ETV Bharat / state

રાજ્યમાં શાંતિ અને સુરક્ષા માટે મહત્વના 2 કાયદા કેબિનેટ બેઠકમાં પસાર થયા, જુઓ વિગતવાર અહેવાલ

author img

By

Published : Sep 2, 2020, 7:52 PM IST

ગુજરાત રાજ્યમાં શાંતિ, સલામતી અને સુરક્ષાની અનુભૂતિ થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા કેબિનેટ બેઠકમાં મહત્ત્વના બે પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યા હતા. આ રાજ્યમાં પાસા કાયદાનો વ્યાપ વધારવાનો અને રાજ્યમાં ગુંડા એન્ડ એન્ટી સોશિયલ એક્ટિવિટી એક્ટનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. જે બન્ને પ્રસ્તાવ પાસ થયા હોવાનું રાજ્યના રાજયકક્ષાના ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું.

રાજ્યમાં શાંતિ, અને સુરક્ષા માટે મહત્વના 2 કાયદા કેબિનેટ બેઠકમાં પસાર થયા
રાજ્યમાં શાંતિ, અને સુરક્ષા માટે મહત્વના 2 કાયદા કેબિનેટ બેઠકમાં પસાર થયા

ગાંધીનગર : ગુજરાત રાજ્યમાં શાંતિ, સલામતી અને સુરક્ષાની અનુભૂતિ થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા બુધવારે કેબિનેટ બેઠકમાં મહત્ત્વના બે પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં રાજ્યમાં પાસાના કાયદાનો વ્યાપ વધારવાનો અને ગુંડા એન્ડ એન્ટી સોશીયલ એક્ટિવિટી એકટનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. આ બંને પ્રસ્તાવ પાસ થયા હોવાનું રાજ્યકક્ષાના ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું.

પાસા કાયદામાં સુધારા બાબતે પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, પાસા કાયદાનો વ્યાપ વધુ વિસ્તારીને સાયબર ક્રાઇમ, નાણા ધીરનાર સામે ગેરકાયદે વ્યાજના હપ્તા વસૂલવા સહિત શારીરિક હિંસા તેમજ ધમકી આપવી, જાતીય સતામણી જેવી અસામાજીક પ્રવૃતિઓ આચરનારા લોકોને પણ પાસા એક્ટ હેઠળ આવરી લેવામાં આવ્યા છે.

રાજ્યમાં શાંતિ અને સુરક્ષા માટે મહત્વના 2 કાયદા કેબિનેટ બેઠકમાં પસાર થયા, જુઓ વિગતવાર અહેવાલ
પ્રવર્તમાન સમયમાં સાયબર ટેક્નોલોજીને લગતા ગુનાઓ સહિત જાતીય સતામણી જેવા ગુનાઓના વધતા પ્રમાણને ધ્યાનમાં લઇને આ તમામ ગુનાઓને કડક હાથે ડામી દેવા પાસા એક્ટમાં સુધારાના વટહુકમની દરખાસ્ત રાજ્ય સરકાર બુધવારે મળનારી આગામી કેબિનેટ બેઠકમાં લાવશે.આ અધિનિયમ અંતર્ગત પાસાના કાયદામાં જે જોગવાઈઓ છે તે મુજબ IPC એક્ટ હેઠળના ગુનાનું સરકારી મિલકત પચાવી પાડે તેવી વ્યક્તિઓ તેમજ કેફી દ્રવ્યોની હેરાફેરીમાં સંડોવાયેલા, ડ્રગ ઓપનર, જુગારનો અડ્ડો ચલાવનારા વ્યક્તિઓ, ગૌવંશની હત્યા, હેરાફેરી કે વેચાણ કરનારા લોકો તથા દારુનો ગેરકાયદેસર ધંધો ચલાવનારા બુટલેગર વ્યક્તિઓ વિરુદ્ધ પાસા કાયદાની જોગવાઈનો ઉપયોગ કરી ધરપકડ કરી શકાશે.આ ઉપરાંત પાસા એક્ટ હેઠળ નાગરિકોને અસામાજીક તત્વોથી સુરક્ષા પૂરી પાડવા ગુજરાત ગુંડા એન્ડ એન્ટી સોશીયલ એક્ટિવિટીઝ પ્રિવેન્શન એક્ટનો પ્રસ્તાવ પણ આ કેબિનેટ બેઠકમાં મંજૂર થયો છે. આ કાયદો હિંસા, ધમકી અને બળજબરી કરીને કાયદાનું પાલન કરનાર નાગરિકોનું શોષણ કરતા ગુંડાતત્વોની અસામાજિક પ્રવૃત્તિને રોકવા માટે અસ્તિત્વમાં લાવવામાં આવ્યો છે. દારૂનો વેપાર, જુગાર, ગાયોના કતલ, બનાવટી દવાનું વેચાણ, વ્યાજખોરી, જમીન છીનવી લેવી, અપહરણ ગેરકાયદેસર હથિયારો વગેરે જેવી અસામાજીક પ્રવૃત્તિઓ આચરતા ગુંડા તત્વો સામે કાયદાકીય જોગવાઈ ઊભી કરવાના હેતુથી નવા અલગ કાયદાની દરખાસ્ત રજૂ કરવામાં આવી છે.ગુંડા એક્ટનું ઉલ્લંઘન કરનાર દોષિતને રૂપિયા 10 હજાર સુધીનો દંડ તેમજ છ મહિના સુધીની કેદની સજાની જોગવાઈ કરવામાં આવી છે.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.