ETV Bharat / state

SSC Exam Result 2023: ગુજરાતીમાં 97,586 અને ગણિતમાં 1,93,624 વિધાર્થીઓ નાપાસ

author img

By

Published : May 25, 2023, 10:01 AM IST

બોર્ડ દ્વારા ધોરણ 10નું સત્તાવાર પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાતમાં પ્રથમ ભાષા અને માતૃભાષા તરીકે ગુજરાતીમાં જ 97,586 જેટલા વિદ્યાર્થીઓ નપાસ થયા છે. ધોરણ 10નું કુલ 64.62 ટકા પરિણામ જાહેર થયું છે. હજારોની સંખ્યામાં ગુજરાતી અને લાખોની સંખ્યામાં ગણિત અને વિજ્ઞાન વિષયમાં વિદ્યાર્થીઓ નપાસ થયા હોવાનું પરિણામમાં સ્પષ્ટ સામે આવ્યું છે.

SSC Exam Result 2023: ગુજરાતીમાં 97,586 અને ગણિતમાં 1,93,624 વિધાર્થીઓ નાપાસ
SSC Exam Result 2023: ગુજરાતીમાં 97,586 અને ગણિતમાં 1,93,624 વિધાર્થીઓ નાપાસ

ગાંધીનગરઃ ગુજરાત એજ્યુકેશન બોર્ડે ધોરણ 10ની પરીક્ષાનું પરિણામ જાહેર કરી દીધું છે. આ વખતે 64.62 ટકા પરિણામ આવ્યું છે. પણ વિષયદીઠ પર્ફોમન્સની વાત કરવામાં આવે તો ગણિત અને ગુજરાતીમાં ઘણા વિદ્યાર્થીઓ નાપાસ થયા છે. માતૃભાષામાં નાપાસ થનારા વિદ્યાર્થીઓની સંખ્યા 97 હજારને પાસ થઈ ચૂકી છે. જોઈએ એક ખાસ રીપોર્ટ.

માતૃભાષામાં 97,586 વિધાર્થીઓ નાપાસઃ ગુજરાત સરકાર એક તરફ તમામ શાળાઓમાં ગુજરાતી વિષય ફરજિયાત કરી રહી છે. વિધાનસભામાં પણ ફરજિયાત ગુજરાતી ભાષા ભણવા માટેનું બિલ પણ રજૂ કર્યું છે. ધોરણ 10 નું બોર્ડનું પરિણામ જાહેર થતાં ગુજરાતીમાં જ 97,586 જેટલા વિદ્યાર્થીઓ નપાસ થયા છે. ગુજરાત સરકારના શિક્ષણ બોર્ડ દ્વારા અપાયેલ વિગતો મુજબ ગુજરાતી ભાષામાં કુલ 6,31,526 જેટલા વિદ્યાર્થીઓ નોંધાયેલા હતા. જેમાંથી 6,25,290 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. તેમાંથી 5,29,004 વિદ્યાર્થીઓ પાસ થયા છે. 97,586 જેટલા વિદ્યાર્થીઓ માતૃભાષા ગુજરાતીમાં જ નપાસ થયા છે.

ગણિત ગુંચવાયા વિધાર્થીઓઃ ગણિત વિષયની વાત કરવામાં આવે તો ગણિત બેઝિક માં કુલ 6,62,491 જેટલા વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જેમાં 6,56,028 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. ફક્ત 4,62,404 વિદ્યાર્થીઓ જ ગણિત બેઝિક વિષયમાં સફળ થયા છે. જ્યારે 1,93,624 જેટલા વિદ્યાર્થીઓ ગણિત વિષયમાં ગૂંચવાયા હતા. પરિણામ નપાસનું સામે આવ્યું છે. જ્યારે સ્ટાન્ડર્ડ ગણિતની વાત કરવામાં આવે તો સ્ટાન્ડર્ડ ગણિત વિષયમાં 3,930 જેટલા વિદ્યાર્થીઓ નપાસ થયા છે.

SSC Exam Result 2023: ગુજરાતીમાં 97,586 અને ગણિતમાં 1,93,624 વિધાર્થીઓ નાપાસ
SSC Exam Result 2023: ગુજરાતીમાં 97,586 અને ગણિતમાં 1,93,624 વિધાર્થીઓ નાપાસ

અઘરો વિષયઃ ધોરણ 10 માં વિજ્ઞાન ની વાત કરવામાં આવે તો કુલ 7,41,411 જેટલા વિદ્યાર્થીઓ વિજ્ઞાન વિષયમાં નોંધાયેલા હતા જેમાંથી 7,34,896 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાં 4,97,675 જેટલા વિદ્યાર્થીઓ પાસ થયા હતા. નપાસ ની સંખ્યાની વાત કરવામાં આવે તો 2,37,221 જેટલા વિદ્યાર્થીઓ વિજ્ઞાન પરીક્ષામાં નપાસ થયા હતા. આ ઉપરાંત સંસ્કૃત ભાષામાં પણ 34,183 જેટલા વિદ્યાર્થીઓ નાપાસ થયા છે. જ્યારે સોશિયલ સાયન્સ એટલે કે સામાજિક વિજ્ઞાનમાં પણ 97227 જેટલા વિદ્યાર્થીઓ નપાસ થયા છે અને અંગ્રેજી સેકન્ડ લેંગ્વેજમાં 95,544 જેટલા વિદ્યાર્થીઓ નું પરિણામ નેગેટિવ આવ્યું છે.

  1. Gujarat Education Board Result : સુરતની શાળામાં ત્રણ વિદ્યાર્થીઓનું જોરદાર પરિણામ
  2. કેરળ સરકાર રાજ્યના શાળા અભ્યાસક્રમમાં NCERT ના ખૂટતા ભાગોનો સમાવેશ કરશે: શિવનકુટ્ટી
  3. Dang News: છેવાડે આવેલી સરકારી સ્કૂલની મોટી સિદ્ધિ, રાષ્ટ્રીય સ્તરે વાગે છે ડંકો
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.