ETV Bharat / state

Dang: નાસિક તરફથી આવતી બસમાં યુવાન બે પિસ્તોલ અને 46 કાર્ટિસ સાથે ઝડપાયો

author img

By

Published : Feb 17, 2023, 1:56 PM IST

Dang: નાસિક તરફથી આવતી બસમાં યુવાન બે પિસ્તોલ અને 46 કાર્ટિસ સાથે ઝડપાયો
Dang: નાસિક તરફથી આવતી બસમાં યુવાન બે પિસ્તોલ અને 46 કાર્ટિસ સાથે ઝડપાયો

ડાંગમાં વઘઈ પોલીસની ટીમે બે પિસ્તોલ અને 46 કાર્ટિસ સાથે બસમાં મુસાફરી કરનાર યુવાનને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

નાસિક તરફથી આવતી બસમાં યુવાન બે પિસ્તોલ અને 46 કાર્ટિસ સાથે ઝડપાયો

ડાંગ: વઘઈ પોલીસની ટીમે બે પિસ્તોલ અને 46 કાર્ટિસ સાથે બસમાં મુસાફરી કરનાર યુવાનને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હથિયાર સાથે ઝડપી પાડેલા યુવાનને પૂછપરછ કરતા તેનું નામ સમીર શેખ તરીકેની ઓળખ આપી છે. તે વડોદરાના રહેવાસી હોવાનું જણાવ્યું છે.આરોપી પાસે હથિયારો ક્યાંથી આવ્યા અને કોને પહોંચાડવાનો હતો. તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે.

બસમાં મુસાફરી: ડાંગ જિલ્લાની વઘઈ પોલીસની ટીમે બે (2) પિસ્તોલ અને 46 (છેતાલીસ) કાર્ટિસ સાથે બસમાં મુસાફરી કરનાર યુવાનને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ડાંગ જિલ્લા પોલીસને મળેલી બાતમીના આધારે વઘઈની આર.ટી.ઓ ચેકપોસ્ટ પર સઘન વોચ ગોઠવવામાં આવી હતી. વઘઈ પોલીસ મથકના પી. એસ. આઇ ચૌધરી અને તેમની ટીમને બાતમી મળી હતી.

આ પણ વાંચો Dang Darbar Fair 2023 : આદિવાસીઓનો ગૌરવનું પ્રતિક મેળાને લઈને ડાંગ દરબાર 2023નું આયોજન

એક શંકાસ્પદ: નાશિક તરફથી આવતી બસમાં એક શંકાસ્પદ શકશ બેઠેલો છે અને તેની પાસે હથિયારો છે. જેના આધારે વઘઈ પોલીસે આર. ટી. ઓ. ચેક પોસ્ટ પર બસને અટકાવી તેમાં તપાસ કરતા બસમાં છેલ્લી બેઠક પર એક શંકાસ્પદ યુવક મળી આવેલ હતો. જ્યાં પોલીસની ટીમને બાતમીના આધારે નાસિક તરફથી આવેલા બસ ને ઉભી રાખી મુસાફરોના સામાનની તપાસ કરવામાં આવી હતી.

આ પણ વાંચો જાણો શું છે ડાંગના રાજાઓની વર્ષો જૂની માંગણીઓ

યુવાન પર શંકા ગઈ: પાછળની સીટ પર મુંકેલા થેલા સાથે બેસેલ યુવાન પર શંકા ગઈ હતી. આ શંકાના આધારે પોલીસ ટીમ પંચ સમક્ષ આ યુવાનના થેલા ચેક કરતા તેમાંથી બે પિસ્તોલ 46 કાર્ટિસ અને ચપ્પુ સહિતનો ગેરકાયદેસર વિસ્ફોટ સામાન મળી આવ્યો હતો. બસમાં આવા ભય જનક હથીયાર સાથે લઈ જતાં આમ પબ્લિકને પણ જોખમ રૂપ છે. પોલીસે હથિયાર સાથે ઝડપી પાડેલા યુવાનને પૂછપરછ કરતા તેનું નામ સમીર શેખ અને તે વડોદરા નો રહેવાસી હોવાનો જણાવ્યું હતું. આરોપી ક્યાંથી આવ્યો છે. અને મળેલ હથિયાર કોને પહોંચાડવાનો હતો તે દિશામાં તપાસ પોલીસ દ્વારા ચાલુ કરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.