ETV Bharat / state

Surat Hospitals Suspend For Irregularities : 3 હોસ્પિટલ બ્લેક લિસ્ટ, PMJAY કાર્ડમાં ગેરરીતિનો મામલો

author img

By

Published : Jan 13, 2023, 7:01 PM IST

Surat Hospitals Suspend For Irregularities : 3 હોસ્પિટલ બ્લેક લિસ્ટ, PMJAY કાર્ડમાં ગેરરીતિનો મામલો
Surat Hospitals Suspend For Irregularities : 3 હોસ્પિટલ બ્લેક લિસ્ટ, PMJAY કાર્ડમાં ગેરરીતિનો મામલો

સુરતની 3 હોસ્પિટલ બ્લેક લિસ્ટ (Surat Hospitals Suspend For Irregularities )કરવામાં આવી છે. તેમાં PMJAY કાર્ડમાં (PMJAY Scheme Card) ગેરરીતિનો મામલો જણાયો હતો. જેને પગલે સરકારે સુરતની 3 હોસ્પિટલ બ્લેક લિસ્ટ (Black list Hospital in Surat )કરી છે.

ગાંધીનગર ગુજરાતના સામાન્ય નાગરિકોને સારી આરોગ્યની વ્યવસ્થા મળી રહે તે માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા રાજ્યની તમામ સરકારી અને ખાનગી હોસ્પિટલમાં PMJAY કાર્ડની ફેસિલીટી શરૂ કરવામાં આવી છે. ત્યારે અમુક હોસ્પિટલ આ કાર્ડનો ગેરકાયદે ઉપયોગ કરીને નાણાકીય રીતે આર્થિક લાભ મેળવવાની જાણ રાજ્ય સરકારને થઈ હતી. રાજ્ય સરકારે સુરતની ત્રણ હોસ્પિટલને PMJAY કાર્ડના દુરુપયોગ માટે બ્લેક લિસ્ટ કરી છે.

કઈ હોસ્પિટલોને કરાઈ બ્લેક લિસ્ટ સરકારના આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલ કાર્યવાહી પ્રમાણે સુરતની નીલકંઠ ઓર્થોપેડિક હોસ્પિટલ, ધર્મનંદન ઓર્થોપેડિક હોસ્પિટલ અને પરમ હોસ્પિટલને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવી છે. આ હોસ્પિટલોમાં SAFU (સ્ટેટ એ‍ન્ટી ફ્રોડ યુનીટ) અને OICL (ઓરીએ‍ન્ટલ ઇ‍ન્શ્યોર‍‍ન્સ કંપની લીમીટેડ)ની ટીમ દ્વારા હોસ્પિટલોની મુલાકાત થઇ હતી તેમાં ખૂબ જ ગંભીર ગેરરીતિઓ જણાઈ આવી હતી.

આ પણ વાંચો હવે 5 નહીં 10 લાખ રૂપિયા સુધીની સારવાર મળશે ફ્રીમાં, સરકારે વધારી આયુષ્માન કાર્ડની મર્યાદા

દર્દીઓ પાસે ઉઘરાવવામાં આવી રહ્યા હતાં પૈસા આયુષ્માન ભારત “પી.એમ.જે.એ.વાય. મા” યોજના સરકારની હેલ્થ સેક્ટરમાં ફ્લેગશિપ સ્કીમ હોઈ યોજના અંતર્ગત લાભાર્થીઓ માત્ર સરકારી જ નહીં પરંતુ સંલગ્ન ખાનગી હોસ્પિટલોમાં પણ લાભ મેળવી શકે છે. આયુષ્માન કાર્ડ હેઠળ પાંચ લાખ સુધીની સંપૂર્ણ સારવાર નિ:શુલ્ક ઉપલબ્ધ છે. જ્યારે 09.01.2023ના રોજ “પી.એમ.જે.એ.વાય. મા” યોજના સ્ટેટ એન્ટી ફ્રોડ યુનિટ (SAFU) અને ઓરિએન્ટલ ઇન્સ્યોરન્સ કંપની લીમીટેડ OICLની ટીમ દ્વારા સુરતની નીલકંઠ ઓર્થોપેડિક હોસ્પિટલ, ધર્મ નંદન ઓર્થોપેડિક હોસ્પિટલ અને પરમ હોસ્પિટલની મુલાકાત લેવામાં આવી હતી. જેમાં હોસ્પિટલોમાં ખૂબ જ ગંભીર ગેરરીતિઓ ઉપરાંત દર્દીઓ પાસેથી પૈસાની ઉઘરાણી કરતા હોવાનું જણાતા હોસ્પિટલોને કારણદર્શક નોટીસ આપી તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવી છે.

આ પણ વાંચો આયુષ્માન કાર્ડમાં રૂપિયા 6500 કરોડની દાવા નોંધણી સાથે ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ ક્રમાંકે

આયુષ્માન કાર્ડમાં સારવારનો ઇનકાર PMJAY –MA યોજના હેઠળ પાંચ લાખ સુધીની નિયત કરેલ સારવાર નિ:શુલ્ક ઉપલબ્ધ છે. તેમ છતા નીલકંઠ હોસ્પિટલ દ્વારા આયુષ્માન કાર્ડ ધરાવતાં અકસ્માત અને ફ્રેકચર થયેલ દર્દીઓને યોજનામાં મફત સારવાર આપવાનો ઇન્કાર કરી રોકડા ભરી સારવાર કરાવવાની ફરજ પાડવામાં આવી હતી.

કઇ હોસ્પિટલમાં કઇ ગેરરીતિ ધર્મનંદન ઓર્થોપેડિક હોસ્પિટલમાં દર્દીઓ માટેની અલાયદી લિફ્ટનો અભાવ હોઇ કોમ્પ્લેક્સની કોમન લિફ્ટ વપરાતી હતી. નીલકંઠ ઓર્થોપેડિક હોસ્પિટલમાં મેડિકલ સ્ટાફ યોજનાના ધારાધોરણ મુજબ ન હતો તથા SAFU (સ્ટેટ એ‍ન્ટી ફ્રોડ યુનીટ) અને OICL (ઓરીએ‍ન્ટલ ઇ‍ન્સયોર‍‍ન્સ કંપની લીમીટેડ)ની વિજિલન્સ ટીમની રૂબરૂમાં હોસ્પિટલ દ્વારા યોજનામાં મફત સારવાર આપવાનો ઇન્કાર કરી રોકડા આપી સારવાર કરાવવાની ફરજ પાડી હતી. પરમ હોસ્પિટલમાં દર્દીઓ પાસે ઘૂંટણના રિપ્લેસમેન્ટની રિવિઝન સારવાર માટે પણ યોજનામાં અંતર્ગત મફત સારવાર મળવાપાત્ર હોવા છતાં રોકડા નાણાં લેવામાં આવી રહ્યા હતાં. તથા આયુષ્માન મિત્રને માત્ર ઘૂંટણના રિપ્લેસમેન્ટ અને થાપાના રિપ્લેસમેન્ટ વિષે જ માહિતી હતી અને અન્ય તમામ ઓર્થોપેડિક (હાડકાંને લગત) સારવાર વિષે કોઈપણ જાણકારી જ ન હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.