકવાઈ છે. જેમાં ઢોરના શેડની નુકસાની પેટે 1589 અસરગ્રસ્‍તોને રૂપિયા 85 લાખ, ઘરવખરી સહાયના 32,138 કુટુંબોને રૂપિયા 23 કરોડ, 5601 પશુઓના મૃત્‍યુ પેટે રૂપિયા 2.7 કરોડ, સંપૂર્ણ નુકસાન થયેલા 738 મકાનોના વારસદારોને રૂપિયા 6 કરોડ, ઓછા નુકસાન પામેલા 1105 મકાન માલિકોને રૂપિયા 1.32 કરોડ, 14 લોકોના મૃત્યુ થયેલા હોવાથી તેમના પરીવારોને રૂપિયા 56 લાખ, ઇજાગ્રસ્ત 37 લોકોને રૂપિયા 9 લાખ સહિતની નુકસાની પેટે લાખોની રકમ ચુકવાઇ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.