ETV Bharat / state

ગાંધીનગરમાં ગ્રામ્ય વિસ્તારના વિકાસ કાર્યો અઘૂરાં રહેતાં DDOએ કરી લાલ આંખ

author img

By

Published : Nov 10, 2019, 10:35 AM IST

DDO, ગાંધીનગર

ગાંધીનગરઃ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં સરાકરી યોજનાની અમલીકરણની સમીક્ષા બેઠક યોજાઈ હતી. જેમાં વિકાસ કાર્યોની સમીક્ષા કરાઈ હતી. ત્યારે મોટાભાગના કાર્યો અધૂરા હોવાનું બહાર આવતા DDO રોષે ભરાયા હતા અને અધિકારીઓ સમક્ષ વહેલી તકે અધૂરાં કામ પૂરા કરી પોતાની કાર્યક્ષમતા સાબિત કરવાનો પડકાર ફેંક્યો હતો. જેના કારણે જિલ્લા પંચાયતના શાખા અધિકારીઓ અને કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો છે.

ગાંધીનગર જિલ્લા વિકાસ અધિકારી (DDO)આર.આર. રાવલની અધ્યક્ષતામાં સરકારી યોજના અમલીકરણની બેઠક યોજાઈ હતી. જેમાં શાખા દ્વારા ચાલી રહેલાં કાર્યો વિશેની સમીક્ષા કરવામાં આવી હતી. સમીક્ષા દરમિયાન લબાડ તંત્રની નિષ્ક્રિયાતા ખુલ્લી પડતા DDOએ નારાજગી વ્યક્ત કરી હતી. વળી, કેટલાંક અધિકારીઓ પોતાના કાર્ય વિશે કરાયેલા પ્રશ્નોના જવાબ પણ આપી શક્યા નહોતા. જેથી રોષે ભરાયેલાં DDOએ સૌને ફરજ પ્રત્યે સભાન અને પ્રમાણિક રહેલાની શીખ આપી હતી. સાથે જ વહેલી અધૂરા કામ પૂરાં કરવાનો આદેશ આપ્યો હતો.

નાણાકીય વર્ષ પૂરું થવામાં ગણતરીના દિવસો છે. પરંતુ સરકારી યોજનાના મોટાભાગના કામ અધૂરાં છે. તેમજ હજુ સુધી માત્ર 50થી 60 ટકા ખર્ચ થયો છે. એટલે DDOએ અધિકારીઓને આગામી 4 મહિનામાં 100 લક્ષ્યાંક પૂરો કરવા તાકિદ આપી હતી. ત્યારબાદ પડતર તુમારો, દબાણો, ખાતાકીય સહિત વિવિધ તપાસના કેસો, બાકી રહી ગયેલા શૌચાલયો અને મનરેગા યોજનામાં થયેલાં વિલંબ વિશે ગંભીર ચર્ચા કરી હતી.

આ ઉપરાંત સંસદસભ્ય અને ધારાસભ્યએ પત્રોના ઉત્તર આપવામાં ઉદાસીનતા દાખવતાં DDOએ તેમને ચેતવ્યા હતા. તેમજ અધિકારીઓને રાઇટ ટૂ ઇન્ફર્મેશનનું રજીસ્ટર નિભાવવા, નાગરિકોની ફરિયાદોનો સમયસર નિકાલ કરવા, રેકોર્ડનું વર્ગીકરણ કરવા, ડીઆરડીની યોજનાઓ અને તેની કામગીરીની વિગતો ઓનલાઇન અપડેટ કરવા પણ સૂચના આપવાની આપી હતી.

Intro:હેડલાઈન) જીલ્લા વિકાસ અધિકારી સમિક્ષા બેઠકમાં પડતર પ્રશ્નો મુદ્દે લાલઘૂમ થયા, કહ્યુ કામમાં ઝપડ લાવો

ગાંધીનગર,

ગાંધીનગર જીલ્લાની પ્રજાને સુવિધા પુરી પાડવાના અને ગ્રામ્ય વિસ્તારોના વિકાસને અવરોધતા વર્ષોથી પડતર પડેલા પ્રશ્નો ઉકેલવામાં નિષ્કાળજી દાખવતા વહીવટી તંત્ર સામે ગાંધીનગર જિલ્લા વિકાસ અધિકારી આર.આર રાવલે ભારે નારાજગી વ્યક્ત કરી હતી અને લાલ આંખ કરી ગર્ભીત ચિમકી આપી વહીવટી રીતે સક્ષમ બની પોતાની કાર્યક્ષમતા પુરવાર કરવા પડકાર ફેંક્યો હતો. તેના પગલે જિલ્લા પંચાયતના શાખા અધિકારીઓ અને કર્મચારીઓમાં ફફડાટ ફેલાઇ ગયો છે. Body:ગાંધીનગર જિલ્લા વિકાસ અધિકારી (ડીડીઓ) આર.આર રાવલના અધ્યક્ષસ્થાને વિવિધ સરકારી યોજનાના અમલીકરણની સમિક્ષા કરવા તમામ શાખાના અધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવી હતી. તેમાં તમામ શાખા દ્વારા હાલમાં ચાલી રહેલા કામ કઇ કક્ષાએ પહોંચ્યા છે અને કેટલા સમયમાં પુરા થશે, તે અંગે સમિક્ષા હાથ ધરી હતી. તેમાં મોટાભાગે તમામ શાખાના સ્ટાફની બેકાળજી અને નિષ્ક્રિયતા જણાઇ આવતાં ડીડીઓએ ભારે નારાજગી વ્યક્ત કરી હતી.Conclusion:કેટલાક શાખા અધિકારીઓ યોગ્ય ઉત્તર આપી નહીં શકતાં તેઓ રીતસરના ગુસ્સે ભરાયા હતાં અને ફરજ પ્રત્યે સભાન બની પ્રમાણિકપણે ફરજ બજાવવાની શીખ આપી હતી. ઉપરાંત નાણાકિય વર્ષ પુરૂ થવામાં ઓછો સમય હોવા છતાં હજુ સુધી અનેક સરકારી યોજનાના કામ અધુરા પડ્યા છે અને હજુ સુધી માત્ર 50થી 60 ટકા જ ખર્ચ થઇ શક્યો હોવાની બાબત સંતોષકારક ન હોવાનું કહી આગામી 4 માસમાં બાકી લક્ષ્યાંક 100 ટકા સિધ્ધ કરવા તાકિદ હતી. વિકાસ કામને વેગ આપી ઝડપથી પુરા કરવા પણ ચિમકી આપી હતી.

પડતર તુમારો, દબાણો, ખાતાકીય સહિત વિવિધ તપાસના કેસો, બાકી રહી ગયેલા શૌચાલયો, મનરેગાનું વિલંબમાં પડેલુ પેમેન્ટ સહિતના વર્ષોથી પડતાર જણાયેલા જટીલ પ્રશ્નો ઉપરાંત સંસદસભ્ય અને ધારાસભ્યના પત્રોના ઉત્તર આપવામાં શા માટે ઉદાસીનતા દાખવવામાં આવી રહી છે. આવી બાબત કેવી રીતે ચલાવી લેવાય. રાઇટ ટૂ ઇન્ફર્મેશનનું રજીસ્ટર નિભાવવા, નાગરિકોની ફરિયાદોનો સમયસર નિકાલ કરવા, રેકોર્ડનું વર્ગીકરણ કરવા, ડીઆરડીની યોજનાઓ અને તેની કામગીરીની વિગતો ઓનલાઇન અપડેટ કરવા પણ સૂચના આપવાની ફરજ પડી હતી.

ડીડીઓનો ફોટો છે
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.