ભુપેન્દ્ર પટેલની સરકારને 1 મહિનો પૂર્ણ, જૂઓ આ લીધા નિર્ણયો

author img

By

Published : Oct 14, 2021, 11:24 AM IST

ભુપેન્દ્ર પટેલની સરકારને 1 મહિનો પૂર્ણ, જુવો ક્યાં ક્યાં લીધા નિર્ણયો

11 સપ્ટેમ્બરના રોજ રાજ્યના મુખ્યપ્રધાન તરીકે વિજય રૂપાણીએ રાજીનામું આપ્યું હતું અને ત્યારબાદ 12 સપ્ટેમ્બરના રોજ ગાંધીનગર ભાજપા ઓફિસ ખાતે મળેલ ધારાસભ્ય દળની બેઠકમાં ગુજરાત રાજ્યના નવા મુખ્ય (Chief Minister) પ્રધાન તરીકે ભુપેન્દ્ર પટેલ(Bhupendra Patel)ની નિમણૂક કરવામાં આવી હતી. ત્યારે હવે ભુપેન્દ્ર પટેલ ને મુખ્યપ્રધાન તરીકે એક મહિનો પૂર્ણ થઇ રહ્યો છે. તો આ 30 દિવસ દરમિયાન નવા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે કયા મહત્ત્વના નિર્ણયો કર્યા છે તે બાબતે ETV Bharatનો આ વિશેષ અહેવાલ..

  • રાજ્યના નવા મુખ્યપ્રધાન તરીકે ભુપેન્દ્ર પટેલને 1 મહિનો પૂર્ણ
  • 1.5 વર્ષથી બંધ થયેલ સચિવાલય જાહેર જનતા માટે ખુલ્યા
  • ભુપેન્દ્ર પટેલે લીધા અનેક મહત્વના નિર્ણયો

ગાંધીનગર : 11 સપ્ટેમ્બરના રોજ રાજ્યના મુખ્યપ્રધાન તરીકે વિજય રૂપાણી(Vijay Rupani)એ રાજીનામું આપ્યું હતું અને ત્યારબાદ 12 સપ્ટેમ્બરના રોજ ગાંધીનગર ભાજપા ઓફિસ ખાતે મળેલ ધારાસભ્ય દળની બેઠકમાં ગુજરાત રાજ્યના નવા મુખ્ય પ્રધાન તરીકે ભુપેન્દ્ર પટેલ(Bhupendra Patel as the new Chief Minister)ની નિમણૂક કરવામાં આવી હતી. ત્યારે હવે ભુપેન્દ્ર પટેલ ને મુખ્યપ્રધાન તરીકે એક મહિનો પૂર્ણ થઇ રહ્યો છે. તો આ 30 દિવસ દરમિયાન નવા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે કયા મહત્ત્વના નિર્ણયો કર્યા છે. જુઓ વિગતવાર એહવાલ..

પુર ગ્રસ્તો માટે વધારાની સહાય

રાજ્યના મુખ્યપ્રધાન તરીકે ભૂપેન્દ્ર પટેલે 13 સપ્ટેમ્બરના રોજ શપથ ગ્રહણ કર્યા હતા અને તાત્કાલિક ધોરણે શપથ ગ્રહણ બાદ ગણતરીના કલાકોમાં જ રાજ્યના મુખ્ય સચિવ સાથે રાજકોટ જામનગર અને જૂનાગઢમાં પડેલા ભારે વરસાદની સમીક્ષાની એક બેઠક યોજી હતી ત્યારે 12 સપ્ટેમ્બરના રોજ મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ ભારે વરસાદથી તબાહી પામનાર રાજકોટ જૂનાગઢ અને જામનગર જિલ્લાની હવાઇ નિરીક્ષણ કરીને NDRF(National Disaster Response Force)ના ધારાધોરણ કરતા વધારેની આર્થિક સહાય ચૂકવવાની જાહેરાત પણ કેબિનેટ બેઠકમાં કરવામાં આવી હતી, આમ નવી સરકારે ગણતરીના દિવસોમાં જ વધારાની જાહેરાત પણ કરી...

જાહેર જનતા માટે સચિવાલયના દ્વાર ખુલ્યા

કેન્દ્ર સરકારે કોરોનાના કારણે lockdown જાહેર કર્યું હતું અને લોકડાઉનથી જ ગુજરાત વિધાનસભા અને સચિવાલય(Legislature and Secretariat) ખાતે જાહેર જનતાનીનો એન્ટ્રી નો નિયમ વિજય રૂપાણી સરકાર દ્વારા કરવામાં આવ્યો હતો. ત્યારથી કોઈપણ સામાન્ય વ્યક્તિ સચિવાલયની અંદર પ્રવેશ મેળવી શકતું ન હતું. ત્યારે ગુજરાતમાં વિજય રૂપાણીના રાજીનામાં બાદ નવી રચાયેલી ઉપેન્દ્ર પટેલની સરકારમાં તાત્કાલિક ધોરણે રાજ્યના સામાન્ય વહીવટી વિભાગ દ્વારા મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલની સુચના પ્રમાણે નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું અને 15 મહિના બાદ રાજ્યના તમામ નાગરિકો માટે સચિવાલયના દરવાજા ખોલવા નો મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચોઃ રાજ્ય સરકાર એક્શન મોડમાં: જાહેર જનતાને સ્પર્શતા અનેક નિર્ણયો અને પ્રોજેક્ટ 100 દિવસમાં પૂર્ણ કરશે

100 દિવસ એક્શન પ્લાન

રાજ્યમાં ભાજપની નવનિયુક્ત ભુપેન્દ્ર પટેલની સરકારમાં રાજ્ય સરકારે તમામ પ્રધાનોને અને તમામ વિભાગોને આવનારા છ દિવસનો એક્શન પ્લાન ઘડી કાઢવાનું પણ સૂચના આપવામાં આવી છે અને જે કામ મહત્વના છે તેને વધારે પ્રાયોરીટી આપીને અને વધારે મહત્વ આપીને તે કામ વધુ ઝડપથી પૂર્ણ કરવાનો આદેશ પણ રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ દ્વારા આપવામાં આવ્યો હોવાનું પણ સુત્રોમાંથી માહિતી પ્રાપ્ત થઇ રહી છે. આમ આવનારા સમયમાં ગુજરાતના તમામ જિલ્લાઓમાં હેલિપેડની સુવિધાઓ તમામ ગ્રામ્ય વિસ્તારોમાં રમત-ગમતના મેદાનો અને વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણી પહેલા ગરીબોને ઘરનું ઘર મળી રહે તે બાબતના પ્રોજેક્ટ વધુ ફોકસ કરવામાં આવશે.

નવરાત્રીમાં છૂટ આપવામાં આવી

નવલી નવરાત્રી(Navratri)એ વિશ્વનો સૌથી લાંબો ચાલનારો તહેવાર છે. ત્યારે ગુજરાતમાં નવરાત્રિનો ખૂબ જ મહત્વ છે. પર્વને ધ્યાનમાં લઇને રાજ્યના નવા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે નવરાત્રી ઉજવણી કરવાની છૂટ આપી દે સૌથી મોટો અને મહત્વનો નિર્ણય ગણવામાં આવી રહ્યો છે. જે રીતે કોરોના કેસમાં સતત ઘટાડો થઇ રહ્યો હતો તેને ધ્યાનમાં લઇને રાજ્ય સરકાર દ્વારા 400 માણસની મંજૂરી સાથે નવરાત્રીની છૂટછાટ આપવામાં આવી છે, જ્યારે કોરોના સંક્રમણ વધે નહીં તેને તે પણ ધ્યાનમાં લઈને પાર્ટીપ્લોટમાં નવરાત્રી માટેની કોઈ પણ પ્રકારની મંજૂરી આપવામાં આવી નથી. ફક્ત શેરી ગરબા માટે જ રાજ્ય સરકારે મંજૂરી આપી છે ત્યારે તેવી જ રીતે રાવણ દહન માટે પણ નવરાત્રીની ગાઈડ લાઈન પ્રમાણે જ રાવણ દહન પણ કરી શકાશે.

આ પણ વાંચોઃ કોરોના કાળમાં અમદાવાદીઓની સેવામાં ભાજપનું સ્થાન ક્યાં?

યુવાનોના માટેના નિર્ણય

13 ઓક્ટોબરના રોજ રાજ્યના મુખ્યપ્રધાન આનંદીબેન પટેલની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં પણ યુવાનોના માટે મહત્વના નિર્ણય કરવામાં આવ્યા હતા કોરોનાના કારણે જે યુવાઓ સ્પર્ધાત્મક પરીક્ષામાં વયમર્યાદા વટાવી ચૂક્યા છે તેવા યુવાઓને એક વર્ષની વધુ છૂટ આપવાનો નિર્ણય કેબિનેટ બેઠકમાં કરવામાં આવ્યો છે જ્યારે આગામી સમયમાં ગૃહ વિભાગ(Department of Home Affairs)ની 27 હજાર જેટલી જગ્યાઓ અને શિક્ષણ વિભાગની 3300 જેટલી જગ્યાઓ ભરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

પ્રધાનો ધારાસભ્યો માટે નવા નિયમો

આ ઉપરાંત પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં પ્રધાનો અને ધારાસભ્યો માટે પણ નવા નિયમો ઘડવામાં આવ્યા છે. જેમાં સોમવાર અને મંગળવારે તમામ પ્રધાનોએ ફરજિયાત સ્વર્ણિમ સંકુલમાં હાજર રહેવાની સૂચના પણ મુખ્યપ્રધાન ઉપેન્દ્ર પટેલ દ્વારા આપવામાં આવી હતી. જ્યારે કોઈ પણ ધારાસભ્ય કોઈપણ અધિકારીને મળવા આવે ત્યારે તે જે ધારાસભ્ય અધિકારીની ચેમ્બરની બહાર નહીં કરે અને સીધો અધિકારીને મળે તેવી પણ વ્યવસ્થા રાજ્ય સરકાર દ્વારા ગોઠવવામાં આવી છે. જ્યારે જાહેર જનતા માટે પ્રધાનોને ફરજિયાત સોમવાર અને મંગળવારે પોતાની ઓફિસમાં હાજર રહેવાની સૂચના પણ મુખ્યપ્રધાન દ્વારા આપવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.