Vibrant Global Gujarat Summit : 10મી વાઈબ્રન્ટ ગ્લોબલ ગુજરાત સમિટ 2024 વિકસિત ભારતના રોડ મેપ માટે દિશાસૂચક

author img

By ETV Bharat Gujarati Desk

Published : Jan 12, 2024, 8:02 PM IST

Vibrant Global Gujarat Summit : 10મી વાઈબ્રન્ટ ગ્લોબલ ગુજરાત સમિટ 2024 વિકસિત ભારતના રોડ મેપ માટે દિશાસૂચક

10મી વાઈબ્રન્ટ ગ્લોબલ ગુજરાત સમિટ - 2024એ વિકસિત ભારતનો રોડ મેપ માટે દિશાસૂચક બની છે તેવો અભિપ્રાય આર્થિક વિશેષજ્ઞો વ્યક્ત કરી રહ્યાં છે. ભારતને વિશ્વની ટોપ થ્રી ઈકોનોમીમાં લઈ જવાના રોડ મેપ તરીકે આ ઇવેન્ટને જોઇને કહી શકાય કે વિકસિત ભારતની બુનિયાદ નાખશે એવો આશાવાદ એ આ વાઈબ્રન્ટ સમિટનો સાંરાશ છે.

ગાંધીનગર : વાઈબ્રન્ટ ગ્લોબલ ગુજરાત સમિટ - 2024 ભારતને વિશ્વની ટોપ-થ્રી ઈકોનોમીમાં લઈ જવાનો રોડ મેપ તરીકે ઓળખાશે એવું દેશના આર્થિક મુદ્દે જાણકારોનું માનવું છે. વિશેષ તો ગ્રીન એનર્જી, સેમિકન્ડકચર અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, ઈ-વ્હિકલ્સ, સ્કીલ ડેલવપમેન્ટ ક્ષેત્રે અનેક નવું મૂડી રોકાણનું કેન્દ્ર ગુજરાત બનશે. વાઈબ્રન્ટ ગુજરાત સમિટ - 2024 એ વિકસિત ભારતની બુનિયાદ નાખશે એવો આશાવાદ એ આ વાઈબ્રન્ટ સમિટનો સાંરાશ છે.

ગ્લોબલ સ્તરે ઇન્વેસ્ટમેન્ટ ડેસ્ટિનેશન : 10મી વાઈબ્રન્ટ ગ્લોબલ ગુજરાત સમિટ - 2024એ વિકસિત ભારતના રોડ મેપ માટે દિશાસૂચક બની છે. ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત સમિટ - 2024 ગ્લોબલ સ્તરે ઇન્વેસ્ટમેન્ટ ડેસ્ટિનેશન તરીકે ઓળખાઈ છે. 10મી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનો એક સૂર વિકસિત ગુજરાત, વિકસિત ભારત, વિકસિત વિશ્વનો નીકળ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારત વિશ્વમાં ઝડપથી ત્રીજા નંબરે સ્થાપિત થશે એવી ગેરંટી પણ વાઈબ્રન્ટના વૈશ્વિક મંચથી આપી છે.

આ રહ્યો બોધપાઠ : ગુજરાત વર્ષોથી દેશમાં ઔદ્યોગિક વિકાસમાં મોખરે રહ્યું છે. દેશની પાંચ ટકા વસ્તી ઘરાવતા ગુજરાતનો દેશની જીડીપીમાં 8.5 ટકા હિસ્સો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતને વૈશ્વિક અનિશ્ચિતતા સામે વિશ્વાસપાત્ર ઇન્વેસ્ટમેન્ટ ડેસ્ટિનેશન તરીકે ઓળખ આપી હતી. ગુજરાતમાં વૈશ્વિક આવશ્યકતા માટેના આઘુનિક ઉદ્યોગો જેવાં કે, ગ્રીન હાઈડ્રજન, સેમિ કન્ડકટર, રિનોવેબલ એનર્જી, ઈ-વ્હિકલ્સ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સીને પ્રાથમિકતા આપી વિકસિત ભારત, વિકસિત વિશ્વ માટેના રોડ મેપ તરીકે રાજ્ય ઉભરશે એવો સૂર વાઈબ્રન્ટ ગુજરાત સમિટ-2024નો બોધપાઠ બની રહ્યો છે.

વર્ષ-2003થી આરંભાયેલી વાઈબ્રન્ટ ગ્લોબલ ગુજરાત સમિટ વિશ્વનું મહત્વની ઈન્વેસ્ટમેન્ટ સમિટ સ્થાપિત થઈ છે. વિશ્વ માટે વાઈબ્રન્ટ ગ્લોબલ ગુજરાત સમિટ રોલમોડલ બની છે. જેનો હેતુ ગુજરાત અને દેશમાં રોકાણ અને નિકાસની તક વધારવાનો છે. વાઈબ્રન્ટ ગ્લોબલ ગુજરાત સમિટ થકી ગુજરાત વૈશ્વિક ઉદ્યોગો સાથે કોલોબ્રેશન અને પાર્ટનરશીપ થકી જોડાયું છે. રાજ્ય અને દેશના ફાર્મા, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી, ઓલ્ટરનેટિવ એનર્જી અને ઓટોમોબાઇલ ક્ષેત્રે વાઈબ્રન્ટ ગ્લોબલ ગુજરાત સમિટ થકી રોકાણ મળતા તેનો વિકાસ થયો છે. રાજ્યના 1,600 કિ.મી લાંબા દરિયાકિનારાના વિકાસ માટે સાગારમાલા પ્રોજેકટને વાઈબ્રન્ટ ગ્લોબલ ગુજરાત સમિટ થકી પ્રોત્સાહન મળતા વિકાસની અનેક શક્યતાઓ ખુલશે. દેશની કુલ નિકાસના 33 ટકા નિકાસ ગુજરાત કરે છે એમાં વધારો થશે. દેશના કુલ ઔદ્યોગિક ઉત્પાદનમાં 18 ટકાનો સહયોગ આપતા ગુજરાતમાં વાઈબ્રન્ટ ગ્લોબલ ગુજરાત સમિટ - 2024 થકી મોટું મૂડી રોકાણ આવતા રોજગારીની તકો વધશે, સાથે નવા ઉદ્યોગો આવશે. વાઈબ્રન્ટ ગ્લોબલ ગુજરાત સમિટ હવે રાજ્યના વિકાસ માટે રોલ મોડલ બની છે ત્યારે પંજાબ બાદ હવે રાજસ્થાન પણ વાઈબ્રન્ટ ગ્લોબલ સમિટનું આયોજન કરે છે એ જ વાઈબ્રન્ટ ગ્લોબલ ગુજરાત સમિટ - 2024ની સફળતાને દર્શાવે છે...ડૉ. કલ્પના સતિજા ( અર્થશાસ્ત્ર વિભાગના ડીન, આર્ટ્સ ફેકલ્ટી, કચ્છ યુનિવર્સિટી )

વૈશ્વિક સમસ્યાના સમાધાનનું પ્લેટફોર્મ બન્યું : વિશ્વને નડતા સૈૌથી મોટા પ્રશ્નો ક્લાઈમેટ ચેન્જ, અસમાનતા, બેકારી અને અન સ્કિલ લેબરનો જવાબ વાઈબ્રન્ટ ગુજરાત સમિટ - 2024માં મળે છે. ક્લાઈમેટ ચેન્જને નાથવા ગ્રીન એનર્જી, ગ્રીન સપ્લાય ચેન અને ઈલેક્ટ્રીક વ્હિકલના નિર્માણ માટે ગુજરાત મેન્યુફેકચિંગના હબ તરીકે વિકસશે એવો સૂર વૈશ્વિક નેતાઓ, ગ્લોબલ ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ અને આર્થિક ક્ષેત્રના નિષ્ણાંતોનું માનવું છે. યુએઇના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયદ નાહયાને વાઈબ્રન્ટ ગુજરાત સમિટના વિઝનને વખાણી ગુજરાતની વિકાસ પ્રક્રિચા સાથે જોડાવવા માટે પોતાની સહમતી જાહેર કરી છે. જાપાનની સુઝુકી મોટર્સના પ્રેસિડન્ટ તોશીહિરો સુઝુકીએ ભારત અને વિશેષ તો ગુજરાત વિશ્વમાં ઈ-વ્હિકલનું હબ બનશે એવી આશા વ્યક્ત કરી નવા 35,000 કરોડના રોકાણની જાહેરાત કરી ગુજરાતને વિકસતા ગ્લોબલ ઓટોમોબાઈલ હબ તરીકે સ્થાપિત કર્યું છે. દેશમાં 2030 સુધીમાં દર વર્ષે અંદાજે એક કરોડ ઈલેક્ટ્રીક વ્હિકલ્સનું ઉત્પાદન થશે અને તેની શરૂઆત 13 હજાર કરોડના રોડાણથી થઈ છે. ભારતમાં ઉત્પાદિત ઈ-વ્હિકલ્સના વેચાણનો આરંભ યુરોપ અને જાપાનમાં થઈ ચૂક્યો છે, ત્યારે વાઈબ્રન્ટ ગ્લોબલ ગુજરાત સમિટ - 2024 ગુજરાત અને દેશને નવી તક આપી છે.

ભારતીય ઉદ્યોગો બનશે, વિકસિત ભારત, વિકસિત વિશ્વ માટેના ગ્રોથ એન્જિન : વાઈબ્રન્ટ ગ્લોબલ ગુજરાત સમિટ - 2024ના મંચને વિશ્વના ઉદ્યોગપતિઓ ભારતના ગ્રોથ એન્જિન તરીકે સ્વીકાર્યુ છે. વૈશ્વિક નેતા અને ઉદ્યોગપતિઓએ ગુજરાતના વડોદરામાં ડિફેન્સ પ્લેનના નિર્માણ માટે, સાણંદને સેમિકન્ડકર અને ઈ-વ્હિકલ્સના વૈશ્વિક મેન્યુફેકચિંગ હબ તરીકે વિકસી શકે એવો વિશ્વાસ વ્યક્ત કરીને રોકાણની જાહેરાત કરતા એમઓયુ પણ કર્યા છે. માઇક્રોન કંપનીએ ગુજરાતમાં સેમિકન્ડકરના મેન્યુફેકચરિંગ માટેની જાહેરાત કરી છે. ઓર્સેલર કંપનીએ 24 મિલિયન ટન સ્ટીલ નિર્માણ કરી શકે એવા વિશ્વના સૌથી મોટા સ્ટીલ પ્લાન્ટ ગુજરાતનો હશે એ અંગે જાહેરાત કરી છે. તાતા ગ્રુપે ઘોલેરા ખાતે સેમિકન્ડકટરના નિર્માણ અને સાણંદમાં લિથિયમ બેટરીના મેન્યુફેકચિંગની જાહેરાત કરીને ઈ-વ્હિકલના ઉદ્યોગો માટે અનેક તકો ખોલી છે. રિલાયન્સ ગ્રુપે ગ્રીન એનર્જી ક્ષેત્ર તો અદાણી જૂથે ગ્રીન સપ્લાય ચેન અંગે રોકાણોની જાહેરાત કરી છે. આમ, વાઈબ્રન્ટ ગ્લોબલ ગુજરાત સમિટ - 2024 ગુજરાત અને ભારતને આત્મનિર્ભર બનાવી ગ્લોબલ ઈન્વેસ્ટમેન્ટ અને ગ્લોબલ મેન્યુફેકચરિંગના હબ તરીકે સ્થાપિત કરશે.

  1. Vibrant Summit 2024: અમિત શાહની ઉપસ્થિતિમાં આજે 10મી વાઈબ્રન્ટ સમિટનું સમાપન
  2. VGGS 2024 : ગ્લોબલ ફીનટેક લીડરશીપ ફોરમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રણ કલાક ઉદ્યોગપતિઓને સાંભળ્યાં
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.