લેકાવાડામાં બિલ્ડરે સ્કીમ મુકી 50થી 60 જેટલા લોકોને છેતરી કરોડો ઓઇયાં કર્યા

author img

By

Published : Jul 7, 2021, 3:25 PM IST

લેકાવાડામાં બિલ્ડરે સ્કીમ મુકી 50થી 60 જેટલા લોકોને છેતરી કરોડો ઓઇયાં કર્યા
લેકાવાડામાં બિલ્ડરે સ્કીમ મુકી 50થી 60 જેટલા લોકોને છેતરી કરોડો ઓઇયાં કર્યા ()

બિલ્ડરે લેકાવાડામાં સ્કીમ મુકી 50થી 60 જેટલા લોકો પાસેથી રૂપિયા લઇ છેતરપિંડી (swindle) કરી હોવાનું સામે આવ્યું છે. પ્લાન પાસ કરાવ્યા વિના જ લોકો સાથે છેતરપિંડી કરતા સૂર્યાશ રેસિડેન્સીના બિલ્ડર સુરજ ચંદ્રકાંત પાંડે વિરુદ્ધ સેક્ટર 21માં છેતરપિંડીની ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

  • સૂર્યાંશ રેસીડન્સી સ્કીમના બિલ્ડર વિરુદ્ધ ફરિયાદ
  • ખોટા કાગળો બતાવી પ્લોટ વેચ્યા હોવાની રાવ
  • બિલ્ડરે એક એક કરીને 50થી 60 લોકોને છેતર્યા

ગાંધીનગર : લેકાવાડા ગામની સીમમાં સર્વે નંબર 9ની 14,983 ચોરસ મીટર જમીનના મૂળ માલિકે ખેડૂત સાથે જમીન ઉપર સ્કીમ પાડવાનું કહી, ખેડૂત પાસેથી જમીનની જનરલ પાવર ઓફ એટર્ની, સમજૂતી કરાર, ડેવલપમેન્ટ કરાર, બાનાખત કરાર કરી પ્લાન પાસ કર્યા વિના જ પ્લોટની સ્કીમના જાહેરાતનું બોર્ડ લગાવી, ન્યુઝ પેપરમાં જાહેરાત આપી હતી. આ ઉપરાંત, બ્રોશર બહાર પાડી 50થી 60 હોલ્ડરોને પોતાની સ્કીમમાં મોટી રકમના રોકાણ કરાવી ડિઝાયર ઈન્ફ્રાસ્ટ્રક્ચર નામના ખાતામાં પૈસા નખાવ્યા હતા. જે બાદ પ્લોટ આપ્યા નહોતા આથી ગાંધીનગરના ચંદુ ભીમા પટેલે સૂર્યાંશ રેસીડન્સી સ્કીમના બિલ્ડર સુરજ ચંદ્રકાંત પાંડે વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી.

આ પણ વાંચો: Video વાયરલ કરનાર Pass નેતા અશ્વિન સાંકડસરિયાની ચીલોડા પોલીસે ધરપકડ કરી

એક જ નંબરવાળા પ્લોટ બે હોલ્ડરોને ફાળવ્યા

એક જ નંબરવાળા પ્લોટની બે હોલ્ડરોને ફાળવણી કરીને હોલ્ડરો પાસેથી પૈસા મેળવી તેની પહોંચ આપી હતી, તેમજ આલમપુર ગામની સીમમાં ખાતા નંબર 123ના સર્વે નંબર 9 વાળી કોઈ જમીન આવેલી ન હોવા છતાં તે જમીન પોતાની માલિકીની હોવાનું જણાવી છેતરપિંડી કરી હતી. વેચાણ કરારના નોટ્રાઇઝ ડોક્યુમેન્ટ ખોટા અને બનાવટી બનાવી તેનો દુરુપયોગ કરી ફોલ્ડરોને વિશ્વાસમાં લઇને છેતરપિંડી કરી હતી. આમ, તેને એક પછી એક ગ્રાહકોને વિશ્વાસમાં લઇ આ પ્રકારની છેતરપિંડી ચાલુ રાખી હતી.

આ પણ વાંચો: કલોલમાં રોગચાળો વધતા 10 હજારની વસતી ધરાવતા પૂર્વ વિસ્તાર કોલેરાગ્રસ્ત જાહેર

ખેડૂતો પાસેથી ફક્ત સમજૂતી કરાર બાદ પણ 50થી વધુ લોકોને પ્લોટ વેચ્યા

ચંદુભાઇએ 118 વારનો 16 નંબરનો પ્લોટ બુક કરાવ્યો હતો, જેની કિંમત 12 લાખ નક્કી કરવામાં આવી હતી અને આ પહેલા ટોકન રૂપે તેમની પાસેથી 1 લાખ લેવામાં આવ્યા હતા. બાકીના 11 લાખ બેન્કમાં RTGS કરાવ્યા હતા. જેમાં તેને NA કરવાનું બાકી છે, તેવા બહાના કાઢવાનું શરૂ કર્યું હતું, પરંતુ ચંદુભાઇએ દસ્તાવેજ કરી આપવાનું કહ્યું તો સુરજ પાંડે ફરી એ પ્રકારે બહાનાબાજી કરવા લાગ્યો હતો કે, પ્લાનમાં ફેરફાર કરાયો છે. તે પ્રકારના બહાના બતાવતો હતો. જોકે બિલ્ડરએ ખેડૂતો પાસેથી માત્ર સમજૂતી કરાર અને બાનાખત જ કર્યો હતો. તે છતાં પણ તે આ રીતે પૈસા લઇ પ્લોટ વેચતો હતો. આ રીતે તેને 50થી 60 જેટલા ગ્રાહકો પાસેથી છેતરપિંડી કરી પૈસા પડાવ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.