ETV Bharat / state

Business and Trade Assistance : વરસાદના કારણે નુકસાન થયું હોય તેવા વ્યાપારી અને ધંધાર્થીઓ જોગ રાજ્ય સરકારની મોટી જાહેરાત

author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 26, 2023, 7:06 PM IST

Business and Trade Assistance
Business and Trade Assistance

ચાલુ વર્ષે રાજ્યભરમાં ભારે વરસાદ વરસ્યો હતો. જેના કારણે ખેડૂતો સહિત વ્યાપારી અને ધંધાર્થીઓને પણ નુકસાન થયું હતું. તાજેતરમાં જ રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો માટે સહાયની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે હાલમાં જ પ્રવક્તા પ્રધાન ઋષિકેશ પટેલે વેપાર વાણિજ્ય સહાય પેકેજની સત્તાવાર જાહેરાત કરી છે. જાણો સંપૂર્ણ વિગત આ અહેવાલમાં...

વરસાદના કારણે નુકસાન થયું હોય તેવા વ્યાપારી અને ધંધાર્થીઓ જોગ રાજ્ય સરકારની મોટી જાહેરાત

ગાંધીનગર : ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદના કારણે નુકસાન થયું છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા નર્મદા જિલ્લા સહિત ત્રણ જિલ્લામાં ખેડૂતોના ઉભા પાકને થયેલા નુકસાન પ્રમાણે સહાય પેકેટની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારે હવે આજે કેબિનેટ બેઠકમાં ખેડૂતો ઉપરાંત વાણિજ્ય એકમ અને નાના ધંધા વેપારીઓને પણ દુકાન અને ગોડાઉનમાં કોઈ પણ પ્રકારનું નુકસાન થયું હશે, તેમાં પણ સહાય પેકેજની સત્તાવાર જાહેરાત રાજ્ય સરકારના પ્રવક્તા પ્રધાન ઋષિકેશ પટેલે કરી હતી.

રાજ્ય સરકારની જાહેરાત : રાજ્ય સરકારના પ્રવક્તા પ્રધાન ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, ભારે વરસાદની પ્રવર્તમાન પરિસ્થિતિથી અસરગ્રસ્ત નવ જિલ્લાઓ જેમાં નર્મદા, ભરૂચ, વડોદરા, દાહોદ, પંચમહાલ, આણંદ, અરવલ્લી, બનાસકાંઠા અને મહિસાગર જિલ્લામાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં રૂ. 77 લાખ 45 હજારથી વધુ રકમની અસરગ્રસ્તોને કેશડોલ્સ સહાય આપવામાં આવી છે. જેમાં પુખ્ત વયના નાગરિકોને 100 રૂપિયા અને બાળકોને 60 રૂપિયા પેટે 5 દિવસની સહાય આપવામાં આવી છે. રાજ્યમાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં વરસાદથી નુકસાન પામેલ ઘરવખરી માટે રૂ. 4 કરોડ 96 લાખ 77 હજારથી વધુ રકમની ચુકવણી કરવામાં આવી છે.

વેપાર વાણિજ્ય સહાય : પ્રવક્તા પ્રધાન ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, રાજ્યમાં 16 થી 18 સપ્ટેમ્બર દરમિયાન ભરૂચ, નર્મદા અને વડોદરા જિલ્લામાં થયેલા ભારે વરસાદના પગલે અસરગ્રસ્ત વિસ્તારમાં વેપાર, વાણિજ્ય અને આર્થિક પ્રવૃત્તિના એકમોને રાજ્ય સરકાર દ્વારા સહાય આપવાનું નક્કી કર્યું છે. આજની કેબિનેટ બેઠકમાં નાના અને મધ્યમ વેપારીઓ પ્રત્યે ઉદાર વલણ રાખીને રાજ્ય સરકાર દ્વારા આ સહાય આપવામાં આવશે.

કોને મળવાપાત્ર ? ચોમાસામાં લારી, રેકડી, નાની સ્થાયી કેબીન, મોટી કેબીન, નાની અને મધ્યમ કક્ષાની પાકી દુકાન, મોટી દુકાન, નાની અને મધ્યમ કક્ષાની પાકી દુકાન એટલે કે જે દુકાન પાકું બાંધકામવાળુ સ્થાયી માળખું ધરાવતા હોય તેવા અસરગ્રસ્ત લોકોને રાજ્ય સરકાર દ્વારા સહાય આપવામાં આવશે. જે ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. અસરગ્રસ્ત વિસ્તારોમાં મધ્યમ અને મોટા વ્યાપાર સાથે સંકળાયેલા લોકોને જે નુકસાન થયું હોય તે પ્રત્યે પણ ઉદાર વલણ દાખવીને રાજ્ય સરકારે બેંક લોન માટે વ્યાજની સબસીડી સહાય આપવાનું નક્કી કર્યું છે.

  1. Financial Assistance for Farmer : જામનગરમાં કૃષિપ્રધાનની જાહેરાત, પૂરગ્રસ્ત વિસ્તારમાં ખેડૂતો માટે આર્થિક સહાય
  2. Rain News : જૂનાગઢ શહેરમાં પાણી ધુસવાને લઈને કોંગ્રેસે સરકાર પર પ્રહાર સાથે સહાય પુરી પાડવાની કરી માંગ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.