ETV Bharat / state

ડાંગનાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વઘઈ દ્વારા બાગાયત, કૃષિ અને પશુપાલનની તાલીમ યોજાઈ

author img

By

Published : Jun 15, 2021, 10:57 PM IST

Dang news
Dang news

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વઘઈ (ડાંગ) દ્વારા ખેડૂતોના ઉત્કર્ષ માટે જિલ્લામાં વિવિધ પ્રવૃત્તિ યોજાતી રહે છે. ડાંગ જિલ્લા ખાતે આવેલા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા તા. 14 અને 15 જૂન દરમિયાન બાગાયતમાં “સફેદ મુસળીની વૈજ્ઞાનિક ખેતી”, “પાક ઉત્પાદનમાં પાક ફેરબદલીનું મહત્વ” અને પશુપાલનમાં “પશુ રહેઠાણની સ્વચ્છતા અને સ્વચ્છ દૂધ ઉત્પાદન” વિષય પર તાલીમ ગોઠવામાં આવી હતી.

  • કૃષિ વિજ્ઞાન કેદ્ર દ્વારા 2 દિવસીય ખેડૂત તાલીમનું આયોજન
  • ખેતીની વૈજ્ઞાનિક પદ્ધતિની સમજણ ખેડૂતોને આપવામાં આવી
  • ડાંગ જિલ્લાને રાજ્યમાં અગ્રીમ હરોળમાં લાવવાનો નિર્ધાર કરાયો

ડાંગ : કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા ડૉ.જી.જી.ચૌહાણના માર્ગદર્શન હેઠળ યોજાયેલી બાગાયત તાલીમમાં હર્ષદ પ્રજાપતિ વૈજ્ઞાનિક (બાગાયત) દ્વારા સફેદ મુસળીની વૈજ્ઞાનિક ખેતી અને તેનું ઉચું આર્થિક પોષણ આપતા મુલ્ય વિશે સમજવામાં આવ્યુ હતુ.

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વઘઈ
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વઘઈ

આ પણ વાંચો : ડીસાના કૃષિ વિજ્ઞાન કેન્દ્રના ડો.યોગેશ પવારને ખેતી ઉપચારમાં રાષ્ટ્રીય અને આંતર રાષ્ટ્રીય કક્ષાના એવોર્ડથી સન્માનિત

કૃષિ વિજ્ઞાન કેદ્ર વઘઇ દ્વારા ખેતીની પદ્ધતિઓ વિશે ખેડૂતોને સમજણ આપવામાં આવી

કેન્દ્રના ડૉ. પ્રતિક જાવિયા વૈજ્ઞાનિક (પાક ઉત્પાદન) દ્વારા ખેડૂતોને પાક ફેરબદલીનું મહત્વ વિશે સમજાવવામાં આવ્યુ હતુ. ડૉ. સાગર પટેલ વૈજ્ઞાનિક (પશુપાલન) દ્વારા પશુ રહેઠાણની સ્વચ્છતા થકી ગુણવત્તાસભર દૂધ ઉત્પાદન કરવાના વૈજ્ઞાનિક સૂચનો કરવામાં આવ્યા હતા.

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વઘઈ
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વઘઈ

આ પણ વાંચો : ડાંગનાં વઘઇ ખાતે મશરૂમ ઉછેર ઉપર જન જાગૃતિ કાર્યક્રમ યોજાયો

ડાંગ જિલ્લાનાં અલગ અલગ વિસ્તારમાં ખેડૂતોને ઇનપુટનું વિતરણ કરાયું

આ તાલીમ કાર્યક્રમમાં ડાંગ જિલ્લાના જુદાજુદા ગામોના લાભાર્થી ખેડૂત ભાઈઓ-બહેનોને કિચન ગાર્ડન કીટ, ડાંગરનું બિયારણ, ઘાસચારની જુવારનું બિયારણ, જૈવિક ખાતરો, નોવેલ જેવા ઇનપુટ્સનું વિતરણ કરવામાં આવ્યું હતુ. આ તાલીમ કાર્યક્રમો દરમિયાન હર્ષદ એ. પ્રજાપતિ વૈજ્ઞાનિક (બાગાયત) દ્વારા ડાંગરની ખેતીમાં SIR પદ્ધતિનું પાક ઉત્પાદનમાં મહત્વ અને આદર પદ્ધતિની જગ્યાએ ગાદી ક્યારનો ધરું ઉછેર કરવા માટેનું વૈજ્ઞાનિક સુચન કરવામાં આવ્યું હતું તથા ગાદી કયારા બનાવવાની અને માટીનો નમૂનો લેવાની પદ્ધતિનું પ્રત્યક્ષ નિદર્શન કરી બતાવવામાં આવ્યું હતુ.

50 જેટલા ખેડૂત ભાઈઓ-બહેનોએ ભાગ લીધો કાર્યક્રમમાં

આ કાર્યક્રમમાં આશરે 50 જેટલા ખેડૂત ભાઈઓ-બહેનોએ ભાગ લીધો હતો તથા કૃષિ, બાગાયત અને પશુપાલન ક્ષેત્રે ડાંગ જિલ્લાને રાજ્યમાં અગ્રીમ હરોળમાં લાવવાનો નિર્ધાર કર્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.