ETV Bharat / state

AAP Workers Join BJP : કમલમમાં 'આપ' ના હજારો કાર્યકરોએ કેસરી ટોપી પહેરી

author img

By

Published : Mar 23, 2022, 12:07 PM IST

Updated : Mar 23, 2022, 2:11 PM IST

AAP Workers Join BJP : કમલમમાં 'આપ' ના હજારો કાર્યકરોએ કેસરી ટોપી પહેરી
AAP Workers Join BJP : કમલમમાં 'આપ' ના હજારો કાર્યકરોએ કેસરી ટોપી પહેરી

ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) પહેલા પક્ષપલટાની સિઝન ચાલુ થઈ ગઈ છે. ત્યારે આજે (બુધવારે) આમ આદમી પાર્ટીના એકસાથે 3,000થી વધુ કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા (AAP Workers Join BJP) હતા. તેના કારણે AAPને ચૂંટણી પહેલા ફરી એક વાર ઝટકો લાગ્યો છે.

ગાંધીનગર : ગુજરાત વિધાનસભા ચૂંટણીને (Gujarat Assembly Election 2022) ગણતરીના મહિના બાકી છે. ત્યારે હવે એક પક્ષમાંથી બીજા પક્ષમાં જોડાવાની રાજનીતિ શરૂ થઈ છે. ત્યારે 'આપ' ના નારાજ 3000થી વધુ કાર્યકર્તાઓએ આજે ભાજપ પ્રદેશ કાર્યાલયે કાર્યકર્તાઓ આપ પાર્ટીની ટોપી ઉતારીને ભાજપની નિશાની સાથે નિયમિત રીતે પોતાની કરી છે. કાર્યક્રમ સી.આર. પાટીલ કમલ્મ આવે તે પહેલાં જ આપ પાર્ટીની ટોપી ઉતારીને કાર્યકર્તાઓએ કેસરી ટોપી પહેરી હતી.

ખેડૂતોએ ટિકિટની માંગ કરી આપ પાર્ટીના જવાબ નહિ - આમ આદમી પાર્ટીએ ખેડૂતોના પ્રશ્નોને માંગ સાથે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટની માંગ કરવામાં આવી હતી. પરંતુ આમ આદમી પાર્ટી દ્વારા કોઈપણ પ્રકારનો પ્રત્યુત્તર આપવામાં આવ્યો ન હતો. જ્યારે જે લોકોએ ટિકિટની માગણી કરી છે તે લોકોને પક્ષમાંથી બહાર કાઢવાની વાત પણ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ કરી રહ્યા છે. ત્યારે હવે આમ આદમી પાર્ટી બહાર કાઢે તે પહેલાં જ ભાજપ પક્ષમાં સત્તાવાર રીતે જોડાઈ રહ્યા છીએ તેવા નિવેદનો પણ કાર્યકર્તાઓએ આપ્યું હતું.

કેજરીવાલના ગુજરાત પ્રવાસ પહેલા આપ પાર્ટીને ઝટકો - પંજાબની વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનો વિજય થયો છે. ત્યારે આપ ની નજર હવે ગુજરાતના વિધાનસભા (AAP's Assembly Election Strategy) બેઠક પર છે. ત્યારે આમ આદમી પાર્ટીના આગેવાન અને દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં (Arvind Kejriwal on visit to Gujarat) પણ રોડ શો કરવાના છે. તેના ગણતરીના દિવસો પહેલાં જ આમ આદમી પાર્ટીના 3000થી વધુ કાર્યકરોએ કમલમ ખાતે આવીને આપ પાર્ટી સાથે છેડો ફાડ્યો છે. ત્યારે હવે આવનારી વિધાનસભાની ચૂંટણી પહેલા હજુ કઈ કઈ પાર્ટી તૂટી રહી છે તે પણ જોવું રહ્યું.

આ પણ વાંચો : Gujarat Assembly Election 2022: AAPએ પંજાબ વિધાનસભા ચૂંટણી જીતાડનારા 'ચાણક્ય'ને બનાવ્યા ગુજરાતના પ્રભારી

ક્યાં જીલ્લામાં આપ પાર્ટી તૂટી - ગીર સોમનાથ, ચાડા, વાક્ય, સુત્રાપાડા, ઠાસરા, પેટલાદ ,તારાપુર, ઉમરેઠ, બોરસદ, ખંભાત, પાટણ, મહેસાણા, સુરત, નવસારી, વાપી, અમદાવાદ, ગાંધીનગર, પેથાપુરના ખેડૂતો આજે સત્તાવાર રીતે આમ આદમી પાર્ટી છોડીને (AAP Leaders will join BJP) ભાજપમાં જોડાયા હતા.

આ પણ વાંચો : Gujarat Assembly Election 2022: ગુજરાતમાં તિરંગા યાત્રા યોજી કેજરીવાલ મોડલ હાવી કરવા 'આપ'નો પ્રયાસ

પહેલા ગેરકાયદેસર પ્રવેશ હવે સત્તાવાર પ્રવેશ - ગણતરીના મહિના પહેલા આમ આદમી પાર્ટી દ્વારા ભાજપના (BJP's Assembly Election Strategy) કબ્જામાં ગેરકાયદેસર પ્રવેશ કરવામાં આવ્યો હતો. અને તમામ ઉપર પોલીસે લાઠીચાર્જ પણ કર્યો હતો. ત્યારે હવે આજે સત્તાવાર રીતે આમ આદમી પાર્ટીના સૌરાષ્ટ્ર ઝોનના ખેડૂત આગેવાનો અને કાર્યકર્તાઓ (AAP Workers Join BJP) ભાજપમાં જોડાયા છે.

2022 ની ચૂંટણીમાં 150નો ટાર્ગેટ - ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ તરીકે સી.આર. પાટીલે જવાબદારી સંભાળી ત્યારે જ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 150થી વધુ બેઠકો જીતવાનું ટાર્ગેટ ભાજપ દ્વારા કરવામાં આવી રહ્યો છે. ત્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 150થી વધુ બેઠકો આવે તે માટે અત્યારથી જ કમર કસવામાં આવી છે. અને નારાજ કાર્યકર્તાઓ અને નેતાઓ ભાજપ તરફ આવી રહ્યા છે. આમ હવે જોવાનું રહ્યું કે વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ પક્ષ કેટલા બેઠક એ અટકશે.

Last Updated :Mar 23, 2022, 2:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.