ETV Bharat / state

Somnath pran prathistha divas: આજના દિવસે જ સરદાર પટેલની પ્રતિજ્ઞા થઈ હતી પૂર્ણ, સોમનાથ મહાદેવને પુરાયા હતા નવા પ્રાણ

author img

By

Published : May 11, 2023, 8:15 AM IST

Somnath pran prathistha divas: આજના દિવસે જ સરદાર પટેલની પ્રતિજ્ઞા થઈ હતી પૂર્ણ, સોમનાથ મહાદેવને પુરાયા હતા નવા પ્રાણ
Somnath pran prathistha divas: આજના દિવસે જ સરદાર પટેલની પ્રતિજ્ઞા થઈ હતી પૂર્ણ, સોમનાથ મહાદેવને પુરાયા હતા નવા પ્રાણ

આજે સોમનાથ મંદિરનો 72મો પ્રાણ પ્રતિષ્ઠા દિવસ છે. 11મી મે 1951ના દિવસે સોમનાથ મહાદેવ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો મહાદેવના લીંગની પ્રાણ પ્રતિષ્ઠા થતા સરદાર પટેલની સંકલ્પનાને આજના દિવસે કરાઈ હતી પૂર્ણ.

સોમનાથ: પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મહાદેવ મંદિર નો 72મો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દિવસ છે. આજથી 72 વર્ષ પૂર્વે સ્વતંત્ર ભારતના પ્રથમ રાષ્ટ્રપ્રમુખ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદના હસ્તે વિધર્મીઓ દ્વારા ધ્વંસ કરવામાં આવેલા સોમનાથ મહાદેવ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી.

11મી મે 1951ના દિવસે સોમનાથ મહાદેવ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ
11મી મે 1951ના દિવસે સોમનાથ મહાદેવ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

સોમનાથ મહાદેવનો પ્રાણ પ્રતિષ્ઠા દિવસ: સોમનાથ મહાદેવ મંદિર પર અનેક વિધર્મીઓ દ્વારા આક્રમણ કરવામાં આવ્યું હતું સદીઓથી સનાતન ધર્મના પ્રતીક રૂપે દર્શન આપી રહેલા સોમનાથ મહાદેવ મંદિર આજે વિસર્જન અને સર્જનનું સાક્ષી બની રહ્યું છે આજના દિવસે જે સોમનાથ મહાદેવના દર્શન થઈ રહ્યા છે તે યુગો યુગોથી ચાલતી આવતી સનાતન ધાર્મિક પરંપરાના દર્શન પણ કરાવી રહ્યું છે ત્યારે આવા પવિત્ર ધર્મ સ્થાનની પ્રાણ પ્રતિષ્ઠા આજથી 72 વર્ષ પૂર્વે રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદના હસ્તે પરિપૂર્ણ કરવામાં આવી હતી અને ત્યારથી સોમનાથ મંદિરના નવ નિર્માણનુ કામ શરૂ થયું હતું.

11મી મે 1951ના દિવસે સોમનાથ મહાદેવ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ
11મી મે 1951ના દિવસે સોમનાથ મહાદેવ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

રાજેન્દ્ર પ્રસાદના હસ્તે શિવલિંગનું કરાયું હતું સ્થાપન: આજથી 72 વર્ષ પૂર્વે સોમનાથ મહાદેવ મંદિરમાં સુવર્ણ સલાકા ખસેડીને તેની જગ્યા પર અત્યારે દર્શન આપી રહેલા મહાદેવના શિવલિંગનુ સ્થાપન કરીને પ્રાણ પ્રતિષ્ઠા પરિપૂર્ણ કરવામાં આવી હતી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે 108 જેટલા તીર્થસ્થાનો અને 07 મહાસાગરો ના જળથી મહાદેવ પર અભિષેક કરીને સનાતન ધર્મ સંસ્કૃતિના પ્રતિક રૂપે સોમનાથ મહાદેવની લિંગનું સ્થાપન કરવામાં આવ્યું હતું આ સમયે 102 તોપોના નાદથી દેવાધિદેવ મહાદેવનો ઘંટનાદ પણ કરવામાં આવ્યો હતો શિવ ચરિત્ર સાથે જોડાયેલા ધાર્મિક ગ્રંથ દીપાર્ણવમાં સોમનાથ મહાદેવના શિવલિંગને સર્વશ્રેષ્ઠ અને ઉત્તમ પ્રકારનું શિવલિંગ હોવાનુ વર્ણન પણ કરવામાં આવ્યું છે.

11મી મે 1951ના દિવસે સોમનાથ મહાદેવ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ
11મી મે 1951ના દિવસે સોમનાથ મહાદેવ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

સોમનાથ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાની સરદાર પટેલની પરિકલ્પના થઇ પૂર્ણ: સરદાર પટેલના સંકલ્પ એવા સોમનાથ મહાદેવ મંદિરની તેમની પરિકલ્પના 72 વર્ષ પૂર્વે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ શરૂ થતાં જ પૂર્ણ થઈ હતી સરદારની કલ્પનાનું સોમનાથ મહાદેવ મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ બાદ આજે પરિપૂર્ણ શિવાલય સરદારની સોમનાથ પ્રત્યેની લાગણીના પણ દર્શન કરાવી રહ્યું છે આ મંદિરના નિર્માણમાં સાત માળ બનાવવામાં આવ્યા છે સોમનાથ મંદિરના નિર્માણની ઘટનાને સદીની ઐતિહાસિક ધાર્મિક ઘટના સાથે પણ જોવામાં આવે છે પ્રાચીન યુગ થી શરૂ કરીને વર્તમાન યુગ સુધી અનેક આક્રમણો વિસર્જન અને ત્યાર બાદ સર્જનની સાક્ષી પુરતુ સોમનાથ મહાદેવ મંદિર આજે સનાતન ધર્મ સંસ્કૃતિની એક ધરોહર બની રહ્યુ છે

ધ્વંશ થયેલા અંતિમ મંદિરના અવશેષો: આજે સોમનાથ ટ્રસ્ટ દ્વારા બનાવાયેલા મ્યુઝિયમમાં અહીં આવતા દર્શનાર્થીઓ માટે રાખવામાં આવ્યા છે વિધર્મીઓ દ્વારા મંદિરને સંપૂર્ણ પણે ધ્વંશ કરાયું હતું જે આજે મ્યુઝિયમમાં રહેલા મંદિરના સ્તંભો અને મંદિરના બાંધકામમાં જોડાયેલા કોતરણી વાળા પથ્થરો આજે પણ સનાતન ધર્મના મજબૂત કિલ્લાનું દર્શન કરાવે છે જે સોમનાથના જાહોજહાલી ભર્યા ભવ્ય ઇતિહાસ ને પણ ઉજાગર કરી રહ્યા છે.

આ પણ વાંચો:

Rajkot unseasonal rains: પૂર્વ ધારાસભ્યએ કમોસમી વરસાદથી થયેલ નુકસાન સહાયની કરી માંગ

IPLમાં 2000 કરોડ સટ્ટાનો વોન્ટેડ આરોપી જીતુ ઠક્કરનો રાજ્યપાલ દેવવ્રત આચાર્ય સાથે ફોટો વાઇરલ

Ahmedabad crime news: રેસ્ટોરન્ટમાં બે કર્મચારી વચ્ચે મારામારી મોતમાં પરિણમી, ઘટના CCTVમાં કેદ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.