ETV Bharat / state

રાજ્યમાં 10 IAS અધિકારીઓની બદલી, હવે IPSની બદલી થશે

author img

By

Published : Oct 29, 2021, 8:13 PM IST

રાજ્યમાં 10 IAS અધિકારીઓની બદલી, હવે IPSની બદલી થશે
રાજ્યમાં 10 IAS અધિકારીઓની બદલી, હવે IPSની બદલી થશે

ગુજરાતના સલ્તનતમા મુખ્યવજીર તરીકે ભુપેન્દ્ર પટેલ(CM Bhupendra Patel)ને જ્યારથી પદવી સોંપવામાં આવી હતી ત્યારથી પોલીસ અધિકારી(Police officer)ઓની અટકળો સતત ચર્ચોમાં ચાલી રહી હતી. તેને લઈને આજે પ્રદેશના 10 આઈએએસ અધિકારીઓની બદલી થઈ છે.

  • રાજ્યમાં 10 આઈએએસની અધિકારીઓની બદલી
  • CM ભુપેન્દ્ર પટેલે પ્રથમ વખત કરી IAS અધિકારીઓની બદલી
  • હવે વિધાનસભા ઇલેક્શન પહેલા IPS અધિકારીઓનો થશે ફેરફાર

ગાંધીનગર : ગુજરાત રાજ્યના મુખ્યપ્રધાન તરીકે વિજય રૂપાણી(Vijay Rupani) 11 સપ્ટેમ્બરના રોજ રાજીનામું આપ્યા બાદ નવી સરકારની રચના થઈ હતી. જેમાં મુખ્યપ્રધાન તરીકે ભુપેન્દ્ર પટેલ(CM Bhupendra Patel) મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. ત્યારથી નવી સરકાર દ્વારા રાજ્યમાં આઈએએસ અધિકારીઓની બદલી થશે તેવી વાતોની ચર્ચા વધુ વેગવંતી બની હતી. પરંતુ એક મહિના સુધી તમામ પરિસ્થિતિને ધ્યાનમાં લઇને રાજ્ય સરકારે હવે 10 જેટલા આઈએએસ અધિકારીઓની બદલી(Replacement of IAS officers) કરી છે. જેમાં પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી સાથે રહેલા મુખ્યપ્રધાનના સચિવ તરીકે એમકે દાસ અને અશ્વિનીકુમારને પણ નવી જગ્યાએ બદલી કરવામાં આવી છે.

ક્યાં અધિકારીઓ ક્યાં બદલી કરાઈ

ક્રમનામ હોદ્દો
1મનોજકુમાર દાસપોર્ટ એન્ડ ટ્રાન્સપોર્ટ વિભાગના અગ્ર સચિવ
2સીવી સોમનર્મદા પાણી પુરવઠા વિભાગ એડિશનલ સેક્રેટરી
3જેપી ગુપ્તાનાણાં વિભાગના મુખ્ય સચિવ
4અશ્વિનીકુમારસ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાતના ડાયરેક્ટર જનરલ
5મિલિન્દ તોરવણેજીએસટી વિભાગ
6અવંતિકા સિંઘ

ગુજરાત ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ બોર્ડના ચીફ-

એક્ઝિક્યુટિવ ઓફિસરનો વધારાનો ચાર્જ

7બીએ શાહબોટાદ કલેક્ટર
8સદીગપુલી ચાકચુકગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સીના ડિરેક્ટર વધારાનો ચાર્જ
9કમલ શાહએડિશનલ ઇન્ડસ્ટ્રીઝ કમિશ્નર ગાંધીનગર
10તુષાર સુમેરાકલેક્ટર ભરૂચ

હવે IPS અધિકારીઓની થશે બદલી

રાજ્યના મુખ્યપહેલું પ્રફુલ્લ પટેલે બે મહિના બાદ 10જેટલા આઈએએસ અધિકારીઓની બદલી કરી છે. ત્યારે હવે વિધાનસભા 2022ના ઈલેક્શન પહેલા આઇપીએસ અધિકારીઓ કે જેમનો કાર્યકાળ વર્ષ જે તે જિલ્લામાં પૂર્ણ થઇ ચૂક્યો છે. તેવા અધિકારીઓની બદલી પણ વિધાનસભાના ઇલેક્શન પહેલા કરવામાં આવશે.

આ પણ વાંચોઃ પ્રાણીની અદલા બદલીના કાર્યક્રમમાં જુનાગઢ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયને પણ મળવા જોઈએ વિદેશી પ્રાણીઓ

આ પણ વાંચોઃ જીવનને બદલી નાખતી હકીકત : Breast Cancer

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.