ETV Bharat / state

જિલ્લામાં ઉઘાડા મોઢે ફરનારાને બક્ષવામા નહીં આવે : ગાંધીનગર કલેકટર

author img

By

Published : Jul 3, 2020, 9:25 AM IST

corona
કોરોના

કોરોનાનો કહેર ગાંધીનગર જિલ્લાને રંજાડી રહ્યો છે. વહીવટી તંત્ર સહિત લોકો હેરાન પરેશાન થઇ ગયા છે, તેવા સમયે હવે તંત્ર આ બાબતે સહેજ પણ ચલાવી લેવામાં માંગતું નથી. જિલ્લાના સમગ્ર વિસ્તારમાં જાહેર સ્થળો, રસ્તાઓ પર થુંકીને કે અન્ય રીતે ગંદકી કરશે કે ફેલાવશે તે વ્યક્તિ પાસેથી પણ રૂપિયા 200નો દંડ વસૂલ કરવામાં આવશે.

  • ગાંધીનગરમાં કોરોનાનું કડક પાલન કરાવવા કલેકટરનો આદેશ
  • શહેરમા 4 ધન્વંતરી રથ જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં 6 રથ કાર્યરત
  • ધન્વંતરી રથ દ્વારા 30 હજાર લોકોને અપાઈ સારવાર

ગાંધીનગર : જિલ્લા કલેકટર ડૉ. કુલદીપ આર્યએ કહ્યુ કે, ગાંધીનગર જિલ્લામાં લોકોમાં કોરોનાનો દર ઘટાડવા અને મૃત્યુ દર ઘટાડવા પર ભાર મુક્યો છે. ગાંધીનગર શહેરમા 4 ધન્વંતરી રથ જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં 6 રથ કાર્યરત છે. 30 હજાર લોકોને સારવાર અપાઈ છે. જિલ્લામાં માસ્ક વગર ફરતા લોકો પાસેથી 25 લાખનો દંડ વસુલ કરવામાં આવ્યો છે. જો માસ્ક નહી પહેરે તો વધુ લોકોને દંડ કરવામાં આવશે. મામલતદારને કહેવામાં આવ્યું છે કે, માસ્ક નહિ તો એન્ટ્રી નહિનો ફોર્મ્યુલા સરકારી કચેરીમાં અપનાવે. તેમજ મોટા ધાર્મિક સેન્ટર અને ઇન્ડસ્ટ્રીયલ સેન્ટરની મુલાકાત અધિકારીઓ દ્વારા કરવામાં આવી રહી છે.

સોશિયલ ડિસ્ટનસિંગ પર ભાર મૂકવામાં આવ્યો છે. જેને લઇને અઢી લાખ દંડ માત્ર કલોલ શહેરમાં માસ્ક બાબતે વસુલ કરવામાં આવ્યો છે. જયારે 18 દુકાનો ભીડ એકત્ર કરવાના કારણે સિલ કરવામાં આવી છે. કલોલમાં ફેકટરીઓ હોવાના કારણે લોકો વધુ સંપર્કમાં આવી રહ્યાં છે પરિણામે સંક્રમણ વધ્યું છે.

આ ઉપરાંત જાહેર સ્થળો પર પાન, ગુટકા, તમાકુ અને દારૂના વપરાશ પર પણ પ્રતિબંઘ મુક્યો છે. તેમજ માસ્ક કે ફેસ કવર પહેર્યા વગર ફરશે તેવા વ્યક્તિ પાસેથી પણ દંડ વસૂલ કરવામાં આવશે. કન્ટેન્ટમેન્ટ, માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોનમાં સવાર 7થી રાત્રીના 7 કલાક ફકત આવશ્યક સેવાઓ સાથે સંકાળાયેલી પ્રવૃત્તિઓ ચાલુ રાખી શકાશે. તે ઉપરાંત તમામ શૈક્ષણિક, ટ્રેનિંગ, રિચર્સ અને કોચિંગ સંસ્થાઓ, સિનેમા હોલ,જીમ્સ, સ્વીમીંગ પુલ, મનોરંજન પાર્ક, ઓડિટોરિયમ હોલ, સામાજિક, ઘાર્મિક, રાજકીય, મનોરંજન, એકેડેમીક, સાંસ્કૃતિક અને અન્ય મોટી મેદની એકઠી કરે તેવા સમારંભ યોજી શકાશે નહિ.

જ્યારે મરણ પ્રસંગમા 20 અને લગ્ન સમારંભમાં 50 વ્યક્તિઓને મંજૂરી આપવામાં આવી છે. લાયબ્રેરીઓ 60 ટકા ક્ષમતાથી ચાલુ કરી શકાશે. બસ સેવાઓ ચાલુ થશે. જયારે સીટી બસ અને ખાનગી બસ સેવાઓમાં 60 ટકા ક્ષમતાથી મુસાફરો બેસાડી શકાશે. રીક્ષામાં એક ડ્રાઇવર અને બે મુસાફર, નાની કારમાં એક ડ્રાઇવર અને બે વ્યક્તિ 6 સીટો ધરાવતી કારમાં એક ડ્રાઇવર અને ત્રણ વ્યક્તિઓ બેસાડી શકાશે.

આ જાહેરનામાનો અમલ 31મી જુલાઇ સુધી રેહશે. હુકમ સરકારી ફરજ કામગીરી ઉપર હોમગાર્ડ કે, અન્ય સરકારી અથવા અર્ધ સરકારી, એજન્સી, સરકારી/ખાનગી દવાખાનાના સ્ટાફ તથા ઇમરજન્સી સેવા, કાયદો અને વ્યવસ્થા સાથે સંકળાયેલ જાહેર સેવક કે, જેઓ કાયદેસરની ફરજ પર હોય તેઓ તેમજ આવશ્યક ચીજવસ્તુઓનું પરિવહન કરતા વાહનો તથા સક્ષમ અધિકારી દ્વારા આપવામાં આવેલા અધિકૃત પાસ ઘરાવતા વ્યક્તિઓ અને વાહનોને આ જાહેરનામું લાગુ પડશે નહી. આ જાહેરનામાનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર ઠરશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.