ETV Bharat / state

G20 Summit : અમેરિકા ભારતીયોનું બીજું ઘર - US કોન્સ્યુલેટ જેનેટ યેલન

author img

By

Published : Jul 17, 2023, 1:49 PM IST

અમેરિકા ભારતીયોનું બીજું ઘર - US કોન્સ્યુલેટ જેનેટ યેલન
અમેરિકા ભારતીયોનું બીજું ઘર - US કોન્સ્યુલેટ જેનેટ યેલન

ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે G20 ની અત્યંત મહત્વની એવી ફાઇનાન્સિયલ મુદ્દા ઉપર બેઠક શરૂ થઈ છે. ત્યારે અમેરિકાની કોન્સ્યુલેટર ટ્રેઝરીના સેક્રેટરી જેનેટ યેલને ઇન્ડિયા અમેરિકાના સંબંધ અંગે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. ઉપરાંત તેઓએ ભારત અને અમેરિકાના દ્રિપક્ષીય હિતોને આગળ વધારવા અંગે પણ વાત કરી હતી.

ગાંધીનગર : વિશ્વમાં પ્રથમ વખત ભારત દેશને G20 માટેનું અધ્યક્ષ સ્થાન પ્રાપ્ત થયું છે. ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે G20 ની અત્યંત મહત્વની એવી ફાઇનાન્સિયલ મુદ્દા ઉપર બેઠકો શરૂ થઈ છે. ત્યારે G20 ના 650 ડેલિકેટ હાલમાં ગાંધીનગર ખાતે ફાઇનાન્સ અંગે ચર્ચાઓ કરી રહ્યા છે. ત્યારે અમેરિકાની કોન્સ્યુલેટર અને ટ્રેઝરીના સેક્રેટરી જેનેટ યેલને ઇન્ડિયા અમેરિકાની જોઈન્ટ સ્ટેટમેન્ટમાં નિવેદન આપ્યું છે કે, અમેરિકા ભારતીયનું બીજું ઘર છે. ભારત અને અમેરિકા ફાઇનાન્સિયલ અને ઇકોનોમી માટે ખૂબ સારા મિત્ર છે.

ક્રિટિકલ મુદ્દાઓ પર ચર્ચા : બેઠકની શરૂઆત થઈ તે પહેલા દેશના કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણે US-India ની જોઈન્ટ કોન્ફરન્સમાં એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું. તેઓએ જણાવ્યું હતું કે, G20 માં તમામ દેશો સહિત ભારત અને અમેરિકા ક્રિટિકલ ઇસ્યુ બાબતે ખૂબ જ ચિંતિત છે. જ્યારે ક્રિપ્ટો એસ્ટેટ માટે પણ ખાસ ચર્ચા કરવામાં આવશે. આ ઉપરાંત G20 માં ઇનોવેશનમાં ખાસ ડેવલોપમેન્ટ માટે પણ ભાર મૂકવામાં આવશે. આ બેઠકોમાં ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફોર ફાયનાન્સિયલ બાબતે પણ ખાસ ચર્ચા કરવામાં આવશે.

અમેરિકા એ ભારતીય માટેનું બીજું ઘર છે. સમગ્ર વિશ્વ હાલમાં ફક્ત ભારત તરફ જ જોઈ રહ્યું છે. ફાઇનાન્સિયલની બેઠકમાં ગ્લોબલ ચેલેન્જ બાબતે પણ ખાસ ચર્ચા કરવામાં આવશે. જ્યારે ભારત દેશ અમેરિકા માટે ખૂબ જ મહત્વનો દેશ છે. સાથે જ અમેરિકા અને ભારત ફાઇનાન્સિયલ અને ઇકોનોમિક પરિસ્થિતિમાં સારા એવા મિત્રો છે.-- જેનેટ યેલન (સેક્રેટરી ઓફ ટ્રેઝરી, US કોન્સ્યુલેટ)

જેનેટ યેલને શું કહ્યું ? : US કોન્સ્યુલેટર જેનેટ યેલનએ વધુમાં જણાવ્યું હતું કે, ભારત અને અમેરિકા એકબીજાની કુશળતા અને સંસાધનોનો લાભ લઈને સક્રિય પણે આર્થિક વૃદ્ધિને પ્રોત્સાહન આપશે. નવીનતાઓને પ્રોત્સાહન આપવું અને ભારત તથા અમેરિકાની ભાગીદારી સમૃદ્ધ અને સમાન ભવિષ્યનું નિર્માણ કરવું ખાસ મુદ્દો છે. જ્યારે આ મુદ્દાઓને કારણે વિશ્વકર્મા સકારાત્મક પરિવર્તન પણ આવશે. ત્યારે ભારત અને અમેરિકાના દ્રીપક્ષીય હિતોને આગળ વધારવા માટે પણ આ બેઠકમાં ખાસ ચર્ચા કરવામાં આવશે. વૈકલ્પિક રોકાણ દ્વારા સહકાર અને રોકાણોની નવી તકો પણ ખુલશે.

US-India સંબંધ : ઉલ્લેખનિય છે કે, ગત મહિને જ ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ અમેરિકાની મુલાકાત લીધી હતી. ત્યારે હવે ભારત અને અમેરિકાની ભાગીદારીની તાકાત અને ગતિશીલતા વધે તે બાબતનું આયોજન કરવામાં આવશે. ભારત દેશમાંથી લાખો લોકો અમેરિકામાં વસવાટ કરી રહ્યા છે. ત્યારે અમેરિકાના ટ્રેઝરી સેક્રેટરી જેનેટ યેલનનું આ નિવેદન મહત્વપૂર્ણ બની રહેશે. અધિકારી તરીકે જેનેટ યેલનની ભારતની આ ત્રીજી ટ્રીપ છે.

G20 Summit
G20 Summit

G20 બેઠકો શરૂ : G20 અંતર્ગત આજે સાવરે 10 વાગ્યાથી વૈશ્વિક અર્થ વ્યવસ્થા, આરોગ્ય, સસ્ટેનેમબલ ફાઇનાન્સ, લાંબા ગાળાની અર્થવ્યવસ્થા અને માળખાકીય સંબંધિત મુદ્દાઓ પર ખાસ ચર્ચા શરૂ થઈ છે. જેમાં કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારામણ, સેન્ટ્રલ બેન્કના ગર્વનર, અન્ય દેશના નાણાપ્રધાનોની ખાસ ઉપસ્થિતિ હતી. આ બેઠક 17 અને 18 જુલાઈ સુધી કાર્યરત રહેશે.

  1. G20 summit in India: ગાંધીનગર ખાતે 22થી 24 જાન્યુઆરી દરમિયાન યોજાશે ઇન્સેપ્શન મીટિંગ
  2. G20 સમિટમાં આવતા વિદેશી ડેલીગેટ્સ માટે ખાસ નિર્ણય,ગુજરાતના પ્રવાસન સ્થળોની વિઝિટ કરાવાશે
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.