ETV Bharat / state

વિઝા કન્સલટન્સીઓ પરના દરોડાઓને લઇ બહાર આવી સીઆઈડી ક્રાઇમની ઓપરેશન મેથડ, 3 અરજીઓ મળી ને શરુ થઇ કાર્યવાહી

author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 16, 2023, 6:55 PM IST

વિઝા કન્સલટન્સીઓ પરના દરોડાઓને લઇ બહાર આવી સીઆઈડી ક્રાઇમની ઓપરેશન મેથડ, 3 અરજીઓ મળી ને શરુ થઇ કાર્યવાહી
વિઝા કન્સલટન્સીઓ પરના દરોડાઓને લઇ બહાર આવી સીઆઈડી ક્રાઇમની ઓપરેશન મેથડ, 3 અરજીઓ મળી ને શરુ થઇ કાર્યવાહી

અમદાવાદ સહિત અન્ય શહેરોમાં સીઆઈડી ક્રાઇમ દ્વારા વિઝા કન્સલટન્સીઓ પરના દરોડાઓને લઇ ભારે ચર્ચાઓ છે. ત્યારે સમગ્ર કાર્યવાહી બાબતે સીઆઈડી ક્રાઇમની ઓપરેશન મેથડ વિશે માહિતી આપવામાં આવી હતી. અરજી મળી તે બાદ 30 દિવસ બોગસ કસ્ટમર મોકલ્યાં હતાં. તો રેડ કરવા અધિકારીઓને ફક્ત લોકેશન અપાયું હતું પણ ક્યા પ્રકારની રેડ કરવાની છે એ બંધ કવરમાં હતું.

30 દિવસ બોગસ કસ્ટમર મોકલ્યાં

ગાંધીનગર : ગુજરાતમાં લોકોને વિદેશ જવાનો ગાંડો ક્રેઝ હોય છે અને તેનો ગેરલાભ વિઝા એજન્ટ અને કન્સલ્ટન્સી ઓફિસ દ્વારા લેવામાં આવે છે. જેમાં જો કોઈ વ્યક્તિને વિદેશમાં ભણવા જવાની કામ કરવાની ખૂબ લાલસા હોય ત્યારે ઈમીગ્રેશન એજન્ટો દ્વારા ખોટા દસ્તાવેજ અને ડોક્યુમેન્ટ બનાવીને તે લોકોને વિદેશ મોકલતા હોય છે. ત્યારે વિદેશ ગયા હોય પરંતુ વિદેશની અંદર એન્ટ્રી ના મળી હોય તેવી ઘટનાની અરજી ગાંધીનગર CID ને હાથ લાગી અને ત્યારબાદ ગાંધીનગર CIDનું ઓપરેશન શરૂ થયું.

ક્યારથી ઓપરેશન શરૂ થયું : સમગ્ર ઓપરેશન બાબતે સીઆઇડી ક્રાઇમના ADGP રાજકુમાર પાંડિયને મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે છેલ્લા 2 મહિનામાં CID ક્રાઇમને 3 જેટલી અરજીઓ પ્રાપ્ત થઈ હતી. જે અરજીઓના આધારે CID ટીમ દ્વારા અમદાવાદ બરોડા અને ગાંધીનગરમાં ફક્ત 30 દિવસ સુધી તો સર્વેલન્સ કરવામાં આવ્યું હતું. જ્યારે બોગસ કસ્ટમર તરીકે CID ના કર્મચારીઓને મોકલવામાં આવ્યા હતાં અને આ દરમિયાન જ CID ને કંઈક રંધાઈ રહ્યું છે, મજબૂત પુરાવા મળશે તેવુ લાગતા જ 15 ડિસેમ્બર ના રોજ 17 જેટલી ટીમ દ્વારા રેડ કરવામાં આવી હતી. આ રેડમાં અધિકારીઓને પણ કોઈ માહિતી આપવામાં આવી ન હતી.

રેડ કરવા માટે 1 SP, 4 DYSP ની અધ્યક્ષતામાં ટીમ તૈયાર કરવામાં આવી હતી. જેમાં રેડ કરનાર ટીમને ફક્ત લોકેશન જ આપવામાં આવ્યું હતું. જ્યારે રેડ કરવા ટીમ નિર્ધારીત લોકેશન પર પહોંચતા જ ત્યાં હાજર રહેલા એક અધિકારી દ્વારા ઓપરેશન લીડ કરી રહેલા અધિકારેને બંધ કવર આપ્યું હતું અને એ બંધ કવર પણ અધિકારીને વિડીઓ કોલ કરીને ઓપન કરવાની સૂચના આપે ત્યારે જ રેડ પાડવામાં આવી હતી. એટલે 17 ટીમના સભ્યોને રેડ કયા વિષય પર અને કયા મામલે કરવાની છે તે બાબતની કોઈ જાણકારી હતી નહીં...રાજકુમાર પાંડિયન ( એડીજીપી, સીઆઈડી, )

ક્યાં પાડવામાં આવી હતી રેડ : અમદાવાદ અને ગાંધીનગરમાં જ્યાં રેડ પાડવામાં આવી હતી તેમાં શ્રી ઓવરસીસ પાસપોર્ટ સોલા, ફર્સ્ટ સ્ટેપ ઓવરસીસ મણિનગર, લક્ષ્મી ઓવરસીસ નવરંગપુરા, OSI વિજય ચાર રસ્તા, સ્ટેપ ઇમિગ્રેશન નારણપુરા, નેપચ્યુન એજ્યુકેશન કન્સલ્ટન્ટ, 304 વૃંદાવન ટ્રેડ સેન્ટર ગાંધીનગર, ગેટ ઓન વિઝા કન્સલ્ટન્ટ ગાંધીનગર, પ્રોટોન કન્સલ્ટન્સી ગાંધીનગર અને M. D. ઓવરસીસ ગાંધીનગરનો સમાવેશ થાય છે.

કેવી રીતે મોકલતા હતાં વિદેશ : CID ક્રાઈમ ના ADGP રાજકુમાર પાંડિયને વધુમાં જણાવ્યું હતું કે જે ગ્રાહકને વિદેશમાં મોકલવામાં આવતા હતા અને તેમની જોડે કોઈ પણ પ્રકારનો દસ્તાવેજ ઘટતો હોય તેમાં તે એજન્ટ દ્વારા ફેક ડોક્યુમેન્ટ બનાવીને ગ્રાહકને જે પ્રકારના વિઝા જોઈતા હોય તે પ્રકારના વિઝા આપવામાં આવતા હતાં. જેમાં ખોટા ડિગ્રી સર્ટિફિકેટ ખોટા જોબ ઓફ લેટર અને ખોટા પાસપોર્ટ અને તેની વિગતોમાં પણ ફેરફાર કરી આપતા હતાં. જ્યારે વિદેશ મોકલવામાં 35 થી 40 લાખ રૂપિયા પણ એજન્ટો દ્વારા વસૂલ કરવામાં આવતા હતાં. આમ જ્યારે એક ગ્રાહક કે જે કંઈ ખોટું કરવા માંગતો ન હતો તે વિઝા કન્સલ્ટન્ટની મદદથી કેનેડા ગયા અને કેનેડા એરપોર્ટથી જ તેમને પરત ફરવું પડ્યું હતું અને તેમના ડોક્યુમેન્ટ બોગસ હોવાનું સામે આવતા જ તેઓએ સીઆઈડી ક્રાઇમમાં અરજી કરી હતી. તેને ધ્યાનમાં લઈને જ આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો છે. જ્યારે આવી કુલ એક જ મહિનાના ગાળામાં ત્રણ જેટલી અરજીઓ સીઆઇડી ક્રાઈમને પ્રાપ્ત થઈ હતી.

182 પાસપોર્ટની કોપી મળી, બોગસ સર્ટિફિકેટ મળ્યા : પાંડિયને વધુમાં જણાવ્યું હતું કે 17 ટીમો દ્વારા અમદાવાદ બરોડા અને ગાંધીનગરમાં ધરોડા પાડવામાં આવ્યા હતાં જેમાં કુલ 25 જેટલી ઈમિગ્રેશન સંસ્થાઓને ટાર્ગેટ રાખવામાં આવી હતી. જેમાં 17 જેટલી સંસ્થાઓમાં રેડ પાડવામાં આવી છે. આ રેડમાં બોગસ માર્કશીટ અને ડોક્યુમેન્ટ પ્રાપ્ત થયા છે, જ્યારે 182 જેટલા પાસપોર્ટની કોપી પણ પ્રાપ્ત થઈ છે. અત્યાર સુધીમાં કેટલા લોકોને બોગસ રીતે વિદેશ મોકલ્યા છે તે વિગતો પ્રાપ્ત થઈ નથી પણ પૂછપરછના અંતે વિગતો સામે આવશે. અમદાવાદની સીજી રોડ પર આવેલા હાઇટેક એજ્યુકેશન વિઝા કન્સલ્ટન્સી ઓફિસમાંથી 7 દારૂની બોટલ અને 35 બિયરની બોટલો પણ પ્રાપ્ત થઈ છે જ્યારે હાલમાં તમામ એજન્ટોને અટકાયત કરીને પૂછપરછ ચાલુ કરી છે. ત્યારે બોગસ ઇમિગ્રેશન બાબતે આવનારા દિવસમાં વધુ વિગતો સામે આવશે.

  1. આણંદ SOG પોલીસે યુકેના નકલી વિઝા આપતો એજન્ટ ઝડપ્યો, ત્રણ વર્ષમાં કેટલા મોકલ્યાં તેની તપાસ શરુ
  2. નડિયાદના યુવકને કેનેડા જવાની ઘેલછા ભારે પડી, આરોપીઓએ બનાવટી વિઝા પધરાવી ચૂનો લગાવ્યો
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.