ETV Bharat / state

ડાંગમાં વઘઈ અને ગીરા દાબદર ગામે રસીકરણનો કાર્યક્રમ

author img

By

Published : May 29, 2021, 10:32 AM IST

ડાંગમાં વઘઈ અને ગીરા દાબદર ગામે રસીકરણનો કાર્યક્રમ
ડાંગમાં વઘઈ અને ગીરા દાબદર ગામે રસીકરણનો કાર્યક્રમ

ડાંગ કલેકટર ભાવિન પંડ્યાની રાહબરી હેઠળ તૈયાર થયેલા રસિકરણ અંગેના માઈક્રો પ્લાન અનુસાર તાજેતરમા વઘઇ અને ગીરા દાબદર ગામે રસિકરણ કેમ્પ આયોજિત કરાયો હતો.

  • ડાંગ જિલ્લામાં રસીકરણ શરૂ કરાયું
  • કલેક્ટરના નેજા હેઠળ રસીકરણ કેમ્પ શરૂ કરાયા
  • આજરોજ વઘઇ અને ગીરા દાબદરમાં રસીકરણ કેમ્પ યોજાયો

ડાંગ: જિલ્લા ગ્રામજનો વ્યાપક પ્રમાણમાં રસીકરણ માટે આગળ આવે તે માટે જુદા-જુદા PHC-CHC ખાતે શ્રેણીબદ્ધ રસીકરણ કાર્ય આરંભાયુ છે. ત્યારે ઝાવડા PHCમાં સમાવિષ્ટ ગામોના 45+ વયજૂથના જનસમુદાયને સરળતાથી વેક્સિન મળે તે માટે ગત 26 મેના રોજ વેપારી મથક વઘઈ, અને ગીરા (દાબદર) ખાતે રસીકરણ સેન્ટર ઉભા કરી વિશેષ કામગીરી હાથ ધરવામાં આવી હતી.

આ પણ વાંચો: અંબાજી મંદિરના સ્ટાફમાં માટે મંદિરમાં જ રસીકરણનો કાર્યક્રમ યોજાયો

ડાંગના ધારાસભ્યએ રસી લીધી

દરમિયાન વઘઈ ખાતેના સેન્ટર પરથી ડાંગ જિલ્લાના ધારાસભ્ય વિજયભાઈ પટેલે પણ વેક્સિન લઈને ડાંગના લોકોને નવી દિશા આપી છે. આ પ્રસંગે વઘઈ સબ સેન્ટરના આરોગ્ય કર્મી, આંગણવાડી કાર્યકર, આશાવર્કરોએ સરાહનીય કામગીરી કરી હતી. રસીકરણની કામગીરીને સફળ બનાવવા માટે વઘઈ તાલુકાના નોડલ ઓફિસર અને પ્રાંત અધિકારી કાજલ ગામીત આ કામગીરીની સતત સમીક્ષા કરી રહ્યા છે.

આ પણ વાંચો: ડાંગ જિલ્લામાં બીજા તબક્કાનું રસીકરણ શરૂ કરવામાં આવ્યું

વઘઇ ખાતેના સેન્ટર ઉપર 3,741 લોકોએ રસી લીધેલી છે

કાર્યક્રમ દરમિયાન વઘઈ ખાતેના સેન્ટર પરથી 20 લોકોએ રસી લીધી હતી. તથા ઝાવડા PHC-CHC હેઠળ 24 મે સુધીમાં 6,300ના લક્ષ્યાંક સામે 3,741 લોકોનું રસીકરણ થતા અહીં 59.38 ટકા કામગીરી નોંધાવા પામી છે. એમ. ઝાવડા PHCના નોડલ ઓફિસર ડૉ. બી. એમ. રાઉતે જણાવ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.