ETV Bharat / state

રથયાત્રા બાદ ભાદરવી પૂનમના મેળા પર લટકતી તલવાર, સરકારે બેઠક યોજી પણ નિર્ણય નહીં

author img

By

Published : Jul 15, 2020, 5:15 PM IST

રથયાત્રા બાદ ભાદરવી પૂનમના મેળા પર લટકતી તલવાર, સરકારે બેઠક યોજી પણ નિર્ણય નહીં
રથયાત્રા બાદ ભાદરવી પૂનમના મેળા પર લટકતી તલવાર, સરકારે બેઠક યોજી પણ નિર્ણય નહીં

રાજ્યમાં કોરોનાનો કહેર સતત વધતો જઈ રહ્યો છે, ત્યારે અષાઢી બીજના દિવસે યોજાતી રથયાત્રા પણ પોતાના કારણે રદ્દ કરવામાં આવી હતી. ત્યારબાદ હવે રથયાત્રા બાદ સૌથી ઈતિહાસીક માનવામાં આવતો ભાદરવી પૂનમના અંબાજીનો મેળા પર પણ હવે લટકતી તલવાર હોય તેવું લાગી રહ્યું છે. સરકારે ભાદરવી પૂનમ બાબતે બેઠક તો કરી પરંતુ હજુ સુધી કોઇ નિર્ણય લેવામાં આવ્યો નથી.

ગાંધીનગર: અંબાજીમાં ભાદરવી પૂનમ દરમિયાન યોજાતા મેળાને લઈને રાજ્યના યાત્રાધામના કેબિનેટ પ્રધાન દિલીપ ઠાકોર રાજ્યકક્ષાના પ્રધાન વિભાવરીબેન દવે બનાસકાંઠાના જિલ્લા કલેકટર અને એસ.પી સહિતના ઉચ્ચ અધિકારીઓ વચ્ચે બેઠક યોજવામાં આવી હતી. આ સાથે જ ભાદરવી પૂનમ દરમિયાન અંબાજીમાં મેળો જોવો કે નહીં તે બાબતની પણ ખાસ ચર્ચાઓ કરવામાં આવી હતી. ત્યારે એક કલાક સુધી ચાલેલી બેઠકમાં હજુ સુધી કોઇ જ પ્રકારનો નિર્ણય નથી કરાયા હોવાનો નિવેદન બનાસકાંઠાના જિલ્લા કલેક્ટર સંદીપ સાંગલે આપ્યું હતું.

રથયાત્રા બાદ ભાદરવી પૂનમના મેળા પર લટકતી તલવાર
રથયાત્રા બાદ ભાદરવી પૂનમના મેળા પર લટકતી તલવાર

બનાસકાંઠા જિલ્લા કલેકટર સંદીપ સાંગલે વધુમાં જણાવ્યું કે, અંબાજીમાં ભાદરવી પૂનમ આ બાબતે ભરાતો મેળા અંગેની ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં મેળો યોજવો તો કેવી રીતે યોજવો તે અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી છે. જ્યારે આ બાબતે હજી સુધી રાજ્ય સરકાર દ્વારા કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી, પરંતુ ટૂંક સમયમાં જ રાજ્ય સરકાર આ બાબતે નિર્ણય જાહેર કરશે.

રથયાત્રા બાદ ભાદરવી પૂનમના મેળા પર લટકતી તલવાર, સરકારે બેઠક યોજી પણ નિર્ણય નહીં

અંબાજી મેળા બાબતે પગ પાળા જતા અનેક સંઘો દ્વારા રજુઆતો કરવામાં આવી હતી, ત્યારે અંબાજીથી અને અનેક વિસ્તારોમાંથી ચાલતા-ચાલતા લોકો સંઘ લઈને અંબાજી પહોંચતા હોય છે. ત્યારે આ વર્ષે કોરોના દરમ્યાન પણ પરમિશન આપવામાં આવશે કે નહીં તે પણ રાજ્ય સરકારના નિર્ણય પર આધારિત રહેશે, જ્યારે બેઠકમાં સંઘના દર્શન બાબતે પણ ખાસ ચર્ચાઓ કરવામાં આવી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.