ETV Bharat / state

રાજ્યમાં હોટલ, રિસોર્ટ્સ, રેસ્ટોરન્ટ્સ અને વોટરપાર્ક્સને એક વર્ષ માટે પ્રોપર્ટી ટેક્સમાંથી મુક્તિ

author img

By

Published : Jun 8, 2021, 7:27 AM IST

કોર-કમિટીની મળેલી બેઠક
કોર-કમિટીની મળેલી બેઠક

રાજ્યમાં લોકડાઉનના કારણે હોટલ, રિસોર્ટ્સ, રેસ્ટોરન્ટ્સ અને વોટરપાર્ક્સ બંધ છે. તેથી ગાંધાનગર ખાતે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં કોર-કમિટીની મળેલી બેઠકમાં હોટલ, રિસોર્ટસ અને વોટરપાર્કને પ્રોપટી ટેક્માંથી મુક્તિ આપવામાં આવી છે.

  • લોકડાઉન અને અનલોકની પ્રક્રિયામાં રિસોર્ટસ અને વોટરપાર્ક બંધ
  • મુખ્યપ્રધાનની અધ્યક્ષતામાં મળેલ કોર-કમિટીમાં મહત્વના નિર્ણય લેવામાં આવ્યા
  • હોટલ, રિસોર્ટ્સ, રેસ્ટોરન્ટ્સ અને વોટરપાર્ક્સને એક વર્ષ માટે પ્રોપર્ટી ટેક્સમાંથી મુક્તિ

ગાંધીનગર : રાજ્યમાં લોકડાઉન અને અનલોકની પ્રક્રિયામાં રિસોર્ટસ અને વોટરપાર્ક બંધ હાલતમાં છે. ત્યારે ગઇકાલે સોમવારે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલ કોર-કમિટીમાં મહત્વના નિર્ણય લેવામાં આવ્યા છે. જેમાં રાજ્યમાં હોટલ, રિસોર્ટ્સ, રેસ્ટોરન્ટ્સ અને વોટરપાર્ક્સને એક વર્ષ માટે પ્રોપર્ટી ટેક્સમાંથી મુક્તિ અને વીજ બિલમાં ફિક્સ ચાર્જથી મુક્તિ આપવામાં આવી છે.

આ પણ વાંચો : કોવિડ ડ્યૂટીમાંથી શિક્ષકોને મુક્તિ આપવા શિક્ષક યુનિયને કરી માગ

એક વર્ષ માટે હોટલ, રિસોર્ટ્સ, રેસ્ટોરન્ટ્સ અને વોટરપાર્ક્સને પ્રોપર્ટી ટેક્સમાંથીમુક્તિ

1 એપ્રિલ 2021થી 31 માર્ચ 2022 સુધી એક વર્ષ માટે હોટલ, રિસોર્ટ્સ, રેસ્ટોરન્ટ્સ અને વોટરપાર્ક્સને પ્રોપર્ટી ટેક્સમાંથીમુક્તિ અને વીજબિલના ફિક્સચાર્જમાંથી મુક્તિ આપવામાં આવી છે. જ્યારે વીજબીલના ફિક્સચાર્જમાંથી મુક્તિ આપવાનો નિર્ણય કર્યો છે.

વીજ વપરાશ થયો હોય તેના પર જ વીજ બિલનો ચાર્જ વસૂલ કરાશે

તારીખ 1 એપ્રિલ 2021થી 31 માર્ચ 2022 સુધીના સમય માટે હોટલ, રિસોર્ટ્સ, રેસ્ટોરન્ટ્સ અને વોટરપાર્ક્સને પ્રોપર્ટી ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવી છે. જ્યારે ખરેખર વીજ વપરાશ થયો હોય તેના પર જ વીજ બિલનો ચાર્જ વસૂલ કરવામાં આવશે. આ નિર્ણય પણ મુખ્યપ્રધાન વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીમાં લેવામાં આવ્યો છે.

આ પણ વાંચો : કામરેજ અને ભાટિયા ટોલનાકા પર સ્થાનિક વાહન ચાલકોને ટોલ ટેક્સમાંથી મુક્તિ આપવા માગ

કોરોના સંક્રમણને લઈને નિર્ણયથી મોટી આર્થિક રાહત
કોરોના સંક્રમણના આ કાળમાં સર્જાયેલી સ્થિતીને ધ્યાનમાં લઇને મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ હોટલ, રિસોર્ટ્સ, રેસ્ટોરન્ટ્સ અને વોટરપાર્ક્સને આ નિર્ણયથી મોટી આર્થિક રાહત આપી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.