NABARD: ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં નાબાર્ડના સ્ટેટ ફોકસ પેપર 2023-24નું વિમોચન કર્યુ

author img

By

Published : Jan 20, 2023, 12:29 PM IST

NABARD: ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં નાબાર્ડના સ્ટેટ ફોકસ પેપર 2023-24નું વિમોચન કર્યુ

મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે નેશનલ બેન્ક ફોર એગ્રીકલ્ચર અને રૂરલ ડેવલપમેન્ટ (NBARD) દ્વારા 2023-24 વર્ષ માટેની એકંદર વાર્ષિક ધિરાણ સંભવિતતા દર્શાવતા સ્ટેટ ફોકસ પેપરનું વિમોચન કર્યું હતું

ગાંધીનગર: રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે સ્વર્ણિમ સંકુલ 1 માં નર્મદા હોલ ખાતે નેશનલ બેન્ક ફોર એગ્રીકલ્ચર અને રૂરલ ડેવલપમેન્ટ (NBARD) દ્વારા 2023-24 વર્ષ માટેની એકંદર વાર્ષિક ધિરાણ સંભવિતતા દર્શાવતા સ્ટેટ ફોકસ પેપરનું વિમોચન કર્યું હતું. જ્યારે ગાંધીનગરમાં આયોજીત સ્ટેટ ક્રેડીટ સેમિનારમાં કર્યુ હતું.

ધિરાણનું ફોક્સ પેપર: રાજ્યના 33 જિલ્લાઓ માટે મૂલ્યાંકન કરાયેલા એકંદર વાર્ષિક ધિરાણ સંભવિતતાનું આ ફોકસ પેપર તૈયાર કરવામાં રાજ્ય સરકારના સંબંધિત વિભાગો, બેન્ક્સ અને અન્ય હિસ્સેદારો સાથે પરામર્શ કરવામાં આવ્યો હતો. આ સ્ટેટ ફોકસ પેપર વિમોચન વેળાએ નાણાપ્રધાન કનુ દેસાઇ, સહકાર રાજ્યપ્રધાન જગદીશ વિશ્વકર્મા હાજર રહ્યા હતા. નાબાર્ડ દ્વારા અગ્રિમ ક્ષેત્રે વર્ષ 2023-24 માટે રાજ્યની ધિરાણ સંભવિતતા જે રૂપિયા 2.98 લાખ કરોડ દર્શાવવામાં આવી છે તેમાં કૃષિ અને સંલગ્ન ક્ષેત્રોમાં રૂપિયા 1.28 લાખ કરોડ, MSME સેક્ટર માટે રૂપિયા 1.42 લાખ કરોડનો હિસ્સો ધરાવે છે.

આ પણ વાંચો ભૂપેન્દ્ર પટેલની તાજપોશી, 16 ધારાસભ્યોએ પ્રધાનપદના લીધા શપથ

ફોક્સ પેપર: મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે આ ફોક્સ પેપરનું વિમોચન કરતાં સ્પષ્ટપણે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નાનામાં નાના ગ્રામીણ-છેવાડાના માનવીઓ, પશુપાલકો, માછીમારોને ધિરાણ યોજનાઓનો વ્યાપક લાભ આપી મુખ્ય પ્રવાહમાં લાવવાની નેમ રાખી છે. આ સંદર્ભમાં નાબાર્ડ જેવી કૃષિ-ગ્રામીણ વિકાસ ક્ષેત્રે અગ્રેસર બેન્ક્સ સહિતની બેન્ક્સ તેમને વધુ ધિરાણ આપવા પર ફોક્સ કરે તે આવશ્યક છે. નાબાર્ડના આ ફોક્સ પેપરમાં કૃષિ ક્ષેત્રે રાજ્યના સમગ્ર પ્રાયોરિટી સેક્ટરના 43 ટકા અને MSME ક્ષેત્રે 47 ટકાના ધિરાણ સંભવિતતા અંદાજની સરાહના કરી હતી. રાજ્ય અને કેન્દ્ર સરકારોની કૃષિ-ગ્રામીણ વિકાસની વિવિધ યોજનાઓ બેંકોના ધિરાણ સહકારથી જ સફળ થઇ શકે છે. બેન્ક્સ આવી યોજનાઓમાં વ્યાપક સહયોગ કરે તે અપેક્ષિત છે.

આ પણ વાંચો બજેટ 2023-24: સરકારે તૈયારીઓ શરૂ કરી, નાણાપ્રધાને ખાતરી આપી કે દેવુ ઘટશે

એન્યુઅલ ક્રેડીટ પ્લાન: ચીફ જનરલ મેનેજર ડૉ. જ્ઞાનેન્દ્ર મણિ એ આ ડૉક્યુમેન્ટ અંગે કહ્યું કે, બેન્ક્સ દ્વારા તૈયાર કરવામાં આવતા એન્યુઅલ ક્રેડીટ પ્લાન માટેનો તે આધાર બને છે. આ ઉપરાંત આ ડૉક્યુમેન્ટમાં ક્ષેત્રીય મુદ્દાઓ અને વિકાસની સંભાવનાઓને સાકાર કરવા માટેના સૂચનો પણ પ્રકાશિત કરાય છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયાના ચીફ જનરલ મેનેજર સુરેન્દ્ર રાણાએ રાજ્યના પ્રાયોરિટી સેક્ટર્સ અને અન્ય યોજનાકીય ધિરાણ-સહાય વગેરેમાં એસ.બી.આઇ ના પ્રદાનની ભૂમિકા આપી નાબાર્ડના ફોક્સ પેપરની પ્રસંશા કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.