ETV Bharat / state

નીતિનભાઈની પેટીમાંથી ખેડૂતને શું મળ્યું? જુઓ આ અહેવાલ

author img

By

Published : Feb 26, 2020, 3:31 PM IST

Updated : Feb 26, 2020, 5:53 PM IST

etv bharat
etv bharat

ગુજરાત વિધાનસભા બજેટ સત્ર શરૂ થઈ ચૂક્યું છે. નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે વિવિધ ક્ષેત્રનું બજેટ જણાવી રહ્યાં છે. જેમાં ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને ધિરાણ અને પાક વીમો અને સબસીડીમાં નરમાઈ દાખવી હોવાનું જણાવી આવે છે.

ગાંધીનગરઃ આજે બુધવારે ગુજરાત વિધાનસભાના બજેટ સત્રના પ્રથમ દિવસે બજેટ શરૂ થયું છે. નાણાં પ્રધાન નીતિન પટેલ રાજ્યનું વર્ષ 2020-21નું બજેટ રજૂ કરી રહ્યા છે. જેમાં તેમણે ખેડૂતોની સમસ્યાને ધ્યાનમાં રાખીને કૃષિલક્ષી જાહેરાત કરી છે.

જાણો કૃષિલક્ષી બજેટ....

રાજ્યનું નાણાકીય વર્ષ 2020-21 બજેટ રજૂ
રાજ્યનું નાણાકીય વર્ષ 2020-21 બજેટ રજૂ
  • રાજ્યના ખેડૂતોને ઝીરો ટકા વ્યાજ દરે ધિરાણ આપવા માટે રૂપિયા ૧૦૦૦ કરોડની જોગવાઈ,
  • કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે કુલ 7430 કરોડની જોગવાઈ
  • કેન્દ્ર સરકારે પાક વીમો મરજિયાત કર્યો છે પરંતુ જે ખેડૂતો પાક વીમો લેવા ઇચ્છતા હોય તેમને મદદ કરશે
  • રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના અંતર્ગત ૩૦૦ કરોડની જોગવાઈ,
  • મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજના અંતર્ગત રૂપિયા ૩૦૦ કરોડની જોગવાઈ, એકમ દિથ 30,000 ની સહાય,
  • કૃષિ યાંત્રિકીકરણ અંતર્ગત 29,000 ખેડૂતોને ટ્રેકટર દિઠ 45,000 થી 60,000 ની સહાય માટે 235 કરોડ ની જોગવાઈ
  • ખાતેદાર ખેડૂત અકસ્માત વીમા યોજના 72 કરોડ ની જોગવાઈ
  • ગુજરાત ઓર્ગેનિક એગ્રીકલ્ચર યુનિવર્સિટી પંચમહાલ જિલ્લાના હાલોલ ખાતે સ્થાપવા માટે 12 કરોડ ની જોગવાઈ
  • ગુજરાતના બજેટનુ કદ 2.17,287 કરોડ
  • ખેડૂતોના કલ્યાણ માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ રાજ્યના 48 લાખ ખેડૂતોને રૂ.3186 કરોડ સહાય ખેડૂતના ખાતામાં સીધી જમા થઈ છે
  • ઈઝ ઓફ ડુઈગ બિઝનેસ માં 43 ટકા સ્ટાર્ટ અપ ગુજરાતમાં
  • સ્ટેચ્યુ ઓફ યુનિટી નો 40 લાખ પ્રવાસીઓએ મુલાકાત કરી
  • પાંચ ટ્રીલીયન ડોલર ઈકોનોમી મા ગૌજરાત મોટુ યોગદાન આપશે
  • સૌનો સાથ સૌનો વિકાસ સૌના વિશ્વાસને કેન્દ્ર સ્થાને રાખી અંદાજ પત્ર તૈયાર કરાયુ
  • પાક વીમા યોજના કેન્દ્ર સરકારે ફરજિયાતમાંથી મરજિયાત કરી છે
  • જે વીમા પ્રિમિયમ ભરવા માટે ગુજરાત સરકારે રૂપિયા 1190 કરોડની જોગવાઈ કરી છે
  • કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે કુલ ૨૭,૪૨૩ કરોડની જોગવાઈ
  • વર્ષ 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવા માટે ગુજરાત સરકાર સતત પ્રયત્નશીલ છે
  • રાજ્યના ખેડૂતો સહકારી તેમજ રાષ્ટ્રીયકૃત બેન્ક મારફત દર વર્ષે આશરે ૨,૩૯,૦૦૦ કરોડનું ટુંકી મુદતનું પાક ધિરાણ મેળવે છે
  • રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના અંતર્ગત કૃષિ અને સંલગ્ન ક્ષેત્રોના વિવિધ પ્રોજેકટ માટે ૩૦૦ કરોડની જોગવાઇ
  • ખેડૂતોને ખેતરમાં નાના ગોડાઉન - ઓન ફાર્મ સ્ટોરેજ સ્ટ્રકચર બનાવવા માટે એકમ દીઠ ૩૦,૦૦૦ સહાય આપવામાં આવશે
  • કૃષિ યાંત્રિકીકરણ અંતર્ગત ૨૯,૦૦૦ ખેડૂતોને ટ્રેક્ટર દીઠ ૨૪૫ ,૦૦૦ થી ૨૬૦,૦૦૦ની સહાય
  • તેમજ આશરે ૩૨,૦૦૦ ખેડૂતોને વિવિધ ઓજારોની ખરીદીમાં સહાય આપવા ૨૨૩૫ કરોડની જોગવાઈ
  • ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરનાર ખેડૂતને એક ગાય દીઠ નિભાવ ખર્ચ માસિક ૨૯૦૦ એટલે કે વાર્ષિક ૧૦,૮૦૦ સહાય આપવામાં આવશે
  • લોકોને સ્વાથ્યપ્રદ ઓર્ગેનિક અનાજ અને શાકભાજી મળી રહેશે તેમજ ગૌ સેવાનો લાભ પણ મળશે.
  • આ યોજના અંતર્ગત અંદાજે ૫૦ હજાર ખેડૂતોને આવરી લેવા માટે ૪૫૦ કરોડની જોગવાઇ
  • ખેડૂતોને હળવા ભારવાહક વાહનની ખરીદી માટે પ્રથમ તબકકે અંદાજિત પાંચ હજાર ખેડૂતોને લાભ આપવા ૨૩૦ કરોડની જોગવાઈ
  • એગ્રો અને ફૂડ પ્રોસેસીંગ એકમોને સહાય આપવા ૨૩૪ કરોડની જોગવાઈ
  • ખેડૂતોને તેમના ખેત ઉત્પાદનો રેલવે સ્ટેશન કે એરપોર્ટ સુધી પહોંચાડવા માટે સહાય આપવામાં આવશે, જે માટે ૧૦ કરોડની જોગવાઇ
    નીતિનભાઈની પેટીમાંથી ખેડૂતને શું મળ્યું? જુઓ આ અહેવાલ

બાગાયત

  • - ફળફળાદી, શાકભાજી બગડી ન જાચ તે માટે મોટી સાઇઝની છત્રીઓ આપવામાં આવશે, આવા અંદાજે ૬૫ હજાર છૂટક વેચાણકારો માટે ૨૮ કરોડની જોગવાઇ
  • - ઇ - નામાં સાથે સાંકળી બાગાયતી ઉત્પાદનોને રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બજારો સુધી વિકસિત કરવા રૂ ૨૫ કરોડની જોગવાઈ
  • - બાગાયતી પાકના મૂલ્ય વર્ધન માટે કૌશલ્ય વર્ધન અંગેની તાલીમ આપવા ૬ કરોડની જોગવાઈ
  • - જામનગર જિલ્લામાં નવું સેન્ટર ઓફ એકસલેન્સ ઊભું કરવા રૂ ૨ કરોડની જોગવાઇૉ
  • - કૃષિ યુનિવર્સીિટીઓ માટે કૃષિ સંશોધન અને શિક્ષણના કાર્યક્રમોને સઘન બનાવવા કુલ ૭૫૦ કરોડની જોગવાઈ
Last Updated :Feb 26, 2020, 5:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.