ETV Bharat / state

વેક્સિન જાન્યુઆરી સુધીમાં આવશે, સરકારે રોડ મેપ કર્યો તૈયાર, પહેલા આરોગ્યકર્મીઓને આપવામાં આવશે વેક્સિન

author img

By

Published : Dec 5, 2020, 8:46 PM IST

Updated : Dec 5, 2020, 9:14 PM IST

corona vacsin
વેક્સિન જાન્યુઆરી સુધીમાં આવશે, સરકારે રોડ મેપ કર્યો તૈયાર, પહેલા આરોગ્યકર્મીઓને આપવામાં આવશે વેક્સિન

સમગ્ર વિશ્વમાં કોરોના હાહાકાર મચાવી રહ્યો છે. ત્યારે કોરોનાની રસી હવે ટૂંક જ સમયમાં ભારત દેશને મળવાની છે. ત્યારે ગુજરાતમાં કોરોના વ્યક્તિ માટે વહીવટી તંત્ર સંપૂર્ણપણે સજ્જ કરવામાં આવ્યું છે. આ માટે રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં તમામ તાલુકા કક્ષા સુધીના ટાસ્ક ફોર્સની પણ રચના કરવામાં આવી છે. જ્યારે પોઇન્ટનું ટેકનિકલ ઓડિટ પણ તૈયાર કરવામાં આવ્યું છે. જ્યારે જાન્યુઆરી સુધીમાં કોરોના વેક્સિન આવી જાય તેવી શક્યતાઓ સેવાઇ રહી છે.

  • રાજ્યમાં કોરોના વેક્સિન ડિસ્ટ્રીબ્યુશન માટે રોડ મેપ તૈયાર
  • સૌ પ્રથમ હેલ્થ વર્કર અને કોરોના વોરિયર્સને આપવામાં આવશે વેક્સિન
  • તાલુકા સુધીનો રોડ મેપ સરકારે કર્યો તૈયાર

ગાંધીનગર : સમગ્ર વિશ્વમાં કોરોના હાહાકાર મચાવી રહ્યો છે. ત્યારે કોરોનાની રસી હવે ટૂંક જ સમયમાં ભારત દેશને મળવાની છે. ત્યારે ગુજરાતમાં કોરોના વ્યક્તિ માટે વહીવટી તંત્ર સંપૂર્ણપણે સજ્જ કરવામાં આવ્યું છે. આ માટે રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં તમામ તાલુકા કક્ષા સુધીના ટાસ્ક ફોર્સની પણ રચના કરવામાં આવી છે. જ્યારે પોઇન્ટનું ટેકનિકલ ઓડિટ પણ તૈયાર કરવામાં આવ્યું છે. જ્યારે જાન્યુઆરી સુધીમાં વેક્સિન આવી જાય તેવી શક્યતાઓ સેવાઇ રહી છે.

વેક્સિન જાન્યુઆરી સુધીમાં આવશે, સરકારે રોડ મેપ કર્યો તૈયાર, પહેલા આરોગ્યકર્મીઓને આપવામાં આવશે વેક્સિન
રાજ્યના 33 જિલ્લા અને 248 તાલુકામાં ટાસ્ક ફોર્સની રચના

ગુજરાતમાં કોરોના વેક્સિનનું ડિસ્ટ્રીબ્યુશન સંપૂર્ણપણે અને સારી રીતે થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા રાજ્યના તમામ 33 જિલ્લા અને 248 તાલુકા અને કોર્પોરેશન કક્ષાએ ફોર્સની રચના કરવામાં આવી છે. આ ટાસ્ક ફોર્સ જરૂરી આયોજન પણ કરી લીધું છે. જેમાં ગુજરાતમાં વ્યક્તિના સ્ટોરેજ માટે ઝોન કક્ષાએ 26 જિલ્લા અને કોર્પોરેશન 41 સ્ટોર અને છેક અંતરિયાળ વિસ્તાર સુધી પહોંચવા માટે 2189 કોલ્ડ ચેઈન પોઇન્ટ બનાવવામાં આવી છે.

તમામ હેલ્થ વર્કરનો ડેટા કરાયો તૈયાર

કોરોનાની રસી હવે એક જ સ્ટેજ દૂર છે. ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમામ રાજ્ય સરકારોને હેલ્થ વર્કરના ડેટા તૈયાર કરવાની સૂચના આપવામાં આવી હતી. જેને ધ્યાનમાં લઇને ગુજરાત સરકારે પણ પ્રથમ તબક્કામાં હેલ્થ વર્કર્સ માટેના ડેટા તૈયાર કર્યા છે. આજ સુધીમાં રાજ્યમાં રાજ્ય સરકારના 2.71 લાખ આરોગ્ય કર્મીઓ અને 1.25 ખાનગી આરોગ્યકર્મીઓ મળીને કુલ 3.96 લાખ હેલ્થ કેર વર્કર્સની યાદી તૈયાર કરવામાં આવી છે. જ્યારે બીજા તબક્કામાં ફ્રન્ટલાઈન કોરોના વાઇરસની માહિતી એકત્ર કરવાની સૂચના વહીવટીતંત્રને આપવામાં આવી છે.

બીજા તબક્કામાં 50 વર્ષથી વધુની ઉંમરના નાગરિકોનો ડેટા થશે તૈયાર

રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ કોરોના વેક્સિનના વિતરણ બાબતે જણાવ્યું હતું કે, પ્રથમ તબક્કામાં આરોગ્ય કર્મચારીઓને વેક્સિન આપવામાં આવશે. જ્યારે બીજા તબક્કામાં 50 વર્ષથી વધુની ઉંમરના નાગરિકોને એટલે કે સિનિયર સિટીઝનોને કોરોનાની વેક્સિન આપવામાં આવશે. તે બાબતના ડેટા તૈયાર કરવામાં આવી રહ્યા છે. જ્યારે 50 વર્ષથી ઓછી ઉંમરના હોય પરંતુ તેઓ ગંભીર બિમારીથી પિડાતા હોય તેવા લોકોને પણ કોરોના વેક્સિન બીજા તબક્કામાં આપવામાં આવશે.

વેક્સિનનો ચાર્જ હશે કે મફત તેની રાજ્ય સરકાર કરી રહી છે વિચારણા

ગુજરાત રાજ્યમાં તમામ લોકો માટે રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે જાહેરાત કરી છે. ત્યારે રાજ્યના નાગરિકોને વેક્સિન મફતમાં આપવામાં આવશે કે, તેનો ચાર્જ વસૂલવામાં આવશે તેની રાજ્ય સરકાર આ બાબતે હજુ ચર્ચા વિચારણા કરી રહી છે, અથવા તો આવનારા સમયમાં રાજ્ય સરકાર સ્પેશિયલ બજેટ લઈને રાજ્યના નાગરિકોને વેક્સિન આપવામાં આવશે.

રાજ્યમાં 48,000 જગ્યાએ વેક્સિન સેન્ટર ઉભા કરાશે

રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું કે, રાજ્યમાં કોરોના વાઇરસના વિતરણ બાબતે રાજ્ય સરકારે જિલ્લા તાલુકા અને શહેરોમાં કુલ 48,000 જેટલા સ્પોર્ટ નક્કી કરવામાં આવ્યા છે. આ તમામ જગ્યા ઉપર કોરોના વેક્સિન સેન્ટર ઉભા કરવામાં આવશે. આ ઉપરાંત જે લોકોને વેક્સિન આપવામાં આવશે તેવા લોકોને પહેલા SMSથી જાણ કરવામાં આવશે.

ટ્રાયલ વેક્સિનની કોઈ આડઅસર નહીં

અમદાવાદના સોલા સિવિલ હોસ્પિટલ ખાતે કોરોના વેકસીન ની ટ્રાયલ ચાલી રહ્યું છે ત્યારે આ બાબતે રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં અમદાવાદમાં 100 જેટલા લોકોને કોરોનાની રસી આપવામાં આવી છે, પરંતુ હજી સુધી કોઈ જ વ્યક્તિને કોરોના રસીની આડ અસર જણાઈ નથી..

Last Updated :Dec 5, 2020, 9:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.