સરકારનો 100 દિવસથી 5 વર્ષ સુધીનો એક્શન પ્લાન, કેબિનેટ બેઠકમાં કરાઈ ચર્ચા

author img

By

Published : Dec 28, 2022, 8:52 PM IST

ખેડૂતોને તબક્કાવાર મળશે લાભો, વ્યાજખોરોને નેસ્તનાબૂદ કરાશે

ગાંધીનગર ખાતે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક (cm bhupendra patel chair cabinet meeting) યોજાઈ હતી. જેમાં વિવિધ વિભાગોના 100 દિવસના એક્શન પ્લાન અંગે (hundred days action plan gujarat government) વિગતે ચર્ચા કરાઈ હતી. જે વિભાગના એક્શન પ્લાન બાકી છે તે વિભાગની ચર્ચા કરવામાં આવી હતી. (Discussed action plan in cabinet meeting)

ખેડૂતોને તબક્કાવાર મળશે લાભો, વ્યાજખોરોને નેસ્તનાબૂદ કરાશે

ગાંધીનગર: મુખ્યપ્રધાન પટેલની અધ્યક્ષતામાં (cm bhupendra patel chair cabinet meeting) એક્શન પ્લાન બાબતે ચર્ચા કરવામાં આવી હતી. 100 દિવસથી લઈને પાંચ વર્ષ સુધીના તબક્કા વારના એક્શન પ્લાન અને બ્લુપ્રિન્ટ બાબતની ચર્ચા કરવામાં આવી હતી. તમામ વિભાગોને 100 દિવસનો એક્શન પ્લાન (hundred days gujarat government action plan) બાબતની પણ સૂચના આપવામાં આવી છે. (Discussed action plan in cabinet meeting)

વ્યાજખોરોને નેસ્તનાબૂદ કરાશે: ગૃહ વિભાગના એક્શન પ્લાન બાબતે મળતી માહિતી પ્રમાણે રાજયના ગૃહ વિભાગમાં અનેક મહત્વના પ્રોજેકટ બાબતે કામ હાથ ધરાશે. જેમાં સૌ પ્રથમ રાજ્યના મોટા મહાનગરપાલિકા વિસ્તારમાં થતા ટ્રાફિક બાબતે નિર્ણય કરવામાં આવશે. વધુ ટ્રાફિકજામની ફરિયાદ આવે છે ત્યાં તાત્કાલિક ધોરણે નિવારણ કરવાની વ્યવસ્થા ગોઠવવામાં આવશે. આ ઉપરાંત 113 ટોલ ફ્રીની માગ ગૃહ વિભાગ દ્વારા કરવામાં આવશે. આ ઉપરાંત ગુજરાતમાં વ્યાજખોરોને લઈને અનેક લોકો આત્મહત્યા કરી રહ્યા છે ત્યારે વ્યાજખોરો નેસ્તનાબૂદ કરવા માટેનું પણ અભિયાન ગુજરાતમાં ચલાવવામાં આવશે. સાથે જ પોસ્કો માટે દરેક એસપીને વધારાની જવાબદારી પણ આપવામાં આવશે. આમ સમગ્ર ગુજરાતમાં વ્યાજખોરો સામે કોઈપણ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવાની વ્યવસ્થા કરાશે.

ખેડૂતોને તબક્કાવાર મળશે લાભો: કૃષિ વિભાગના 100 દિવસની વાત કરવામાં આવે તો હાલમાં મગફળીની ટેકાના ભાવે ખરીદી થઈ રહી છે ત્યારે વહેલી તકે મગફળીની ખરીદી થાય અને ખેડૂતોને વધુ લાંબો સમય લાઈનમાં રહેવું ન પડે તેની પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવશે. આ ઉપરાંત ખેડૂતોને તબક્કાવાર આપવામાં આવતા વિવિધ સહાયના લાભો બાબતે એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. જ્યારે ખેડૂતોને ખેતરમાં તારની વાડ, બિયારણની ખાસ કોઈ તકલીફ ન પડે તેનો એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. ઉપરાંત સનેડો અને ટ્રેક્ટર સહાયની જોગવાઈ એક્શન પ્લાનમાં મુકવામાં આવી છે.

આ પણ વાંચો: જિલ્લાની તમામ હોસ્પિટલ કોરોના સામે લડવા તૈયાર, પદાધિકારીઓએ કરી મુલાકાત

ગેરકાયદેસર દબાણો હટાવાશે: 100 દિવસ એક્શન પ્લાનમાં મહેસુલ વિભાગમાં રાજ્ય સરકારની માલિકીની જમીનને કોઈ ગેરકાયદે હડપ ન કરે તેની ખાસ છે વ્યવસ્થા અને પત્રક તૈયાર કરાશે. આ સાથે જ અશાંતધારો જે વિસ્તારમાં લાગ્યો છે તે વિસ્તારની પ્રોપર્ટીનું લે વેચ અને કાયદાનું રક્ષણ તથા ગૌચરની જમીન પર કરવામાં આવતા ગેરકાયદેસરના દબાણો ખસેડવાનો પ્લાન સરકાર દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. જ્યારે વિવાદાસ્પદ જમીનોના વિવાદનો નિકાલ લાવવો અને ઈંપેક્ટ ફી બાબતની કામગીરી ઝડપી કરવાનો પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે.

PMJAY કાર્ડ મર્યાદા 10 લાખ થશે: રાજ્યના આરોગ્ય વિભાગના એક્શન પ્લાનની વાત કરવામાં આવે તો રાજ્યની તમામ સરકારી સિવિલ હોસ્પિટલમાં બંધ પડેલા સાધનો અને ઓપરેશન થિયેટર અને તાત્કાલિક ધોરણે ઉપયોગમાં લેવાય તે બાબતનો એક્શન પ્લાન પણ તૈયાર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત રાજ્યમાં અનેક નાગરિક PMJAY કાર્ડ ધારકોની મર્યાદા દસ લાખની કરવાનું ભાજપે વચન આપ્યું હતું ત્યારે રાજ્ય સરકાર દ્વારા તેની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે. આમ આરોગ્યની સગવડમાં વધારો કરવો તથા જિલ્લાકક્ષા અને તાલુકાકક્ષાએ આરોગ્યની સેવામાં સુધારો થાય તે બાબતે એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: હીરાબાની તબિયત સુધારા પર, પીએમ મોદીએ ડોકટરો સાથે ચર્ચા કરી દિલ્હી રવાના થયા

લોકોના સુચનોનો પણ કરાશે સમાવેશ: અન્ય એક્શનની વાત કરવામાં આવે તો તમામ વિભાગો દ્વારા એક્શન પ્લાન માટેની સૂચના રાજ્ય સરકારે આપી છે. હજુ અમુક વિભાગો દ્વારા એક્શન પ્લાન તૈયાર કરવામાં આવી રહ્યો છે. જ્યારે મહત્વના પ્રોજેક્ટ કે જેનાથી લોકોને સીધો ફાયદો થાય તેવા પ્રોજેક્ટને પણ 100 દિવસના એક્શન પ્લાનમાં રાખવામાં આવ્યા છે. ગુજરાતના કોઈપણ નાગરિકને ખોટી અવ્યવસ્થા ઊભી ન થાય અને પોલીસ પણ ખોટી હેરાનગતિ ન થાય તે માટેની પણ સૂચના ગૃહ વિભાગને આપી છે. રાજ્યના મંદિરોને પણ વ્યવસ્થા અને સુરક્ષા વધુ મજબૂત કરવામાં આવશે જેથી રાજ્ય અને રાજ્ય બહારથી આવતા દર્શનાર્થીઓને સુખદ અનુભવ થાય. આ ઉપરાંત ગુજરાત વિધાનસભામાં ભાજપ પક્ષે તમામ વિધાનસભા પ્રમાણે ચૂંટણી ઢંઢેરા ઉપરાંત લોકો જોડેથી સૂચનો મંગાવ્યા હતા તે સૂચનોનો પણ અભ્યાસ કરીને રાજ્ય સરકાર નવી યોજના અને નવી જાહેરાત કરશે. સૂચનોને પણ 100 દિવસના એક્શન પ્લાનમાં સમાવેશ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.