ETV Bharat / state

દહેગામ: લોકડાઉનના નિયમોની "ઐસી-તૈસી", તંત્રની બેદકારી આવી સામે

author img

By

Published : Apr 15, 2020, 2:58 PM IST

dahegam
dahegam

દહેગામ શહેરમાં આવેલા શાકમાર્કેટમાં શહેરવાસીઓ અને અન્ય શહેરોમાંથી આવતા લોકો દ્વારા લોકડાઉનની ઐસી તૈસી કરવામાં આવી રહી છે. શાકમાર્કેટ વાળા રસ્તે ટ્રાફિકજામ અને લોકોનું કીડીયારું ઊભરાયેલું જોવા મળ્યુ હતું. જેથી પાલિકાની વ્યવસ્થા પર અનેક સાવલો ઉભા થઈ રહ્યાં છે.

ગાંધીનગરઃ દેશમાં લોકડાઉનનો સમયગાળો વધારવામાં આવ્યો છે. પોલીસ અને તંત્ર દ્વારા ખડે પગે કામગીરી કરવામાં આવી છે. તેમ છતાં નાગરિકો કોરોના વાઈરસને ગણકારતા ના હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે.

દહેગામ શહેરમાં આવેલા શાકમાર્કેટમાં શહેરવાસીઓ અને અન્ય શહેરોમાંથી આવતા લોકો દ્વારા લોકડાઉનની ઐસી તૈસી કરવામાં આવી રહી છે. આજે શાકમાર્કેટ વાળા રસ્તે ટ્રાફિક જામ અને લોકોનું કીડિયારું ઊભરાયેલું જોવા મળ્યુ હતું.

લોકડાઉન દરમિયાન નાગરિકોને આવશ્યક ચીજવસ્તુઓ માટે છૂટછાટ આપવામાં આવી છે. પરંતુ હજુ પણ સોશિયલ ડીસ્ટન્સનો દહેગામ શહેરમાં અભાવ જોવા મળી રહ્યો છે. આજે વહેલી સવારે દહેગામના શાકમાર્કેટમાં જાણે લોકડાઉન હોય જ નહીં તેવા દ્રશ્યો જોવા મળતા હતા.

તો બીજી તરફ લોકડાઉનના નિયમ પાલનના નારા લગાવવામાં આવે છે, ત્યારે સ્થાનિકો લોકડાઉનના નિયમોના લીરેલીરા ઉડાવી રહ્યા છે. દહેગામ નગરપાલિકા તંત્ર દ્વારા કડક પગલા લેવામાં આવ રહ્યા નથી.

મળતી માહિતી મુજબ અમદાવાદના જમાલપુર શાકમાર્કેટને બંધ કરવામાં આવ્યો હોવાના કારણે મોટાભાગના અમદાવાદી વેપારીઓ ગાંધીનગર જિલ્લાના માર્કેટ તરફ વળ્યા છે. તેને લઈને આજે ગામ શાકમાર્કેટમાં તમામ લારીઓ નજીક નજીક જોવા મળતી હતી. કેટલાક લોકો એવા પણ હતા જેના મોઢા ઉપર માસ્ક લગાવેલું જોવા મળતું ન હતું. ત્યારે સવાલએ થઈ રહ્યો છે કે આવી કપરી પરિસ્થિતિમાં દહેગામ નગરપાલિકા તંત્ર શું કરી રહ્યું છે ? શા માટે જવાબદારીપૂર્વક કામગીરી કરવામાં આવતી નથી ?. ગાંધીનગર જિલ્લામાં માણસા અને દહેગામ તાલુકો કોરોના પોઝિટિવના સંપર્કમાં આવ્યો નથી, ત્યારે શું તંત્ર તેની રાહ જુએ છે ? જેવા અનેક સવાલો ઉભા થઈ રહ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.