- પૂનમ માડમ દ્વારા વિવિધ જગ્યાએ સભાઓ યોજાઈ
- રેખાબેન પિંડારિયાએ આપ્યો સભામાં સાથ
- ભાજપે કરેલા વિકાસ કાર્યોની કરાઈ વાત
દેવભૂમિ દ્વારકા: ખંભાળિયા તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણીને હવે ગણતરીના જ દિવસો બાકી છે, ત્યારે જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના સાંસદ સભ્ય પૂનમ માડમ દ્વારા ખંભાળિયાની ભાડથર બેઠક પર પર જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભાડથર બેઠકના ઉમેદવાર રેખા પિંડારિયાએ પૂનમ માડમ સાથે મળી સભા ગજવી હતી. જેમાં પૂર્વ ધારાસભ્ય મુળુ બેરા, દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપના પદાધિકારીઓ અને આગેવાનો સહિત કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
ભાજપના વિજયની આશાઓ વ્યક્ત કરાઈ
આ સભામાં સ્થાનિક લોકો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખંભાળિયાની તમામ તાલુકા પંચાયતની બેઠક પર સાંસદ સભ્ય દ્વારા પ્રચાર કરવામાં આવી રહ્યો હતો, ત્યારે ભાડથર બેઠક પર મોડી સાંજે સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાજપને જીત મળે તે માટે જન સંપર્ક અને સભાઓ કરી લોકોને ભાજપે કરેલા વિકાસ કાર્યોની વાત નાનામાં નાના માનવી સુધી પહોંચે તે રીતે પ્રચાર કર્યો હતો અને આગામી ચૂંટણીમાં ભાજપનો વિજય થશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો.