ETV Bharat / state

Policeman Suicide : આત્મહત્યાની ચિંતા, ADGPએ ડિપ્રેશનમાં રહેતા પોલીસ કર્મીઓનું માંગ્યું લિસ્ટ

author img

By

Published : Feb 22, 2023, 12:23 PM IST

Policeman Suicide : આત્મહત્યાની ચિંતા, ADGPએ ડિપ્રેશનમાં રહેતા પોલીસ કર્મીઓનું માંગ્યું લિસ્ટ
Policeman Suicide : આત્મહત્યાની ચિંતા, ADGPએ ડિપ્રેશનમાં રહેતા પોલીસ કર્મીઓનું માંગ્યું લિસ્ટ

ગુજરાત પોલીસ કર્મચારીને ડિપ્રેશનથી બહાર લાવવા માટે ADGPએ કેટલીક સૂચનાઓ આપી છે. ADGP નરસિંહમાં કોમરે તમામ પોલીસવડાને તથા કમિશનરને પત્ર લખીને ડિપ્રેશનમાં રહેતા કર્મચારીઓનું લિસ્ટ માંગ્યું છે.

ADGP નરસિમ્હા કોમરે ડિપ્રેશનમાં રહેતા જીવતા કર્મચારીનું લિસ્ટ માંગ્યું

ગાંધીનગર : રાજ્યના ગૃહ વિભાગમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓ અમુક સમયે વધુ કામના કારણે અથવા તો કોઈ પણ કારણોસર આત્મહત્યાને અંજામ આપે છે, ત્યારે પોલીસ વિભાગમાં આત્મહત્યાને ઘટના ન બને તેને ધ્યાનમાં લઈને રાજ્યના કાયદો અને વ્યવસ્થાપનના ADGP નરસિંહમાં કોમરે મહત્વનો આદેશ આપ્યો છે. ADGPએ તમામ પોલીસવડા કમિશનરને પત્ર લખીને ડિપ્રેશનમાં રહેતા કર્મીઓની યાદી તૈયાર કરવાની સૂચનાઓ આપી છે.

સુચના
સુચના

પત્ર બાબતે શું કહ્યું ADGP નરસિમ્હા કોમરે : રાજ્યના કાયદો અને વ્યવસ્થાની જવાબદારી સાંભળતા ADGP નરસિમ્હા કોમરે જણાવ્યું હતું કે, પોલીસ વિભાગમાં ફરજ બજાવતા પોલીસના કર્મચારીઓ કે જે અમુક ઉંમરે પહોંચી ગયા છે. તેવા પોલીસ સ્ટેશનના કર્મચારીઓ, એસઆરપીએફ અને તમામ વિભાગમાં કામ કરતા કર્મચારીઓ તણાવમાં પોતાનું જીવન જીવતા હોય છે. તેમાં મદદરૂપ થવું એ આપણી જવાબદારીમાં આવે છે. જેમાં ઘણા બધા કારણો હોય શકે છે.

કેવા કેવા કારણો : જેવા કે કામના કલાકો, ક્રિમિનલ સાથે રહેવાનું, કાયદો અને વ્યવસ્થાપનનું ઉલ્લંઘન કરતા હોય તેવા લોકોને સાચવવાના તેમની સાથે સતત રહેવાના કારણે એક સ્ટ્રેસ ભર્યું વાતાવરણ ઊભું થાય છે. આવી પરિસ્થિતિને પહોંચી વળવા માટે શરીર પર કોઈપણ આડઅસર ન થાય તે માટે સૂચનાઓ જાહેર કરવામાં આવી છે. આ સૂચનાઓ રાજ્યના તમામ જિલ્લા પોલીસ વડા, રેન્જ આઈજી અને પોલીસ કમિશ્નર આપવામાં આવી છે.

આવા કર્મચારીઓનું તાત્કાલિક ધોરણે ઈલાજ કરો : ADGP નરસિમ્હા કોમરે જણાવ્યું હતું કે, ટેકનોલોજીના માધ્યમથી પોલીસને સ્માર્ટ બનાવવા માટે અનેક ટેકનોલોજીની ફાળવણી કરવામાં આવી છે. ત્યારે તેની આડઅસર પણ થઈ શકે છે. તેને ધ્યાન રાખી પોલીસ અધિકારી અને કર્મચારીઓને કન્ટેન્ટમાં વેરાઈટી રહે તે માટે પિરીયોડિકલ ઓપરેશન માટેની સૂચના આપવામાં આવી છે. ઉચ્ચ અધિકારી અને પોલીસ કોન્સ્ટેબલ વચ્ચે સારો સંવાદ, વાતાવરણ સારું રહે તે માટે ઉચ્ચ અધિકારીઓ કોન્સ્ટેબલને તેમના કાર્યશૈલી, શારીરિક સ્વચ્છતા બાબતે પૂછવામાં આવે તે પણ સૂચના આપવામાં આવી છે.

આ પણ વાંચો : Surat News : ડિપ્રેશનથી બચાવવા એપ્લિકેશનમાં બનાવી, આ રીતે કરશે કામ

શું શું સુચના આપવામાં આવી : કોઈપણ કર્મચારી સ્ટ્રેસમાં હોય અથવા તો આરોગ્ય લક્ષી કોઈ બીમારી હોય તો તાત્કાલિક ધોરણે તેનું નિવારણ કરવામાં આવે તેવી સૂચના આપવામાં આવી છે. અધિકારી કર્મચારીઓને જ્ઞાનમાં વધારો થાય અને સારું કામ લઈ શકાય તેને માટે કર્મચારીઓને રિફ્રેશિયલ ટ્રેનિંગ પણ આપે તેવી સૂચના આપવામાં આવી છે. જેનાથી તેવા કર્મચારીઓને પ્રોફેશનલીમાં પણ સુધારો થશે અને નોલેજમાં પણ સુધારો થશે. તેમજ જાહેર જનતાની સુરક્ષા કામ કરવાની ગુણવત્તામાં પણ સ્કિલમાં વધારો થશે.

આ પણ વાંચો : Depression In Father: આ સમયે, નવજાત શિશુના પિતામાં ડિપ્રેશનની શક્યતા

જનતાને કેવી રીતે ફાયદો થશે : ADGP નરસિમ્હા કોમરે વધુમાં જણાવ્યું હતું કે, આપણે પોલીસ ઇંન્ટરનલ સુવિધાઓ, શારીરિક અસર, જ્ઞાન અને કૌશલ્યમાં વધારો થાય તે માટેનો હેતુ છે. આ હેતુ દરેક કર્મચારીઓ શક્ષમ હશે. તો તે માટે જનતાને સારી સુવિધા પૂરી પાડી શકશે. જ્યારે પોલીસ ક્રિટીકલ વિંગ તરીકે છે, જેથી જનતાને સારો ફાયદો થશે. આ ઉપરાંત જે અધિકારી અને કર્મચારીઓ સતત એક જ જગ્યા પર ફરજ બજાવી રહ્યા છે. સમયાંતરે બદલી થઈ નથી તેવા કર્મચારીઓની પણ બદલી કરીને તેમને નવું વાતાવરણ આપવું જોઈએ. જે નવા આવી રહ્યા છે તેમને પણ રિફ્રેશર ટ્રેનિંગનું આયોજન કરવું જોઈએ. તેવી પણ સૂચના આપવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.