ETV Bharat / state

"ઈન્ડિયા યુકે ફોરેન્સિક સાયન્સ એન્ડ સાયબર સીક્યુરિટી કોન્ફરન્સ"નો પ્રારંભ, બે દેશના સાયબર એક્સપર્ટ લેશે ભાગ

author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 11, 2023, 9:11 PM IST

"ઈન્ડિયા યુકે ફોરેન્સિક સાયન્સ એન્ડ સાયબર સીક્યુરિટી કોન્ફરન્સ"નો પ્રારંભ
"ઈન્ડિયા યુકે ફોરેન્સિક સાયન્સ એન્ડ સાયબર સીક્યુરિટી કોન્ફરન્સ"નો પ્રારંભ

આજે સાયબર ફ્રોડ કુદકેને ભુસકે વધી રહ્યા છે. રોજ હેકર્સ સાયબર ફ્રોડ કરીને અનેક યૂઝર્સને છેતરતા હોય છે. જો કે સાયબર ફ્રોડ બાબતે અવેરનેસ વધે તે બહુ જરુરી છે. ગાંધીનગરની NFSU ખાતે બે દિવસીય કોન્ફરન્સનું આયોજન થયું છે. જેમાં યુકેના સાયબર એક્સપર્ટ્સ પણ ભાગ લઈ રહ્યા છે. India UK Forensic Science and Cyber Security Conference NFSU Gandhinagar

બે દેશના સાયબર એક્સપર્ટ લેશે ભાગ

ગાંધીનગરઃ વર્તમાનમાં સાયબર ક્રાઈમના ફ્રોડ દિવસે દિવસે વધી રહ્યા છે. અત્યારે સાયબર ક્રિમિનલ સરહદ પાર ક્રાઈમ કરવામાં પણ પારવધા છે. આ સાયબર ફ્રોડને ડામવા અનેક પ્રયત્નો પણ થઈ રહ્યા છે. જે અનુસંધાને નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ખાતે 11મી ડિસેમ્બરથી બે દિવસીય "ઈન્ડિયા યુકે ફોરેન્સિક સાયન્સ એન્ડ સાયબર સીક્યુરિટી કોન્ફરન્સ"નો પ્રારંભ થયો છે. જેમાં ભારત ઉપરાંત યુકેના સાયબર એક્સપર્ટ પણ જોડાઈ રહ્યા છે. જેઓ સાયબર સીક્યુરિટી સંદર્ભે ડાર્ક વેબ, ડેટા હેકિંગ, ક્રિપ્ટો ફ્રોડ જેવા અનેક વિષયો પર ચર્ચા-વિચારણા કરશે.

બે અગ્રણી દેશોનો સહયોગઃ ગાંધીનગરમાં યોજાનાર આ ઈન્ટરનેશનલ કોન્ફરન્સનું આયોજન બ્રિટિશ ડેપ્યૂટી હાઈ કમિશ્નર, અમદાવાદ અને નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી, ગાંધીનગર દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું છે. આજના સમયે સાયબર ફ્રોડને ટાળવાના ઉપાયો, સતર્કતા તેમજ ભવિષ્યમાં કામ લાગે તેવા સૂચનો પર આ કોન્ફરન્સમાં સંવાદ કરવામાં આવશે.

વર્તમાન સમયની સૌથી મોટી સમસ્યા સાયબર ક્રાઈમ છે. સાયબર ક્રાઈમ એ માત્ર આર્થિક જ નહીં, પરંતુ સામાજિક અપરાધ પણ છે. જેને કારણે અનેક લોકોનું જીવન બરબાદ થઈ રહ્યું છે. ફોરેન્સિક સાયન્સ આવા ગુનાઓની તપાસમાં મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે. આ આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સમાં યુ.કે. અને NFSUના નિષ્ણાતો સાયબર ક્રાઈમ સંબંધી જે કંઈ તારણો રજૂ કરશે તે ગુજરાત માટે પણ ખૂબ ઉપયોગી બની રહેશે. આ કોન્ફરન્સ સાયબર ક્રાઈમ અંગે લોકોમાં જાગૃતિ લાવશે અને ગુનાનો ભોગ બનનારને મદદરૂપ બનશે...હર્ષ સંઘવી(રાજ્ય ગૃહ પ્રધાન)

સાયબર ક્રાઈમ હાલમાં વધી રહ્યા છે ત્યારે બે દેશના અગ્રણીઓ આ બાબતે ચર્ચા કરશે અને કોન્ફરન્સમાં જે નિષ્કર્ષ આવશે જેમાંમાં ખાસ તૈયારીઓ કરીને સાયબર એટેકથી બચવાના પ્રયાસો કરવામાં સરળતા રહેશે...ક્રિષ્ટિના સ્કોટ(બ્રિટિશ ડેપ્યૂટી હાઈ કમિશ્નર)

આ કોન્ફરન્સ વિશ્વમાં ડાર્ક વેબ, ક્રિપ્ટો કરન્સી સહિતના પડકારોનો સામનો કરવા માટે તમામ પ્રકારની અત્યાધુનિક ટેક્નોલોજીથી સજ્જ મજબૂત મિકેનિઝમની ઊભું કરવામાં સહાયરૂપ બનશે. સાયબર ક્રાઈમના સંદર્ભમાં ગુનેગારો દ્વારા અપનાવવામાં આવતી પદ્ધતિઓ દરેક દેશમાં જુદી-જુદી જોવા મળે છે. વર્તમાન ઈન્ટરનેટના સમયમાં ગુનેગારો દુનિયાના એક ખૂણે બેસીને અન્ય દેશોમાં સાયબર ક્રાઇમ કરે છે. આવા સંજોગોમાં બે દેશોના નિષ્ણાતો પરસ્પર સહકારથી સાયબર ક્રાઈમને નિવારવા અને ગુનેગારોને શોધી કાઢવા માટે એક વ્યવસ્થિત નેટવર્ક ઊભું કરવા માટે દિશા સૂચવશે...જે.એમ. વ્યાસ(વાઈસ ચાન્સેલર, NFSU, ગાંધીનગર)

  1. Cyber Fraud: મુંબઈના ભેજાબાજે સાયબર ફ્રોડ કરીને ગરીબોના એકાઉન્ટમાં નાણા ટ્રાન્સફર કર્યા, સાગરીતોએ નાણાં ઉપાડી ક્રિપ્ટોની ખરીદી કરી, જાણો આખો ખેલ
  2. Navratri 2023: સુરતના લોકો ગરબાની સાથે સાયબર ફ્રોડ અંગે આપી રહ્યા છે જાગૃતિ, જૂઓ વીડિયો
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.