ગાંધીનગર : ગુજરાત વિધાનસભાના બજેટ સત્ર બાદ ગત અઠવાડિયે પંચાયતી સમિતિ, જાહેર હિસાબ સમિતિ, જાહેર સાહસોની સમિતિની જાહેરાત કરી હતી. ત્યારે આજે ફરી બાકી રહેલી તમામ સમિતિઓની સત્તાવાર જાહેરાત ગુજરાત વિધાનસભા દ્વારા કરવામાં આવી છે. ગુજરાત વિધાનસભામાં 14 સમિતિઓની રચના કરાઈ છે. જેમાં 6 સમિતિઓમાં એક એક સભ્યની નિમણૂક હજુ બાકી રાખવામાં આવી છે.
14 કમિટીઓમાં સભ્યોની નિમણૂક આજે કુલ 14 જેટલી સમિટીઓમાં સભ્યોની નિમણૂક કરવામાં આવી છે જેમાં નિયમો માટેની સમિતિ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના કલ્યાણ માટેની સમિતિ અનુસૂચિત જનજાતિના કલ્યાણ માટેની સમિતિ વિશેષ અધિકાર સમિતિ ખાતરે સમિતિ ગૌણ વિધાન સમિતિ ગ્રંથાલય સમિતિ સદસ્ય નિવાસ સમિતિ સભ્યના અંગેની સમિતિ જેવી કુલ અલગ અલગ 14 જેટલી કમિટીઓની રચના કરવામાં આવી છે.
કઈ કમિટીંના કોણ પ્રમુખ ગુજરાત વિધાનસભામાં 14 કમિતિઓની રચના કરવામાં આવી છે તેના પ્રમુખોના નામ પણ જાહેર કરવામાં આવ્યાં છે. જેમાં નિયમો માટેની સમિતિમાં કિરીટ પટેલ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના કલ્યાણ માટેની સમિતિમાં અલ્પેશ ઠાકોર, અનુસૂચિત જનજાતિઓના કલ્યાણ માટેની સમિતિમાં અભેસિંહ તડવી, અનુસૂચિત જાતિઓના કલ્યાણ માટેની સમિતિમાં ઇશ્વર પરમાર, વિશેષ અધિકાર સમિતિમાં સંગીતાબેન પાટીલ, સરકારે આપેલી ખાતરીઓ માટેની સમિતિમાં કિરીતસિંહ રાણા, ગૌણ વિધાન સમિતિમાં અનિરુદ્ધ દવે, ગ્રંથાલય સમિતિમાં અધ્યક્ષ શંકર ચૌધરી, સદસ્ય નિવાસ સમિતિમાં કેશાજી ચૌહાણ, સભ્યોના ભથ્થા અંગેના નિયમો માટેની સમિતિમાં આર.સી. પટેલ, સભાગૃહના મેજ ઉપર મુકાયેલા કાગળ માટેની સમિતિમાં શિવભાઈ ગોહિલ, સભાગૃહને બેઠકોમાંથી સભ્યોની ગેરહાજરી બાબતની સમિતિમાં મહેશ કસવાલા, અરજી સમિતિમાં ઉપાધ્યક્ષ, જેઠા ભરવાડ અને
બિનસરકારી સભ્યોના કામકાજ માટેની સમિતિમાં હીરાભાઈ સોલંકીની પ્રમુખ તરીકે નિમણૂક કરાઇ છે.
આ પણ વાંચો Gandhinagar News : 20 વર્ષ પહેલાની સ્વાગત કાર્યક્રમની સિદ્ધિને યુનાઇટેડ નેશન્સે એવોર્ડ આપી વધાવી
6 સમિતિઓમાં 1 સભ્યની ઓછી નિમણુંક? ગુજરાત વિધાનસભા દ્વારા સમિતિઓના સભ્યોની અને સમિતિઓની રચના કરવામાં આવી છે. ત્યારે છ સમિતિઓ એવી છે કે જેમાં એક એક સભ્યોને નિમણૂક અધ્યક્ષ દ્વારા આવનારા દિવસોમાં કરવામાં આવશે તેવી સત્તાવાર જાહેરાત પણ કરવામાં આવી છે. આમ આગામી દિવસોમાં 14 પૈકી 6 જેટલી સમિતિઓ પર એક એક સભ્યની નિમણૂક ફરીથી કરવામાં આવશે. જ્યારે ગુજરાત વિધાનસભાની જુદી જુદી સમિતિઓ ઉપર નાણાકીય વર્ષ 2023- 24 માટે નિમણૂક કરવામાં આવી છે.