ETV Bharat / state

Gandhinagar News : બોર્ડની પરીક્ષામાં ચોરી કરનારા વિદ્યાર્થીઓને આકરી સજા ફટકારાઇ, 123 દોષમુક્ત

author img

By

Published : Jul 1, 2023, 8:52 PM IST

Updated : Jul 1, 2023, 9:31 PM IST

Gandhinagar News : બોર્ડની પરીક્ષામાં ચોરી કરનારા 14 વિદ્યાર્થીઓને આકરી સજા ફટકારાઇ, 123 દોષમુક્ત
Gandhinagar News : બોર્ડની પરીક્ષામાં ચોરી કરનારા 14 વિદ્યાર્થીઓને આકરી સજા ફટકારાઇ, 123 દોષમુક્ત

બોર્ડની પરીક્ષામાં ચોરી કરનારા 14 વિદ્યાર્થીઓને 2 વર્ષ પરીક્ષા ન આપી શકે તેવી આકરી સજા ફટકારવામાં આવી છે. તો 123 વિદ્યાર્થીઓને દોષમુક્ત જાહેર કરવામાં આવ્યાં છે.

ગાંધીનગર : ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ મહિનામાં ધોરણ 10 અને 12 વિજ્ઞાન તથા સામાન્ય પ્રવાહની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં લાખોની સંખ્યામાં ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. ઉપરાંત પરીક્ષામાં કોઈપણ પ્રકારની ગેરરીતિ ન થાય તેને ધ્યાનમાં લઈને રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા કોડ ની રચના ઉપરાંત સીસીટીવીમાં માધ્યમથી પણ સર્વેલન્સ રાખવામાં આવ્યું હતું. ત્યારે માર્ચ 2023માં લેવાયેલી પરીક્ષામાં શિક્ષણ બોર્ડ દ્વારા સીસીટીવીના માધ્યમથી કુલ 1130 વિદ્યાર્થીઓ ગેરરીતિ કરતા ઝડપાયા હતાં. જેમાં ગેરરીતિ કરનારા વિદ્યાર્થીઓને સજા પણ આપવામાં આવી છે.

કેટલા કેસ આવ્યા હતા સામે : માર્ચ 2023 માં રાજ્યના શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવેલ બોર્ડની ધોરણ 10 અને 12 ની પરીક્ષામાં શિક્ષણ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓ પછી સીસીટીવીના માધ્યમથી પણ નજર રાખવામાં આવી હતી. આમ કુલ 1120 જેટલા 1120 કેસ આ વખતની બોર્ડ પરીક્ષા દરમિયાન કરવામાં આવ્યા હતાં. જ્યારે 103 વિદ્યાર્થીઓ દોષમુક્ત જાહેર કરાયાં છે.

ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષામાં જે વિદ્યાર્થીઓ ગેરરીતિ કરતા પકડાયા હતાં તેમાં શિક્ષણ બોર્ડ દ્વારા સીસીટીવીના આધારે ચોરી પકડવાથી કામગીરી શિક્ષણ બોર્ડ દ્વારા હાથ ધરવામાં આવી હતી. જેમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 26 કેસ, સામાન્ય પ્રવાહમાં 345 કેસ અને ધોરણ 10 માં કુલ 749 કેસ સીસીટીવીના માધ્યમથી ગોતવામાં આવ્યાં હતાં. આમ કુલ 1120 જેટલા કેસ ચાલુ વર્ષે પરીક્ષા દરમિયાન કરવામાં આવ્યા હતાં...એમ. કે. રાવલ(પરીક્ષા નિયામક)

બોર્ડ પરીક્ષામાં ચોરી કરતા વિદ્યાર્થીઓને સજા : ચોરી કરતાં પકડાયેલા વિદ્યાર્થીઓને સજા પણ જાહેર કરવામાં આવી છે. જેમાં વિગતો જોઇએ તો 15 વિદ્યાર્થીઓ 2 વર્ષ સુધી પરીક્ષા નહીં આપી શકે. 946 વિદ્યાર્થીઓ માર્ચ પરીક્ષામાં ચોરી કરતાં પકડાયાં હોય તેને જુલાઈમાં ફરી પરીક્ષા આપવાની સજા અપાઇ છે. સૌથી વધુ ગેરરીતિના કેસ ધોરણ 10ના વિદ્યાર્થીઓ સામે નોંધાયા છે. જેમાં ધોરણ 10માં કુલ 749, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 26 કેસ અને સામાન્ય પ્રવાહમાં 345 કેસ નોંધાયા હતાં. આ તમામ કેસમાં CCTVના માધ્યમથી ગેરરીતિ ઝડપાઇ હતી.

તમામ વિદ્યાર્થીઓની સુનાવણી કરાઈ : પરીક્ષા નિયામક એમ.કે. રાવલે વધુમાં જણાવ્યું હતું કે બોર્ડની પરીક્ષા દરમિયાન ગેરરીતિ કરનારા આવા તમામ વિદ્યાર્થીઓ અને વાલીઓને સુનાવણી રાખવામાં આવી હતી. પાંચ દિવસ સુધી તેમને સાંભળવામાં આવ્યા હતા. દરેક બાળકને પોતાનો પક્ષ રાખવા માટેની તક આપવામાં આવી હતી. જ્યારે સીસીટીવીના દ્રશ્ય પરીક્ષા સમિતિ સમક્ષ પણ રજૂ થયા ત્યારે પરીક્ષા સમિતિ દ્વારા એવું લાગ્યું કે કયા કયા વિદ્યાર્થીઓ નિર્દોષ છે ? તેવા કિસ્સામાં વિજ્ઞાન પ્રવાહના 6 વિદ્યાર્થીઓ અને સામાન્ય પ્રવાહના 49 અને ધોરણ 10માં કુલ 48 વિદ્યાર્થીઓ દોષમુક્ત જાહેર કરવામાં આવ્યા છે.

16 વિદ્યાર્થીઓને 2 વર્ષની સજા : પરીક્ષામાં ગેરરીતિ બાબતે પરીક્ષા સમિતિ દ્વારા વિદ્યાર્થીઓને સજા પણ સંભળાવવામાં આવી હતી જેમાં 103 જેટલા વિદ્યાર્થીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતાં. 946 વિદ્યાર્થીઓને સામાન્ય સજા અને 16 જેટલા વિદ્યાર્થીઓને બે વર્ષની સજા કરવામાં આવી છે.

પરીક્ષા ચોરીમાં સજાના પ્રકાર : આ બાબતે પરીક્ષા નિયામક એમ કે રાવલે વધુમાં નિવેદન આપ્યું હતું કે સામાન્ય સજાની વાત કરવામાં આવે તો વિદ્યાર્થીઓ જે વિષયમાં ચોરી કરતા હતા તે વિષયનું પરિણામ રદ કરીને જુલાઈ માસમાં તે જ વિષયની પરીક્ષા આપવા દેવામાં આવશે. જેમાં વિજ્ઞાન પ્રવાહ 20, સામાન્ય પ્રવાહ 286 અને ધોરણ 10 માં 640 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. અઘરી સજાની વાત કરવામાં આવે તો જે વિદ્યાર્થી જે વિષયની પરીક્ષામાં કોપી કેસ કરતા પકડાયા હોય તે વિષયનું પરિણામ જ રદ કરીને વર્ષ 2024માં તે પરીક્ષા આપશે. તેમાં વિજ્ઞાન પ્રવાહમાં આવા એક પણ કેસ નોંધાયા નથી, પરંતુ સામાન્ય પ્રવાહમાં 16 કેસ અને ધોરણ 10માં 14 કેસ છે. સખત સજાની વાત કરવામાં આવે તો વિજ્ઞાન પ્રવાહના 6, સામાન્ય પ્રવાહના 6 અને ધોરણ 10ના 4 જેટલા વિદ્યાર્થીઓને 2 વર્ષ સુધી પરીક્ષા ન આપી શકે તેવી સજા ઉપરાંત માર્ચ 2023માં લીધેલ બોર્ડની પરીક્ષાનું સમગ્ર પરિણામ પણ અટકાવી દેવામાં આવ્યું છે.

  1. પરીક્ષાના CCTV આવ્યા સામે, ચોરી કરતા ચકચાર,શિક્ષણપ્રધાનને લખ્યો પત્ર
  2. Surat Crime : લાખોની ચોરી કરીને બોર્ડની પરીક્ષા આપવા ગયો વિદ્યાર્થી, મદદ કરનાર માતા પિતાની ધરપકડ
  3. એક બે નહી પણ 95 વિદ્યાર્થીઓ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષામાં ચોરી કરતા ઝડપાયા
Last Updated :Jul 1, 2023, 9:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.