Gujarat Cabinet Meeting: આજની કેબિનેટ બેઠકમાં ગીર અને ગૌમાતાના ફાયદા માટે લેવાયો નિર્ણય

author img

By

Published : May 18, 2022, 6:51 PM IST

Gujarat Cabinet Meeting: કેન્દ્રીય વન પર્યાવરણ પ્રધાન ભુપેન્દ્ર યાદવ ગીરની કરશે મુલાકાત સાથે નેસડાના રહીશો સાથે કરશે ચર્ચા

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે કેબિનેટ બેઠક (Gujarat Cabinet Meeting)યોજાઇ હતી. સાસણગીરમાં બે દિવસ પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સાસણ ગીરની મુલાકાત લેશે અને સાસણમાં નેસડામાં રહેતા નાગરિકો સાથે ખાસ ચર્ચા વિચારણા કરવામાં આવશે. ગૌમાતા પોષણ યોજનાની આજની કેબિનેટમાં યોજનાના અમલીકરણ બાબતે ચર્ચા કરવામાં આવી હતી.

ગાંધીનગર: રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે કેબિનેટ બેઠક (Gujarat Cabinet Meeting)યોજાઇ હતી. સવારે 11:30 કલાકે યોજાયેલી બેઠક 1:30 વાગ્યા આસપાસ પૂર્ણ થઈ હતી. બે કલાક ચાલેલી આ કેબિનેટ બેઠકમાં રાજ્ય સરકારના સેવા સેતુના આઠમા તબક્કાની ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત માર્ગ-મકાન વિભાગની એક એપ્લિકેશન સાથે જ કેન્દ્રીય વન અને પર્યાવરણ પ્રધાન ભૂપેન્દ્ર યાદવના પ્રવાસની(Bhupendra Yadav visit Sasan Gir)પણ ચર્ચા કરવામાં આવી છે.

કેબિનેટ બેઠક

કેન્દ્રીય વન પર્યાવરણ પ્રધાન ગુજરાતની મુલાકાતે - રાજ્ય સરકારના પ્રવક્તા પ્રધાન જીતુ વાઘાણી કેન્દ્રીય વન અને પર્યાવરણ પ્રધાન ભૂપેન્દ્ર યાદવના પ્રવાસ બાબત મહત્વની જાહેરાત કરી હતી. જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, સાસણગીરમાં બે દિવસ પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સાસણ ગીરની (Sasan Gir)મુલાકાત લેશે અને સાસણમાં નેસડામાં રહેતા નાગરિકો સાથે ખાસ ચર્ચા વિચારણા કરવામાં આવશે. આ ઉપરાંત ગીર જંગલમાં આવેલી રિસોર્ટના માલિકો સાથે પણ ચર્ચા વિચારણા કરીને તેમને પડતી તમામ તકલીફનો ઉકેલ લાવવામાં આવશે.

સુજલામ સુફલામ કામ પૂર્ણતાના આરે - ગુજરાત સરકાર દર ચોમાસાની સીઝન પહેલા ઉનાળાની ઋતુમાં સુજલામ સુફલામ યોજના(Sujalam Sufalam scheme ) અંતર્ગત નદી તળાવો ચેકડેમો સાફ-સફાઈ અને ઉંડા કરવાની કામગીરી હાથ ધરવામાં આવે છે. જેથી ચોમાસાની સિઝનમાં વધુ પાણીનો સંગ્રહ થઇ શકે અને પાણીના તળ ઉંડા જતા રોકી શકાય ત્યારે સૂચના MSU કામ બાબતે રાજ્ય સરકારના પ્રવક્તા પ્રધાન જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે સુજલામ સુફલામ યોજનાનું 84 ટકા જેટલું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે જેમાં 617 કરોડથી વધુનો ખર્ચ રાજ્ય સરકારને થયો છે જ્યારે અમુક કામ હજુ બાકી છે જે ચોમાસાની સીઝન પહેલા પૂર્ણ કરવામાં આવશે.

આ પણ વાંચોઃ Gujarat Cabinet Meeting: કેબિનેટ બેઠકમાં આજે આ મુદ્દા પર થશે ચર્ચા

ગૌ માતા પોષણ યોજના નું અમલીકરણ - રાજ્યસરકારે બજેટમાં ગૌમાતા પોષણ યોજનાની(Gau Mata Poshan Yojana)જાહેરાત કરવામાં આવી છે. આજની કેબિનેટમાં યોજનાનું અમલીકરણ બાબતે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં રાજ્ય સરકારે 500 કરોડ રૂપિયાની યોજના તૈયાર કરી છે જે અંતર્ગત રાજ્યના કુલ 4,42,000 પશુ અને લાભ મળશે જેમાં પશુ દીઠ રૂપિયા 30ની સહાય ગૌશાળાને અને પાંજરાપોળને આપવામાં આવશે. આ લાભ 1 એપ્રિલ 2020 થી રાજ્યની તમામ ગૌશાળા અને પાંજરાપોળને લાગુ થશે એની વાત કરવામાં આવે તો જે પાંજરાપોળ અને ગૌશાળા ગોપાલ આચાર્ય અને પ્રાકૃતિક ખેતી આધારિત ઘાસચારો અને ગોબર ગેસ પ્લાન્ટની સ્થાપના કરશે તેમને 10 કરોડની અલગ ગ્રાન્ટની પણ ફાળવણી કરવામાં આવશે.

આ પણ વાંચોઃ Gujarat Cabinet Meeting: રાજ્ય સરકારે કેબિનેટમાં કર્યા મહત્વના નિર્ણય, જાણો એક ક્લિક પર

માર્ગ મકાનની એપ્લિકેશન લોન્ચ - રાજ્યના પ્રધાન જીતુ વાઘાણીએ કેબીનેટ બેઠકમાં વધુ વિગત આપતા જણાવ્યું હતું કે માર્ગ અને મકાન વિભાગની એક ખાસ એપ્લિકેશન તૈયાર કરવામાં આવી જેમાં વિભાગ સહકાર અને પ્રજાને અનેક સવલતો આવનારા સમયમાં પૂરી થશે જે ફરિયાદ નિવારણ અને અને યોજનાનો લાભ પણ સીધેસીધો એ જનતાને મળે અને માહિતી પ્રાપ્ત થાય તે રીતનું માર્ગ અને મકાન વિભાગની એપ્લિકેશન તૈયાર કરવામાં આવી છે. કેબિનેટ બેઠકમાં પણ આ અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત હજુ 31 મે સુધી ચણાની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે ત્યારે આ વર્ષે રાજ્ય સરકારે મલક ચણાની ટેકાના ભાવે ખરીદી કરી હોવાની જાહેરાત પણ જીતુ વાઘાણીએ કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.