ETV Bharat / state

Gujarat Assembly 2022 : સરકારી કોલેજમાં MBBS પાસ થયેલા 1,155 ડોક્ટરો ફરજ પર હાજર થયા નથી

author img

By

Published : Mar 30, 2022, 7:44 PM IST

ગુજરાત વિધાનસભામાં (Gujarat Assembly 2022 )પ્રશ્નોત્તરી કાળ દરમિયાન કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા સરકારી કોલેજોમાંથી MBBS પાસ થયેલા ડોક્ટરોની નિમણુંક અંગે આરોગ્ય પ્રધાનને પ્રશ્ન કરવામાં આવ્યો હતો. આરોગ્ય પ્રધાને કહ્યું કે 1,730 ડોક્ટરોની નિમણુંક કરવામાં આવી હતી. જેમાં 1,155 ડોક્ટરો હાજર થયા નથી. જેમની પાસેથી રૂપિયા 49,35,00,000 કરોડ જેટલી બોન્ડની રકમ વસુલવાની બાકી છે.

Gujarat Assembly 2022 : સરકારી કોલેજમાં MBBS પાસ થયેલા 1,155 ડોક્ટરો ફરજ પર હાજર થયા નથી
Gujarat Assembly 2022 : સરકારી કોલેજમાં MBBS પાસ થયેલા 1,155 ડોક્ટરો ફરજ પર હાજર થયા નથી

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભામાં પ્રશ્નોત્તરી કાળ દરમિયાન કોંગ્રેસના ધારાસભ્યો (Gujarat Assembly 2022 )દ્વારા આરોગ્ય પ્રધાનને પ્રશ્ન કરવામાં આવ્યો કે જે ડોક્ટરોને નિમણુંક બાદ ફરજ પર હાજર ના થયા તેમની કેટલી બોન્ડની રકમ વસુલાત (Bond recovery from MBBS Doctor)બાકી છે. ગુજરાત રાજ્યના 30 જિલ્લામાં વર્ષ 2019 અને 2020માં સરકારી કોલેજોમાંથી MBBS પાસ થયેલા ડોક્ટરોની નિમણુંક આપેલ હતી. જેમાં 1,730 ડોક્ટરો પોતાની ફરજ પર હાજર થયા ન હતા. એક વર્ષ પછી પણ 1,630 ડોક્ટરો પોતાની ફરજ પર હાજર થયેલા નથી. હાજર થયેલા ના હોય તેવા 1,155 ડોક્ટરો પાસેથી રૂપિયા 49,35,00,000 કરોડ જેટલી બોન્ડની રકમ વસુલવાની બાકી છે.

સરકારી કોલેજોમાંથી MBBS પાસ થયેલા ડોક્ટરો
સરકારી કોલેજોમાંથી MBBS પાસ થયેલા ડોક્ટરો

આ પણ વાંચોઃ Gujarat Assembly 2022: મહિલાઓને આત્મરક્ષા માટે બંદૂકના લાયસન્સ આપો : ગેની ઠાકોર

સરકારી કોલેજમાં MBBS પાસ થયેલા ડોક્ટરો - સરકારી કોલેજમાં MBBS પાસ થયેલા( Government MBBS College)ડોક્ટરોમાં દાહોદમાં 269 ડોક્ટરો પોતાની ફરજ પર હાજર થયેલા નથી જેમની 1,22,60,0000ની બોન્ડની રકમ ઉઘરાણી રાજ્ય સરકારે કરવાની બાકી છે. તેમજ છોટા ઉદેપુરમાં 180 ડોક્ટરો ફરજ પર હાજર થયા નથી તેમજ તેમની 80,90,0000 બોન્ડની વસુલાત બાકી છે. અમદાવાદમાં 5 ડોક્ટરો પાસેથી 25,00,000ની વસુલાત બાકી છે. કચ્છમાં 102 ડોક્ટરો પાસેથી 40,50,0000ડોક્ટરો પાસેથી વસુલાત બાકી છે. રાજ્યમાં 1,155 ડોક્ટરો હાજર થયા નથી. જેમની પાસેથી 49,35,00,000 બોન્ડની રકમ વસુલાત બાકી છે.

ડોક્ટરો પાસે બોન્ડની વસુલાત બાકી - આમ રાજ્યમાં 30 જિલ્લામાંથી સરકારી કોલેજ માંથી MBBSપાસ થયેલા ડોક્ટરોની નિમણુંક આપેલી હતી. પરંતુ ડોક્ટરો પોતાની ફરજ પર હાજર થયા નથી તેથી તેમની પાસેથી રાજ્ય સરકારને 49,35,00,000 બોન્ડની રકમ વસુલાત કરવાની બાકી છે.

આ પણ વાંચોઃ Gujarat Assembly 2022: પોતાના 10 વીજમથક, છતાં તાતા, અદાણી,એસ્સાર જોડેથી ઊંચા ભાવે વીજળીની ખરીદી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.