ETV Bharat / state

Increasing rate of urbanization : શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ માટે કુલ 14,297 કરોડની જોગવાઇ કરી છે

author img

By

Published : Mar 3, 2022, 4:21 PM IST

ગુજરાત રાજ્યની વસ્તી વધી રહી છે. શહેરના રેહવાસીના જીવનસ્તરમાં વધ્યા છે. જેના માટે રાજ્ય સરકારએ માળખાકીય સગવડો (Infrastructural facilities)સાથે નવતર સેવાઓનો અવકાશ વધાર્યો છે. ભારત સરકારે આપી ગિફ્ટ સિટીને બુલીયન એકસ્ચેંજ માન્યતા.

ગાંધીનગર: શહેરીકરણના દરમાં વધારો થતાં રાજ્યની લગભગ 48 ટકા વસ્તી (Increasing rate of urbanization)શહેરોમાં રહે છે. શહેરમાં રહેતા લોકોના જીવનસ્તરમાં સુધારા માટે માળખાકીય સગવડો (Infrastructural facilities)સાથે નવતર સેવાઓનો વ્યાપ વધારવા માટે રાજ્ય સરકાર સતત કાર્યરત છે. મહાનગરપાલિકા, નગરપાલિકા તેમજ શહેરી સત્તામંડળોમાં પાયાની માળખાકીય સુવિધાઓ માટે અમલમાં મૂકેલ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાને વર્ષ 2024સુધી લંબાવવામાં આવેલ છે.

કેન્દ્ર સરકારનાં સ્વચ્છ સર્વેક્ષણ 2021માં દેશના ટોપ 10 સ્વચ્છ શહેરોની યાદીમાં ગુજરાતના ત્રણ શહેરો જેમાં સુરત, વડોદરા અને અમદાવાદ અનુક્રમે બીજા, આઠમા અને દસમા ક્રમે આવેલ છે. ગાંધીનગર દેશનું સૌથી સ્વચ્છ પાટનગર બન્યું છે.

શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ માટેની જોગવાઈઓ

  • સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ રાજ્યની મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ અને શહેરી વિકાસ સત્તામંડળો માટે જોગવાઈ 5,203 કરોડ કરવામાં આવેલ છે.
  • ઓક્ટ્રોય નાબૂદી વળતરમાં આગામી વર્ષે 10 ટકાનો વધારો કરવામાં આવશે. આ યોજના અંતર્ગત 3,041 કરોડની જોગવાઈ કરેલ છે.
  • શહેરી વિસ્તારમાં નવા 55 હજાર આવાસોના નિર્માણ અર્થે સહાય આપવા 942 કરોડની જોગવાઈ કરવામાં આવેલ છે.
  • આઝાદીના અમૃત મહોત્સવના ભાગરૂપે વિવિધ નગરપાલિકાઓમાં 75 ઓપન જીમયુકત ગાર્ડન બનાવવા માટે 5 કરોડની જોગવાઈ કરી છે
  • 15માં નાણાંપંચ હેઠળ આગામી પાંચ વર્ષમાં સ્થાનિક વિકાસના કામો માટે અંદાજે 6,500 કરોડનું આયોજન કરવામાં આવેલ છે. આગામી વર્ષ માટેની 1,062 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
  • મહાનગરપાલિકાઓમાં મેટ્રોરેલ અને મેટ્રોલાઇટની સેવાઓ પૂરી પાડવા માટે 722 કરોડની જોગવાઈ કરેલ છે.
  • સ્માર્ટ સિટી યોજના હેઠળ અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા અને ગાંધીનગર મહાનગરપાલિકાઓ તથા દાહોદ નગરપાલિકાને માળખાકીય સગવડો માટે 700 કરોડની જોગવાઈ કરી હતી.
  • અમૃત યોજના 2 અંતર્ગત પાણીપુરવઠા, ગટરવ્યવસ્થા, વરસાદી પાણીનો નિકાલ, તળાવનો વિકાસ અને પરિવહન વ્યવસ્થા માટે 350 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
  • શહેરી વિસ્તારોને રેલ્વે ફાટક મુકત બનાવવાના અભિયાન અંતર્ગત ઓવરબ્રીજ બનાવવા માટે 271 કરોડની જોગવાઈ કરી.
  • સ્વચ્છ ભારત મિશન તથા નિર્મળ ગુજરાત યોજના હેઠળ 224 કરોડની જોગવાઈ કરેલ છે .
  • દીનદયાળ અંત્યોદય યોજના-નેશનલ લાઇવલીહુડ મિશન હેઠળ 163 કરોડની જોગવાઈ કરી હતી.
  • મહાનગરપાલિકા અને નગરપાલિકાઓને અગ્નિશમન વાહનો અને બીજા અત્યાધુનિક સાધનો પૂરા પાડવા તેમજ 16 નગરપાલિકાઓમાં મોડલ ફાયર સ્ટેશન બનાવવા માટે 157 કરોડની જોગવાઈ કરી હતી.
  • નગરપાલિકાઓ દ્વારા સ્ટ્રીટ લાઇટ, વોટર વર્ક્સ અને સુએઝ વર્ક માટે 150 મેગાવોટ વીજળી બિનપરંપરાગત સ્ત્રોતોથી મેળવી ઉર્જા ક્ષેત્રે નગરપાલિકાઓને આત્મનિર્ભર બનાવવા માટે 600 કરોડના ખર્ચે ગૃપ કેપ્ટીવ સોલાર અને વીન્‍ડ એનર્જી પાર્ક સ્થાપવામાં આવશે. જે યોજના માટે 60 કરોડની જોગવાઈ કરી.
  • વર્લ્ડબેન્ક સહાયિત ગુજરાત રેઝિલીયન્ટ સિટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ હેઠળ અમદાવાદ મહાનગરપાલિકાના 3,000 કરોડના માળખાકીય સુવિધાઓ અંગેના પ્રોજેક્ટને મંજૂરી.
  • સુરતમાં તાપી નદીકાંઠાના ડેવલપમેન્ટ માટે વર્લ્ડબેન્ક સહાયિત 1,991કરોડના પ્રોજેક્ટને મંજૂરી.
  • ઔડા વિસ્તારમાં માળખાગત સુવિધાઓ માટે એશિયન ડેવલપમેન્ટ બેન્ક સહાયિત 1900 કરોડના પ્રોજેક્ટને મંજૂરી.
  • રાજ્યની અ વર્ગની 22 નગરપાલિકાઓમાં નાગરિકોને આપવામાં આવતી જુદી જુદી સેવાઓ તાત્કાલિક મળી શકે તે માટે સિવિક સેન્ટરો ઊભા કરવા માટે જોગવાઈ 11 કરોડ.
  • શહેરમાં રખડતાં તેમજ નિરાધાર ઢોરના નિભાવ તેમજ વ્યવસ્થા માટે 50 કરોડની જોગવાઈ કરવામાં આવેલ છે.
  • ધાર્મિક સ્થળોની સેવા પૂજા કરનાર વ્યકિતના ધાર્મિક પરિસરમાં આવેલ રહેઠાણના મકાનને મિલકત વેરામાંથી મુક્તિ આપવામાં આવશે.

આ પણ વાંચો: Gujarat Budget 2022: અન્ન અને નાગરિક પુરવઠા વિભાગમાં 1,526 કરોડ રૂપિયાની જોગવાઈ

ગિફ્ટ સિટી આંતરરાષ્ટ્રીય નાણાકીય સેવાઓનું કેન્દ્ર

ગિફ્ટ સિટી ભારતનું પ્રથમ અને એકમાત્ર આંતરરાષ્ટ્રીય નાણાકીય સેવાઓનું કેન્દ્ર છે. જયાં હવે બધી રેગ્યુલેટરી સત્તાઓ ધરાવતી IFSC ઓથોરીટી (IFSC Authority) કાર્યરત થયેલ છે. ભારત અને વિદેશની નામાંકિત બેન્‍કો, ઇન્શ્યોરન્સ કંપનીઓ, આંતરરાષ્ટ્રીય એક્સચેન્જો સાથે જોડાયેલ ઇન્ટરમીડિઅરીઝ પણ ત્યાં કાર્યરત છે. એરક્રાફ્ટ લીઝિંગ એન્ડ ફાઇનાન્સિંગ, ગ્લોબલ ઈન હાઉસ સેન્ટર્સ, શીપ લીઝિંગ એન્ડ ફાઇનાન્સિંગ, ગ્લોબલ ટ્રેઝરી જેવી સેવાઓને મંજૂરી મળતા તેવી સેવાઓ પણ ચાલુ થયેલ છે.

ભારત સરકારે ગિફ્ટ સિટીને બુલીયન એકસ્ચેંજ આપી માન્યતા

કેન્દ્ર સરકારે ગિફ્ટ સિટીમાં (Gift City Bullion Exchange)નાણાકીય વ્યવસ્થાપન, ફીનટેક, વિજ્ઞાન, ટેકનોલોજી, એન્‍જિનિયરીંગ, ગણિત અભ્યાસક્રમો ઓફર કરતી વિદેશી યુનિવર્સિટીઓને માન્યતા આપવાનો નિર્ણય જાહેર કરેલ છે. ગિફ્ટ સિટીમાં આંતરરાષ્ટ્રીય આર્બીટ્રેશન સેન્‍ટરની સ્થાપના કરવામાં આવશે. તેમજ સસ્ટેનેબલ કલાઇમેટ માટે ગ્લોબલ ફાયનાન્‍સની સેવાઓ ઉપલબ્ધ થશે. ભારત સરકાર દ્વારા ઓફ શોર્ડ ડેરીવેટીવ, શીપ લીઝીંગ અને પોર્ટ ફોલીયો મેનેજમેન્‍ટની સેવાઓમાંથી મળેલ આવક માટે કરમુકિત જાહેર કરેલ છે. આમ, ગિફટ સિટી ઝડપથી આંતરરાષ્ટ્રીય કક્ષાના નાણાકીય કેન્દ્ર (International Financial centre)તરીકે ઉપસી રહેલ છે.

આ પણ વાંચો: Gujarat budget 2022 LIVE : નાણાં પ્રધાન કનુ દેસાઈની બજેટ અંગે પત્રકાર પરિષદ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.