ETV Bharat / state

શિક્ષણ વિભાગ દ્વારા તૈયાર કરાયેલા Command and Control Center નું મુખ્યપ્રધાન રૂપાણીના હસ્તે ઉદ્ધાટન

author img

By

Published : Jun 10, 2021, 2:01 PM IST

Updated : Jun 10, 2021, 6:09 PM IST

કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરનું મુખ્યપ્રધાનના હસ્તે ઉદ્ધાટન
કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરનું મુખ્યપ્રધાનના હસ્તે ઉદ્ધાટન

ગાંધીનગરમાં શિક્ષણ વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવેલા કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ( Command and Control Center )નું ગુરુવારના રોજ મુખ્યપ્રધાન રૂપાણી ( CM Rupani )ના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આમાં રાજ્યના શિક્ષકો અને વિદ્યાર્થીઓની તમામ માહિતી પ્રાપ્ત થાય તે હેતુથી આ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર તૈયાર કરવામાં આવ્યું છે. આ માહિતીના આધારે રાજ્યના શિક્ષણ વિભાગ આવનારા દિવસોમાં નવી પોલિસી અથવા તો નવા પ્રોજેક્ટનું અમલીકરણ પણ કરાવી શકશે.

  • મુખ્યપ્રધાન રૂપાણી ( CM Rupani )એ કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમનું ઉદ્ઘાટન કર્યું
  • વિદ્યાર્થીઓ અને શિક્ષકોના વ્યક્તિગત પ્રોફાઈલ સેન્ટર પર રહેશે
  • શિક્ષક અને વિદ્યાર્થીઓની ઓનલાઇન હાજરી લેવાશે

ગાંધીનગર : શિક્ષણ વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવેલા કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ( Command and Control Center )નું ગુરુવારના રોજ મુખ્યપ્રધાન રૂપાણી ( CM Rupani )ના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. રાજ્યની 54 હજાર જેટલી પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના 3 લાખ કરતા વધારે શિક્ષકો અને 1 કરોડથી વધુ વિદ્યાર્થીઓ માટે એક જ સેન્ટર પરથી તમામ માહિતી પ્રાપ્ત થાય તે માટે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ( Command and Control Center ) તૈયાર કરવામાં આવ્યું છે. આ માહિતીના આધારે રાજ્યના શિક્ષણ વિભાગ આવનારા દિવસોમાં નવી પોલિસી અથવા તો નવા પ્રોજેક્ટનું અમલીકરણ પણ કરાવી શકશે.

  • વિદ્યાર્થીઓના અભ્યાસ, ઓનલાઇન હાજરી અને શિક્ષક સજ્જતા સહિતના વિવિધ પ્રોજેક્ટ્સ – યોજનાઓના અમલીકરણ અને મોનિટરિંગના હેતુસર શિક્ષણ વિભાગ દ્વારા ગાંધીનગરમાં કાર્યરત કરાયેલા અદ્યતન કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર 2.0ના નવા ભવનનું લોકાર્પણ કર્યું હતું. pic.twitter.com/bjFTRefDBi

    — Vijay Rupani (@vijayrupanibjp) June 10, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ગ્રામ્ય વિસ્તારોમાં સૌથી વધુ ડ્રોપ આઉટ રેશિયો જોવા મળી રહ્યો

રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં સૌથી વધુ ડ્રોપ આઉટ રેશિયો જોવા મળી રહ્યો છે, ત્યારે રાજ્યમાં ડ્રોપ આઉટ રેશિયો ઓછો થાય અને વિદ્યાર્થીઓ શાળાનો અભ્યાસ શા માટે છોડી શકે અને કેમ છોડે છે ? તેનું તાત્કાલિક નિવારણ થાય તે માટે ગાંધીનગર ખાતે બનાવેલા કમાન્ડ કંટ્રોલ સેન્ટર ( Command and Control Center )ની ટેકનોલોજી મહત્વનો ભાગ ભજવશે. જ્યારે રિયલ મોનિટરિંગ કરીને ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવાની તૈયારી પણ રાજ્ય સરકારે દાખવી છે.

કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર
ગાંધીનગરમાં શિક્ષણ વિભાગ દ્વારા તૈયાર કરાયેલા કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરનું મુખ્યપ્રધાનના હસ્તે ઉદ્ધાટન

આ પણ વાંચો : રાજકોટ ખાનગી શાળા દાદાગીરી, 2500 રૂપિયા ફી બાકી હોવાને લીધે નોટિસ ફટકારી

સરકારી શાળાઓમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓની ઓનલાઇન હાજરી ફરજિયાત

રાજ્ય સરકાર દ્વારા સરકારી શાળાઓમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓની ઓનલાઇન હાજરી ફરજિયાત કરવામાં આવી છે, ત્યારે કોઈ પણ શિક્ષકે વિદ્યાર્થી દ્વારા ગેરરીતિ ન થાય તે માટે ઓનલાઇન હાજરીનું સ્ટેટસ પણ રિયલ ટાઇમ પ્રમાણે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ખાતે નિહાળી શકાશે. જેથી શિક્ષકોની કામગીરી પ્રત્યે લગાવ અને વિદ્યાર્થીઓને અભ્યાસ પ્રત્યે લગાવ વધે અને આવનારા દિવસોમાં શિક્ષણનું સ્તર સુધરે તે માટેની વ્યવસ્થા પણ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ( Command and Control Center )માં કરવામાં આવી છે.

કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર
રાજ્યના શિક્ષણ વિભાગ આવનારા દિવસોમાં નવી પોલીસી અથવા તો નવા પ્રોજેક્ટનું અમલીકરણ પણ કરાવી શકશે

શિક્ષણનું સ્તર સુધારવા માટે ગાંધીનગરથી સીધા પગલાં ભરાશે

વર્ષ દરમિયાન અમુક સમયગાળામાં ચોક્કસ પ્રમાણમાં અભ્યાસક્રમ પૂર્ણ કરવાનો હોય છે. ત્યારે કેટલા મહિનામાં કેટલો અને કયા વિષયનો કેટલો અભ્યાસક્રમ પૂર્ણ કરવામાં આવ્યો છે. તેની માહિતી પણ કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટર ( Command and Control Center )માં જોવા મળશે. આ સાથે જ કયા જિલ્લામાં કયા વિષયમાં વિદ્યાર્થીઓ નબળા છે અને જે તે જિલ્લામાં શિક્ષણનું સ્તર સુધારવા માટે ગાંધીનગરથી સીધા પગલાં ભરવામાં આવશે. આમ, રાજ્યમાં શિક્ષણના સ્તરને વધુ મજબૂત કરવા માટે આસેન્ટર મહત્વનું સાબિત થશે.

આ પણ વાંચો : શાળા અને કોલેજમાં શૈક્ષણિક સત્ર વિદ્યાર્થીઓની અનુપસ્થિતિમાં ઓનલાઇન શિક્ષણનો પ્રારંભ

વિદ્યાર્થીઓના ડ્રોપ આઉટ રેશિયોમાં પણ સુધારો આવશે

મુખ્યપ્રધાન રૂપાણી ( CM Rupani )એ જણાવ્યું હતું કે, સમગ્ર દેશમાં ફક્ત ગુજરાતમાં જ આ રીતની ટેકનોલોજી પર પૂરતો કંટ્રોલ યુનિટ તૈયાર કરવામાં આવ્યું છે. જેનાથી ગુજરાતની સરકારી તમામ શાળાઓના શિક્ષકો અને વિદ્યાર્થીઓની કામગીરી અને મૂલ્યાંકન ઓનલાઈન કરવામાં આવશે. જ્યારે ડ્રોપ આઉટ રેશિયોમાં પણ સુધારો આવશે.

કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર
વિદ્યાર્થીઓ અને શિક્ષકોના વ્યક્તિગત પ્રોફાઈલ સેન્ટર પર રહેશે

શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે પ્રોજેક્ટ્સ અમલમાં મૂકાયા

પ્રાથમિક શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે રાજ્ય સરકાર હંમેશા ચિંતિત સરકાર દ્વારા ગત બે વર્ષથી મિશન વિદ્યા ઓનલાઇન હાજરી ધોરણ-2 ઉપચારાત્મક શિક્ષણ વાર્ષિક પરીક્ષા, પિરિયોડીક એસેસમેન્ટ ટેસ્ટ, BRC, CRC, ઓનલાઈન મોનિટરિંગ હોમ લાઇનિંગ વગેરે જેવા શિક્ષણની ગુણવત્તા સુધારવા માટેના પ્રોજેક્ટ્સ અમલમાં મૂકવામાં આવ્યા છે.

કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરનું મુખ્યપ્રધાનના હસ્તે ઉદ્ધાટન

મોનિટરિંગ માટે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર મહત્વનું સાબિત થશે

આગામી વર્ષે પણ આ જ પ્રકારના ગુણવત્તા સુધારણા પ્રોજેક્ટ અમલમાં મૂકવાની છે. ત્યારે આ બધા પ્રોજેક્ટ્સ તેમજ શિક્ષણ વિભાગની અન્ય યોજનાઓના અમલીકરણ માટે ચોક્કસ સુવ્યવસ્થિત માળખા અંતર્ગત મોનિટરિંગ કરવા માટે આ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ( Command and Control Center ) મહત્વનું સાબિત થશે.

કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર
કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરનું મુખ્યપ્રધાનના હસ્તે ઉદ્ધાટન

મશીનરીનો ઉપયોગથી ડ્રોપ આઉટ રેશિયો ઘટવાની સંભાવનાનું નિરીક્ષણ કરાશે

કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ( Command and Control Center ) પર વિદ્યાર્થીઓનો રિયલ ટાઇમ ડેટા કેપ્ચર કરવામાં આવશે અને દરેક એકમમાં વિદ્યાર્થીઓનું પરફોર્મન્સ અને એલએની વિગતવાર માહિતી પૂરી પાડવામાં આવશે. જ્યારે મશીનરીનો ઉપયોગ કરી કયા બાળકો ડ્રોપ આઉટ થવાની સંભાવના ધરાવે છે, તેનું પણ નિરીક્ષણ કરવામાં આવશે.

જિલ્લાવાર અને કોષવાર માહિતી દિક્ષા પરફોર્મન્સના આધારે અપાશે

માન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ( Command and Control Center )એ તૈયાર કરેલા ડેટાનો ઉપયોગ કરી અને હવે એ સાથે કયા જિલ્લામાંથી કયા બ્લોકમાંથી વિદ્યાર્થીઓ સ્થળાંતર થવાના છે, તેની પણ આગાહી કરી શકાશે. રાજ્ય સ્તરે ઓનલાઇન રિયલ ટાઇમ શિક્ષક અને વિદ્યાર્થીઓની હાજરી પણ ટેકનોલોજીની મદદથી જાણી શકાશે. જિલ્લાવાર અને કોષવાર માહિતી દિક્ષા પરફોર્મન્સના આધારે આપી શકાશે.

Last Updated :Jun 10, 2021, 6:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.