ડાંગમાં વરસાદ પડતા સર્જાયા આહલાદક દ્રશ્યો, તો ખેડૂત માટે આ જ વરસાદ બન્યો કાળ

author img

By

Published : Sep 12, 2022, 8:24 AM IST

ડાંગમાં વરસાદ પડતા સર્જાયા આહલાદક દ્રશ્યો, તો ખેડૂત માટે આ જ વરસાદ બન્યો કાળ

ડાંગ જિલ્લામાં વિજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. તેના કારણે ચોતરફ પાણીની રેલમછેલ જોવા મળી હતી. જ્યારે સુબિર તાલુકામાં એક ખેડૂત વૃક્ષ કાપી રહ્યા હતા. તે જ દરમિયાન તેમની પર વિજળી પડતાં તેમનું ઘટનાસ્થળે મોત થયું હતું. lightning kills farmer, rain in dangસ, rainy water filled in dang district.

ડાંગ જિલ્લાના ગામડાઓમાં બપોર પછી વરસાદી માહોલ જોવા (rain in dang) મળ્યો હતો. ત્યારે સુબિર પંથક, આહવા અને સાપુતારામાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. અહીં વિજળીના કડાકા સાથે વરસાદ પડતાં ચારે તરફ પાણીની રેલમછેલ જોવા મળી હતી.

સાંજે વાતાવરણ પલટાયું ગિરિમથક સાપુતારા સહિત તળેટી વિસ્તારમાં સાંજે વાતાવરણમાં પલટો આવ્યો હતો. ત્યારબાદ સતત 1 કલાક ધોધમાર વરસાદ (rain in dang) પડતાં ચારે તરફ પાણી પાણી થઈ ગયું હતું. આથી આહલાદક દ્રશ્યો જોવા મળ્યા હતા. જોકે, વરસાદ બાદ ગિરી કંદરા સોળે કળાએ ખીલી ઊઠતા પ્રવાસીઓનો આનંદ (tourism in dang) બેવડાયો હતો. તો વાતાવરણમાં આવેલા એકાએક પલટા બાદ ધોધમાર વરસાદ વરસ્યો હતો. તેના કારણે માર્ગ પર પાણી ફરી વળ્યા હતા.

ચોતરફ પાણીની રેલમછેલ જોવા મળી

પ્રવાસીઓ અટવાયા તો આ તરફ બોટિંગ પાસે પણ પાણીનો ભરાવો (rainy water filled in dang district) થતા પ્રવાસીઓએ હાલાકી (tourism in dang) ઠવી પડી હતી. તો અંબિકા, પૂર્ણા અને ખાપરી નદીઓ પણ બંને કાંઠે વહેતી થઈ હતી. બીજી તરફ ઘણા માર્ગો અવરોધાયા હોવાના કારણે 7 જેટલા ગામોના કોઝવે પરથી પાણી ફરી વળ્યું હતું. આથી વાહનવ્યવહાર પણ ખોરવાયો હતો.

ખેડૂતનું મોત જિલ્લામાં ગિરિમથક સાપુતારા ખાતે 2 અને સુબિર ખાતે 1.3 ઈંચ વરસાદ (rain in dang) નોંધાયો હતો. જ્યારે સુબીર તાલુકાના કડમાળ ગામનાં 55 વર્ષીય ખેડૂત મોહન ગંગાજી પવાર વૃક્ષની ડાળી કાપતા હતા. ત્યારે વૃક્ષ પર વિજળી પડતા (lightning kills farmer) તેમનું ઘટનાસ્થળે મોત થયું હતું. તો જિલ્લામાં અન્ય તાલુકામાં ઝરમરિયો વરસાદ (rain in dang) વરસ્યો હતો. જ્યારે સુબીર તાલુકામાં ગાજવીજ સાથે વરસાદ પડતા નદી છલોછલ વહેવા લાગી હતી. સાથે જ અહીં સતત 2 દિવસથી વરસાદના કારણે વાતાવરણ ઠંડું બન્યું છે. એટલે અહીં ધૂમ્મસની ચાદર ફરી વળતા સહેલગાહે આવેલા પ્રવાસીઓનો (tourism in dang) આનંદ બેવડાયો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.