ETV Bharat / state

Gujarat Assembly Budget Session 2023: અનુસૂચિત જનજાતિના યુવાનો માટે અદાણી જોડે કરાર હતા પણ યુવાનોએ તાલીમ જ ન લીધી

author img

By

Published : Mar 2, 2023, 2:24 PM IST

સરકારે અનુસૂચિત જનજાતીના યુવાઓની સ્કિલ માટે અદાણી જોડે કરાર કર્યા
સરકારે અનુસૂચિત જનજાતીના યુવાઓની સ્કિલ માટે અદાણી જોડે કરાર કર્યા

સરકારે અનુસૂચિત જનજાતિના યુવાનોની સ્કિલ માટે અદાણી જોડે કરાર કર્યા હતા. જેમાં 7.87 લાખ ચુકવણી કરવામાં આવી છે. પરંતુ નવાઇની વાત એ છે કે એક પણ યુવાને તાલીમ જ ન લીધી. ધારાસભ્ય હેમંત આહિરના સવાલના જવાબમાં સરકારે વિધાનસભામાં લેખિતમાં જવાબ આપ્યો હતો.

ગાંધીનગર: ગુજરાત સરકાર દ્વારા યુવાઓની સ્કિલ વધારવા માટે કરોડો રૂપિયાનો ખર્ચો કરવામાં આવે છે. ત્યારે સામાજિક ન્યાય અને અધિકારી વિભાગ દ્વારા ગુજરાતના અનુસૂચિત જાતિના યુવા યુવતીઓની સ્કિલ વધારવા માટે પણ ખાસ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો. પરંતુ આ પ્રોજેક્ટ ફક્ત કાગળ ઉપર ગયો હોય તેવું જ લાગી રહ્યું છે. જે બાબતે વિધાનસભામાં પણ સરકારે લેખિતમાં જવાબ આપ્યો હતો. જેમાં એક પણ યુવાનોએ સ્કીમમાં ભાગ જ લીધો નથી.

આ પણ વાંચો Gujarat Assembly: ગુજરાત વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા તરીકે અમિત ચાવડાએ ચાર્જ સંભાળ્યો

અદાણી સાથે કર્યો હતો કરાર: ગુજરાત વિધાનસભાની પ્રશ્નોત્તરીમાં જામજોધપુરના ધારાસભ્ય હેમંત આહિરે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના પ્રધાનને પ્રશ્ન કર્યો હતો. જેમાં તેમણે કહ્યું કે અદાણી સ્ક્રીન ડેવલોપમેન્ટ સાથે અનુસૂચિત જાતિના યુવા યુવતીઓને તાલીમ માટે કોઈ કરાર કે હુકમ છેલ્લા બે વર્ષમાં કરવામાં આવ્યા છે કે નથી. તેના પરથી ઉત્તરમાં સરકારે લેખિતમાં જણાવ્યું હતું કે પાંચ માર્ચ 2019 અને 6 ઓગસ્ટ 2019 ના રોજ સ્કિલ ડેવલોપમેન્ટ માટે અદાણીને વર્ક ઓર્ડર આપવામાં આવ્યા હતા. જેમાં કુલ 13.98 કરોડના હુકમ કરવામાં આવ્યા છે. જ્યારે આ તાલીમ કરાર હેઠળ સરકારે 2 વર્ષમાં 7.87 લાખ નું ચુકવણું પણ કરી દેવામાં આવ્યું છે. જ્યારે સમગ્ર કાર્યવાહી કરાર ટેન્ડર પ્રક્રિયા વગર જ કરવામાં આવી છે.

આ પણ વાંચો ગાંધીનગરમાં દીપડાની લટાર, વન વિભાગની 4 ટીમ સર્ચ ઓપરેશનમાં લાગી

કેટલા યુવાઓને લીધી તાલીમ: જામજોધપુરના ધારાસભ્ય હેમંત આહીરે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના અનુસૂચિ જાતિ કલ્યાણ અને અદાણી સ્કીલ ડેવલોપમેન્ટ વચ્ચે થયેલા કરાર બાબતે કેટલા યુવા યુવતીઓએ તાલીમ આપવામાં આવી છે. તેના ગતિ ઉત્તરમાં રાજ્ય સરકારે જણાવ્યું હતું કે છેલ્લા બે વર્ષમાં એક પણ અનુસૂચિત જાતિના યુવા યુવતીઓએ તાલીમ જ લીધી નથી. આમ વર્ષ 2021 માં 00 યુવક યુવતીઓ અને વર્ષ 2022માં 00 યુવક યુવતીઓ તાલીમ લીધી જ નથી. જોકે, ગુજરાત વિધાનસભાના બજેટ સત્રમાં સરકારે ઘણા બધા વિભાગો થયેલી કામગીરીના રીપોર્ટ આપેલા છે. ખાસ કરીને પશુ અને ખેતિ ક્ષેત્રમાં થયેલી કામગીરીમાં અહેવાલ શરમજનક હોવાનું વિપક્ષનું માનવું છે. વિપક્ષના હોબાળા વચ્ચે ગુજરાતી ભાષાનું ફરજિયાત શિક્ષણ અને પેપરલીક મામલે તૈયાર થયેલા કાયદાના બિલ પર મોટું કામ થયું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.