ETV Bharat / state

Dang Rain: ડાંગમાં વરસાદને પગલે 15 માર્ગો ઓવર ટોપિંગને કારણે બંધ, 22 ગામો પ્રભાવિત

author img

By

Published : Jul 31, 2023, 2:22 PM IST

Dang Rain: ડાંગમાં વરસાદને પગલે 15 માર્ગો ઓવર ટોપિંગને કારણે બંધ, 22 ગામો પ્રભાવિત
Dang Rain: ડાંગમાં વરસાદને પગલે 15 માર્ગો ઓવર ટોપિંગને કારણે બંધ, 22 ગામો પ્રભાવિત

મોડી રાત્રે આહવા-સાપુતારા રોડ ઉપર યોગેશ્વર ઘાટ વોટર ફોલ પાસે ભૂસ્ખલન થયુ હોવાની વિગતો મળી રહી છે. આહવા થી સાપુતારા માર્ગ બંધ થઈ ગયો હતો. જિલ્લાના ડિઝાસ્ટર કંટ્રોલ કક્ષ તરફથી પ્રાપ્ત વિગતો અનુસાર છેલ્લા ચોવીસ કલાક દરમિયાન આહવા ખાતે 156 મી.મી.વરસાદ નોંધાયો છે. જ્યારે વઘઇ ખાતે 138 મી.મી. , અને સુબિર ખાતે 196 મી.મી. વરસાદ નોંધાવા પામ્યો છે.વરસાદને પગલે જિલ્લા પંચાયત હસ્તકના 15 માર્ગો ઓવર ટોપિંગને કારણે બંધ થયા 22 ગામો પ્રભાવિત થયા છે.

ડાંગમાં વરસાદને પગલે 15 માર્ગો ઓવર ટોપિંગને કારણે બંધ, 22 ગામો પ્રભાવિત

ડાંગ: છેલ્લા અઠવાડિયાથી વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. જેના કારણે અનેક વિસ્તારમાં કુદરતી સોંદર્ય જોવા મળી રહ્યું છે. તો બીજી બાજૂ અનેક વિસ્તારમાં ભારે વરસાદના કારણે લોકોને પણ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે. કારણ કે વરસાદ જ એટલો હો કે જેના કારણે આવા-જવાના રસ્તાઓ બંધ થઈ જાય. સમગ્ર ડાંગ જિલ્લામાં સરેરાશ 163.33 મી.મી. મોસમનો સરેરાશ વરસાદ નોંધાઇ ચુક્યો છે. આ વરસાદને પગલે મોડી રાત્રે આહવા-સાપુતારા માર્ગ ઉપર યોગેશ્વર ઘાટના વોટર ફોલ પાસે ભૂસ્ખલન થવા પામ્યું હતું. જેને વરસતા વરસાદમાં વહીવટી તંત્રના લાશ્કરોએ હટાવતા, આ માર્ગ વાહન વ્યવહાર માટે ખુલ્લો થયો છે.

ડાંગ જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન નોંધાયો સરેરાશ 163 મી.મી. વરસાદ
ડાંગ જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન નોંધાયો સરેરાશ 163 મી.મી. વરસાદ

22 જેટલા ગામો પ્રભાવિત: ડાંગ જિલ્લામાં વરસેલા આ અનરાધાર વરસાદને પગલે સવારે આઠ વાગ્યાની સ્થિતિએ જિલ્લાના 15 જેટલા માર્ગો ઉપર વરસાદી પાણી ફરી વળતા, તે વાહન વ્યવહાર માટે બન્ધ કરાયા છે. વાહનચાલકો અને રાહદારીઓને આ માર્ગોનો ઉપયોગ નહિ કરવાની અપીલ સાથે, જિલ્લા વહીવટી તંત્રે સૂચવેલ વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવાનો અનુરોધ કર્યો છે. આ માર્ગો બંધ થતાં 22 જેટલા ગામો પ્રભાવિત થયા છે.

ડાંગ જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન નોંધાયો સરેરાશ 163 મી.મી. વરસાદ
ડાંગ જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન નોંધાયો સરેરાશ 163 મી.મી. વરસાદ

માર્ગો બંધ: જે માર્ગો બંધ થવા પામ્યા છે તેમાં આંબાપાડા વી.એ.રોડ, ખાતળ ફાટકથી ધોડી રોડ, માછળી ચિખલા દિવડ્યાવન રોડ-1, માછળી ચિખલા દિવડ્યાવન રોડ-2, વાઝટઆંબા કોયલીપાડા રોડ, પાતળી ગોદડિયા રોડ, કાલીબેલ પાંધરમાળ વાંકન રોડ, ધોડવહળ વી.એ.રોડ, આહેરડી બોરદહાડ રોડ, ભવાનદગડ ધુલચોંડ આમસરવલણ રોડ, બોરખલ ગાયખાસ ચવડવેલ રોડ-1, બોરખલ ગાયખાસ ચવડવેલ રોડ-2, કાકડવિહિર ખેરિંદ્રા ચમારપાડા રોડ, કડમાળ થી દહેર રોડ, અને કેશબંધ જામલા બીલિઆંબા રોડનો સમાવેશ થાય છે.

ડાંગ જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન નોંધાયો સરેરાશ 163 મી.મી. વરસાદ
ડાંગ જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન નોંધાયો સરેરાશ 163 મી.મી. વરસાદ
  1. Narmada Dam: નર્મદા ડેમની જળસપાટીમાં વધારો થયો, 130 મીટરને પાર
  2. Narmada Parikrama : ઉત્તરવાહિની નર્મદા પરિક્રમામાં યાત્રિકો ભરેલી નાવ ડૂબી, NDRFએ કર્યું રેસ્ક્યું
  3. Narmada River : વડોદરાથી નેત્રંગ અને મહારાષ્ટ્ર જવાનું અંતર ઘટશે, નવો બ્રિજ તૈયાર ઉદ્ઘાટનની રાહ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.