ETV Bharat / state

Rishikesh Patel : બજેટ સત્રમાં જ ગૃહમાં કાયદો લાવી પેપર લીકના ગુનાઓમાં કડક જોગવાઇ કરાશે

author img

By

Published : Feb 1, 2023, 9:16 PM IST

13 પરીક્ષાના પેપર ફૂટ્યા બાદ ગુજરાત (Paper Leak Scam in Gujarat )સરકાર હવે વિધાનસભા ગૃહમાં કાયદો લાવવાની (Gujarat Govt to bring bill )મનસા વ્યક્ત કરી રહી છે. પેપર ફોડનારાઓ અને ખરીદનારાઓ સામે કડક સજાની જોગવાઈઓ (Punishment against paper leak accused )કરાશે. બજેટ સેશનમાં જ કાયદો લાવવામાં આવશે તેમ પ્રવક્તા પ્રધાન ઋષિકેશ પટેલ (Rishikesh Patel )દ્વારા જણાવાયું હતું.

Rishikesh Patel : બજેટ સત્રમાં જ ગૃહમાં કાયદો લાવી પેપર લીકના ગુનાઓમાં કડક જોગવાઇ કરાશે
Rishikesh Patel : બજેટ સત્રમાં જ ગૃહમાં કાયદો લાવી પેપર લીકના ગુનાઓમાં કડક જોગવાઇ કરાશે

પેપર ફોડનારાઓ અને ખરીદનારાઓ સામે કડક સજાની જોગવાઈઓ કરવામાં આવશે

ગાંધીનગર : છેલ્લા 30 વર્ષ કરતા વધુ સમયથી ગુજરાતમાં ભાજપ સરકારનો દબદબો છે. પણ આ દબદબામાં વર્ષ 2014થી અનેક જાહેર પરીક્ષાના પેપર પરીક્ષાના એક દિવસ પહેલા જ ફૂટી જવાની ઘટનાઓ સામે આવી છે. જ્યારે જેથી સરકારને પરીક્ષા રદ કરવાની ફરજ પડે છે. ત્યારે હવે સરકારનું નામ ખરડાય નહીં અને જો ભવિષ્યમાં ફરી પેપર ફૂટે તે માટે સરકાર આરોપી વિરુદ્ધ લાલ આંખ કરીને સલામતીના ભાગ રૂપે વિધાનસભામાં કડક કાયદો લાવવાની સત્તાવાર જાહેરાત આજે રાજ્યના પ્રવક્તા પ્રધાન ઋષિકેશ પટેલે કરી હતી.

ગૃહમાં વિશેષ બિલ લાવવામાં આવશે : 29 જાન્યુઆરીના રોજ સવારે 11થી 12 જુનિયર ક્લાર્કની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાત્રીના 2 કલાકે જ પેપર ફૂટ્યું હોવાની સત્તાવાર પોલીસ તપાસમાં સામે આવ્યું હતું. જેથી સવારે 6 કલાકે જ પેપર રદ મોકૂફ કરવાની જરૂર પડી હતી. જેમાં અનેક ઉમેદવારોએ ભાજપ સરકાર વિરુદ્ધ નારાજગી ઠાલવી હતી અને વિશ્વાસ કરીને 156 બેઠક આપી પણ અમારી મહેનત પણ પાણી ફરી ગયું હોવાના નિવેદનો સામે આવ્યા હતાં. ત્યારે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠક બાદ રાજ્યના પ્રવક્તા પ્રજાના ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે ગુજરાતમાં પેપર ફોડનારા અને પેપર લેનારા વિરુદ્ધ ગુજરાત વિધાનસભા ગ્રુપમાં કાયદો લાવવામાં આવશે અને તેની પ્રક્રિયા હાલ ચાલી રહી છે.

આ પણ વાંચો Junior Clerk Exam Paper Leak: પેપર લીક કરનાર મુખ્ય આરોપીના 10 દિવસના રિમાન્ડ મંજૂર

બિલમાં હશે કડક જોગવાઈ : 13 પરીક્ષાના પેપર ફૂટ્યાના પેપર કાંડ બાદ સરકાર હવે ગૃહમાં પેપર ફોડનારાઓ વિરુદ્ધ બિલ લઈને આવશે. જે બાબતે રાજ્યના પ્રવક્તા ઋષિકેશ પટેલે વધુમાં જણાવ્યું હતું કે આ બિલમાં જે તેના વિરુદ્ધ પણ કડક કાર્યવાહી થશે અને જે પ્રશ્નપત્ર ખરીદશે તેના વિરુદ્ધ પણ કડક કાર્યવાહી કરવામાં આવશે. આમ જે પ્રશ્નપત્ર ફોડશે તેને છ વર્ષની સજા અને જે પરીક્ષાનું પેપર ખરીદશે તેને ત્રણ વર્ષની સજાની જોગવાઈ કરવામાં આવશે. આ ઉપરાંત આવા ઉમેદવારો જાહેર પરીક્ષા માટે હંમેશા માટે પ્રતિબંધિત કરાશે.

ગુજરાતમાં પેપર લીકની વર્ષવાર વિગતો : ગુજરાતના શિક્ષણજગત પર કાળી ટીલી સમાન પેપરલીક કૌભાંડોનો સિલસિલો 2014થી જોવા મળે છે. 2014માં GPSC ચીફ ઓફિસરનું પેપર લીક થયુમં. એ પછી 2015માં તલાટી પેપર લીક, 2016માં જિલ્લા પંચાયત દ્વારા લેવાયેલી તલાટીની પરીક્ષાનું પેપર ગાંધીનગર, મોડાસા, સુરેન્દ્રનગર જિલ્લામાં ફૂટ્યું હતું. 2018માં TAT શિક્ષક પેપર લીક, 2018માં મુખ્ય સેવિકા પેપર લીક, 2018માં નાયબ ચિટનિસ પેપર લીક, 2018માં LRD -લોકરક્ષક દળ પેપર લીક, 2019માં બિનસચિવીલય કારકૂન પેપર લીક, 2021નું હેડ ક્લાર્ક પેપર લીક, 2021માં જ DGVCL વિદ્યુત સહાયક પેપર લીક, 2021માં વધુ એક સબ ઓડીટર પેપર લીક. 2022માં વનરક્ષક પરીક્ષા પેપર લીક અને હમણાં શરુ થયેલાં નવા વર્ષ 2023માં પણ જુનિયર ક્લાર્ક પેપર લીકનું કૌભાંડ બહાર આવી ચૂક્યું છે.

આ પણ વાંચો Junior Clerk Paper Leak : પેપર લીક કાંડના આરોપીઓને સાથે રાખી પોલીસ સર્ચ ઓપરેશનમાં ઊંડે ઊતરી

પેપર છાપવાની પ્રક્રિયા શું હોય છે : જાહેર પરીક્ષા માટેની પ્રશ્નપત્ર આપવાની પ્રક્રિયા બાબતે પણ ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે આ એક કોન્ફિડન્સીયલ વસ્તુ છે. કે જે રાજ્યમાં કોઈપણ વ્યક્તિ કે જે ગુજરાતી જાણતો ન હોય અને જે પ્રેસ ફક્ત આ જ કામગીરી કરતી હોય તેવી જગ્યા ઉપર જ પેપર છાપવાની પ્રક્રિયા થતી હોય છે. જ્યારે રવિવારે જે પરીક્ષા હતી તે પ્રશ્નપત્ર પણ આ જ સિસ્ટમથી છાપવામાં આવ્યું હતું. પરંતુ તેમાં એક વ્યક્તિ આ પ્રશ્નપત્ર બહાર લઈને નીકળ્યો હતો અને અન્ય વ્યક્તિને આપ્યું હતું. જે ગુજરાતી ભાષાનો જાણકાર હતો. જેથી જ પેપર લીક થયું હોવાનું નિવેદન રાજ્યના પ્રવક્તા પ્રધાન ઋષિકેશ પટેલે આપ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.