ETV Bharat / state

RTE Admission in Gujarat : આરટીઇ પ્રવેશ પ્રક્રિયામાં ત્રીજા રાઉન્ડમાં ખાલી જગ્યા ધરાવતી શાળાઓની પુનઃ પસંદગીની તક

author img

By

Published : Jun 19, 2023, 3:00 PM IST

આરટીઇ પ્રવેશ પ્રક્રિયા 2023 24 અંતર્ગત ત્રીજા રાઉન્ડ આરટીઇ શાળા પ્રવેશની પ્રક્રિયા ચાલી રહી છે. ત્યારે હવે 21 જૂન સુધી કરી ત્રીજા રાઉન્ડમાં ખાલી જગ્યા ધરાવતી શાળાઓની પુનઃ પસંદગીની તક છે. જેમાં વેબ પોર્ટલ પર ફક્ત ઓનલાઈન માધ્યમથી જ શાળાઓની પુનઃ પસંદગી કરવાની રહેશે તેવી સ્પષ્ટતા કરવામાં આવી છે.

RTE Admission in Gujarat : આરટીઇ પ્રવેશ પ્રક્રિયામાં ત્રીજા રાઉન્ડમાં ખાલી જગ્યા ધરાવતી શાળાઓની પુનઃ પસંદગીની તક
RTE Admission in Gujarat : આરટીઇ પ્રવેશ પ્રક્રિયામાં ત્રીજા રાઉન્ડમાં ખાલી જગ્યા ધરાવતી શાળાઓની પુનઃ પસંદગીની તક

ગાંધીનગર : આરટીઇ એક્ટ અંતર્ગત અરજી કરેલી હોય તેવા વિદ્યાર્થીઓ માટે શાળા પ્રવેશની પ્રક્રિયા ચાલુ છે. આરટીઇ પ્રવેશ ફોર્મમાં પસંદગીની શાળાઓ ક્રમાનુસાર દર્શાવવામાં આવતી હોય છે. ત્યારે અરજીમાં પસંદ કરેલી શાળાઓમાં વાલીઓ કોઇ પ્રકારને ફેરફાર કરવા ઇચ્છતાં હોય તો તે માટે પણ તક આપવામાં આવતી હોય છે. હાલમાં આરટીઇ પ્રવેશ પ્રક્રિયા 2023-24 માટે પ્રવેશ પ્રક્રિયાના બે રાઉન્ડ પૂર્ણ થઇ ગયાં છે. આરટીઇ શાળા પ્રવેશના ત્રીજા રાઉન્ડ માટે શાળા પસંદગી ફેરફાર અગે સૂચના આપવામાં આવી રહી છે.

આરટીઇ શાળા પ્રવેશના બીજા રાઉન્ડના અંતે ખાલી પડેલી જગ્યા ધરાવતી શાળાઓની પુનઃ પસંદગી કરવા માંગતા હોય તેવા વિદ્યાર્થીઓ 21 જૂન બુધવાર સુધીમાં આરટીઇ ના વેબપોર્ટલ https://rte.orpgujarat.com પર જઇ શાળાઓની પુનઃ પસંદગી કરી શકશે એમ પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરીની સત્તાવાર યાદીમાં જણાવાયું છે.

કઇ રીતે કરી શકાશે :આ માટે શાળાઓની પુનઃ પસંદગીનાં મેનુ પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ એપ્લિકેશન નંબર અને જન્મ તારીખની મદદથી લોગ ઇન કરી શાળાઓની પુનઃ પસંદગી કરવાની રહેશે. શાળાઓની પુનઃ પસંદગી વખતે પોતાની પસંદગીનાં ક્રમ મુજબની શાળાઓ પસંદ કરવાની રહેશે. ત્યારબાદ સબમીટ બટન પર ક્લિક કરી પ્રિન્ટ મેળવી પોતાની પાસે રાખવાની રહેશે. શાળાઓની પુનઃ પસંદગી બાબતે કોઈ મુશ્કેલી જણાય તો અરજી પત્રકમાં દર્શાવેલ જિલ્લાના હેલ્પલાઈન નંબર પર સંપર્ક કરવાનો રહેશે. જે વિદ્યાર્થીઓ શાળાઓની પુનઃ પસંદગી કરવા ન માંગતા હોય તો તેઓ દ્વારા અગાઉ પસંદ કરેલ શાળાઓને માન્ય રાખી નિયમાનુસાર ત્રીજા રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

આરટીઇ હેઠળની ખાલી જગ્યા : પ્રથમ રાઉન્ડ અને બીજા રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયા બાદ સમગ્ર રાજ્યમાં અંગ્રેજી માધ્યમની 13,086, ગુજરાતી માધ્યમની 15,404, હિન્દી માધ્યમની 2828, અન્ય માધ્યમની 291 સહિત કુલ 31,609 જેટલી જગ્યાઓ ખાલી રહી છે. જે વિદ્યાર્થીઓની અરજીઓ માન્ય થયેલ હોય અને RTE પ્રવેશ પ્રક્રિયાના પ્રથમ કે બીજા રાઉન્ડમાં પ્રવેશ મળ્યો નથી માત્ર તેવા જ વિદ્યાર્થીઓને આરટીઇ હેઠળની ખાલી જગ્યા ધરાવતી બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓની પુનઃ પસંદગી કરવા તક આપવામાં આવે છે. જેથી વધુમાં વધુ વિદ્યાર્થીઓને RTE હેઠળ પ્રવેશ આપી શકાય એમ યાદીમાં જણાવાયું છે.

51,520 બાળકોએ આરટીઇ પ્રવેશ સ્વીકાર્યો : ઉલ્લેખનીય છે કે, આરટીઇ એક્ટ 2009ની કલમ 12.1(ક) અન્વયે બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં 25 ટકા લેખે ધોરણ-1માં નબળા અને વંચિત જૂથનાં બાળકોને પ્રવેશ આપવા માટે ચાલુ વર્ષે RTE પ્રવેશ પ્રક્રિયાનો પ્રથમ રાઉન્ડ તા.04/05/2023 તથા બીજો રાઉન્ડ તા. 29/05/2023નાં રોજ જાહેર કરવામાં આવ્યો હતો. બન્ને રાઉન્ડના અંતે એકંદરે 59,869 જેટલા વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવ્યો હતો. ફાળવવામાં આવેલ પ્રવેશ પૈકી 51,520 જેટલા બાળકોએ પ્રવેશ ફાળવાયેલ શાળાઓમાં જઈ પ્રવેશ સુનિશ્ચિત કરાવ્યો છે.

RTE Admission: રાજકોટમાં એડમિશન ગેરરીતિ મામલો, 400 વિદ્યાર્થીઓના RTE પ્રવેશ રદ

RTE Admission in Rajkot : આરટીઇ હેઠળ ભણવા માગતાં બાળકોને પતરાવાળી ઓરડીમાં એડમિશન અપાયું

RTE Admission in Surat : 207 અરજીઓ ખોટી, સુરત ડીઇઓ દ્વારા આરટીઇ એક્ટ હેઠળ શાળા પ્રવેશ માટે ગેરરીતિની તપાસ શરુ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.