ETV Bharat / state

Gujarat Corona Update : રાજ્યમાં 24 કલાકમાં 87 પોઝિટિવ કેસ નોંધાયા, 589 એક્ટિવ કેસ

author img

By

Published : Dec 22, 2021, 7:08 AM IST

Gujarat Corona Update : રાજ્યમાં 24 કલાકમાં 87 પોઝિટિવ કેસ નોંધાયા, સૌથી વધુ અમદાવાદ 33 કેસ, 589 એક્ટિવ કેસ
Gujarat Corona Update : રાજ્યમાં 24 કલાકમાં 87 પોઝિટિવ કેસ નોંધાયા, સૌથી વધુ અમદાવાદ 33 કેસ, 589 એક્ટિવ કેસ

રાજ્યમાં કોરોનાના કેસ(Corona cases in Gujarat) એપ્રિલ અને મે મહિનામાં સતત વધી રહ્યા હતા, ત્યારે બાદ હવે જૂન, જુલાઈ અને ઓગસ્ટમાં કેસે નીચે તરફ આવી રહ્યા હતા અને કોરોના સંક્રમણ કાબુ કરવા રાજ્ય સરકાર સફળ નીવડી હતી. પરંતુ હવે રાજ્યમાં(Gujarat Corona Update) ફરી કેસોમાં ધીમી ગતિએ વધારો થઈ રહ્યો છે. 21મી ડિસેમ્બર 6 કોર્પોરેશનમાં કેસ નોંધાયા છે.

ગાંધીનગરઃ રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવતી કોરોનાની યાદીમાં છેલ્લા 24 કલાકની(Gujarat Corona Update) વાત કરવામાં આવે તો રાજ્યના 6 કોર્પોરેશન જેવા કે અમદાવાદ, બરોડા, ગાંધીનગર, સુરત અને જામનગર કોર્પોરેશન વિસ્તારમાં કોરોના પોઝિટિવના કેસ નોંધાયા છે. અમદાવાદ અને સુરતમાં ધીમી ગતિએ વધી કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં 33 પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે 10 દર્દીને રજા આપવામાં આવી છે.

24 કલાકમાં 87 કોરોના પોઝિટિવ કેસ

રાજ્યમાં(Corona cases in Gujarat) જ્યારે 33 જિલ્લામાંથી 08 જિલ્લામાં ખેડા, વલસાડ, નવસારી, આણંદ, કચ્છ, ભરૂચ, મહેસાણા, રાજકોટ જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે આમ સમગ્ર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં(Active cases in Gujarat) મદાવાદમાં 33, સુરત 12, બરોડા 11, રાજકોટ 06 સહિત 87 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા તેમજ 2 દર્દીનું મૃત્યુ થયા છે. આ ઉપરાંત 73 દર્દીઓ કોરોનાને માત આપી છે.

છેલ્લા 24 કલાકમાં 2,16,650 નાગરીકો વેક્સિન અપાઈ

21મી ડિસેમ્બરના રોજ રાજ્યમાં કુલ 2,16,650 નાગરિકોને વેક્સિન(Corona Vaccination in Gujarat) આપવામાં આવી છે. જ્યારે 18 વર્ષથી વધુ વયના 20,991 નાગરિકોને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો. તો 1,38,415 નાગરિકોને બીજો ડોઝ આપવામાં આવ્યો છે, જ્યારે સમગ્ર રાજ્યમાં કુલ 8,75,01,402 નાગરિકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.

રાજ્યમાં એક્ટિવ કેસ 589

રાજ્યની વર્તમાન પરિસ્થિતિની જો વાત કરવામાં આવે તો રાજ્યના આરોગ્ય વિભાગ(Health Department Gujarat) તરફથી મળતી માહિતી પ્રમાણે કુલ 589 જેટલા એક્ટિવ કેસ છે જેમાં 08 વેન્ટિલેટર પર અને 581 દર્દીઓ સ્ટેબલ છે અને કુલ મૃત્યુ 10,104 દર્દીના સારવાર દરમિયાન મૃત્યુ નોંધાયા છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 8,18,010 દર્દીઓએ કોરોનાને માત(India Fights Again Corona) આપી છે. જ્યારે ગુજરાતમાં રિકવરી રેટ(Recovery Rate in Gujarat) 98.71 ટકા સુધી પહોંચ્યો છે.

આ પણ વાંચોઃ ઇરશાદે શેખે ફેફસા 100 ટકા સંક્રમિત હોવા છતાં કોરોનાને પરાસ્ત કર્યો

આ પણ વાંચોઃ Rajkot School Corona Cases: સ્કૂલવાનમાં ઘેટાં-બકરાની જેમ વિદ્યાર્થીઓને ભરતા રાજકોટ RTOની કાર્યવાહી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.