ETV Bharat / state

દમણના દરિયાકિનારે પ્રવાસીઓ માણે છે ખાણીપીણીની મોજ.. જુઓ વીડિયો

author img

By

Published : May 5, 2019, 9:34 PM IST

દમણના દરિયાકિનારે પ્રવાસીઓ માણે છે ખાણીપીણીની મોજ

દમણઃ દમણ...એટલે ગુજરાતીઓને મન ઘૂઘવતા મહેરામણના સાનિધ્યમાં આહલાદક વાતાવરણ વચ્ચે દરિયાઈ જીવસૃષ્ટિની ટેસ્ટી વાનગીના સંગાથે આનંદ કરવાનું આદર્શ સ્થળ. હાલ વેકેશન હોવાથી મોટા ભાગના પ્રવાસીઓ અહીં આવી દરિયા સાથે ફુડની મજા માણે છે.

વેકેશનમાં દમણમાં ગુજરાતી સહિત અનેક વિદેશી પ્રવાસીઓનો પણ દબદબો રહેતો હોય છે. એમાંય સુરતીલાલાઓ અને અમદાવાદીઓ માટે વેકેશન દરમિયાન દમણ એ મહત્વનું પ્રવાસન સ્થળ છે. અહીં પ્રવાસે આવેલા પ્રવાસીઓએ દમણની સી ફૂડની વાનગીઓને ખૂબ વખાણી હતી. એ સાથે અન્ય વેજ વાનગીઓ પણ ટેસ્ટમાં બેસ્ટ હોવાનું જણાવ્યું હતું. દમણમાં જામપોર બીચ પર અને દેવકા બીચ પર 100થી વધારે ખાણીપીણીના સ્ટોલ આવેલા છે. આ સ્ટોલમાં વેજ સાથે નોનવેજ વાનગી મળી રહે છે.

દમણના દરિયાકિનારે પ્રવાસીઓ માણે છે ખાણીપીણીની મોજ

બીચ પર એક તરફ ઘૂઘવતો સમુંદર હોય અને તેની ઠંડી હવા સાથે સી ફૂડની વાનગીઓની મોજ માણવા આવેલા પ્રવાસીઓએ વધુમાં જણાવ્યું હતું કે, 'દમણમાં સી ફૂડની વેરાયટીમાં ઝીંગા અને પાપલેટનો સ્વાદ અદ્ભુત છે. અમે અલગ અલગ સ્ટોલ પર સી ફૂડની અનેક અલગ વાનગીઓનો ટેસ્ટ કર્યો જે ખૂબ જ ટેસ્ટી હતી. આ સ્વાદ અને સોડમ અમારા માટે યાદગાર સંભારણું બનીને રહેશે.' તો સ્થાનિક વોટર સ્પોર્ટ્સ રાઈડિંગના માલિક પુનાભાઈએ જણાવ્યું હતું કે, ગુજરાત ડ્રાય સ્ટેટ હોવાથી સી ફુડ અને પીણાની મજા લેવા મોટી સંખ્યામાં લોકો આવે છે.

ઉલ્લેખનીય છે કે, દિવાળી, હોળી જેવા તહેવારો દરમિયાન 3-4 દિવસના મીની વેકેશનમાં અને 31 ડિસેમ્બરની ઉજવણી કરવા દમણ આવતા મોટાભાગના પ્રવાસીઓ ખુબ જ આનંદનો અનુભવ કરે છે. પરંતુ વેકેશન દરમિયાન પરિવાર સાથે આવતા પ્રવાસીઓના ધસારાને કારણે દરિયાકિનારે સ્ટોલ લગાવી સી ફૂડ તેમજ અન્ય ખાણીપીણીની વસ્તુઓનુ વેચાણ કરી ગુજરાન ચલાવતા સ્થાનિક ધંધાર્થીઓ માટે સળંગ એક મહિનો સારા ધંધાની સિઝન ગણાય છે.

Slug :- દમણના દરિયા કિનારે સી-ફૂડ અને શરાબની મોજ પ્રવાસીઓને મન પૈસા વસુલ પ્રવાસ

Location :- દમણ

દમણ :- દમણ..... એટલે ગુજરાતીઓને મન ઘૂઘવતા મહેરામણના સાનિધ્યમાં આહલાદક વાતાવરણ વચ્ચે દરિયાઈ જીવસૃષ્ટિની ટેસ્ટી વાનગીના સંગાથે મનગમતી બ્રાંડનો શરાબ પીવાનું આદર્શ સ્થળ.... હાલ વેકેશનની સીઝનમાં અહીં આવેલા નોનવેજ ખાનારા  પ્રવાસીઓએ દમણ માં બનતી સી ફૂડ વાનગીઓને ખૂબ વખાણી હતી. અને આ સ્વાદ સોડમ યાદગાર સંભારણું બનશે તેવું જણાવ્યું હતું.

દમણમાં મોટા ભાગે ગુજરાતમાં શરબબંધી હોય થોડો ઘણો છાંટોપાણી કરવા માંગતા ગુજરાતીઓનો ધસારો બારેમાસ રહેતો હોય છે. એમાંય સુરતીલાલાઓ અને અમદાવાદીઓ માટે વેકેશન દરમ્યાન દમણ એ મહત્વનું પ્રવાસન સ્થળ છે. અહીં પ્રવાસે આવેલા પ્રવાસીઓએ દમણની સી ફૂડની વાનગીઓને ખૂબ વખાણી હતી. એ સાથે અન્ય વેજ વાનગીઓ પણ ટેસ્ટમાં બેસ્ટ હોવાનું જણાવ્યું હતું. દમણમાં જામપોર બીચ પર અને દેવકા બીચ પર 100 થી વધારે ખાણીપીણીના સ્ટોલ આવેલા છે. આ સ્ટોલમાં વેજ સાથે નોનવેજ વાનગી અને શરાબ સહેલાયથી મળી રહે છે.

બીચ પર એક તરફ ઘૂઘવતો સમુંદર હોય અને તેની ઠંડી હવામાં શરાબ સાથે સી ફૂડની વાનગીઓની મોજ માણવા આવેલા પ્રવાસીઓએ વધુમાં જણાવ્યું હતું કે દમણમાં સી ફૂડની વેરાયટીમાં ઝીંગા અને પાપલેટ નો સ્વાદ અદભુત છે. અમે અલગ અલગ સ્ટોલ પર સી ફૂડની અનેક અલગ વાનગીઓનો ટેસ્ટ કર્યો જે ખૂબ જ ટેસ્ટી હતી. આ સ્વાદ અને સોડમ અમારા માટે યાદગાર સંભારણું બનીને રહેશે.

તો, સ્થાનિક વોટર સ્પોર્ટ્સ રાઈડિંગના માલિક પુનાભાઈએ પણ દમણની સી ફુડ વાનગીઓના અને શરાબના વખાણ કર્યા હતાં. તેમણે જણાવ્યું હતું કે ગુજરાત ડ્રાય સ્ટેટ છે. એટલે સી-ફૂડ અને શરાબના શોખીનો અહીં મોટી સંખ્યામાં પોતાના પરિવાર સાથે કે મિત્ર વર્તુળ સાથે આવે છે. દરિયાઈ જીવસૃષ્ટિની પાપલેટ, ઝીંગાની અનેક વાનગીઓ અને દારૂ અહીં ખુબજ સસ્તામાં મળે છે. જેનો આનંદ અહીં આવતા શાખીનો ઉઠાવી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે દિવાળી, હોળી જેવા તહેવારો દરમ્યાન ત્રણ ચાર દિવસના મીની વેકેશનમાં અને 31st ની ઉજવણી કરવા દમણ આવતા મોટાભાગના પ્રવાસીઓ અહીં શરાબ અને સી ફૂડની વાનગીઓની લિજ્જત માણે છે. પરંતુ વેકેશન દરમ્યાન પરિવાર સાથે આવતા પ્રવાસીઓના ધસારાને કારણે દરિયા કિનારે સ્ટોલ લગાવી સી ફૂડ અને શરબનું વેંચાણ કરી ગુજરાન ચલાવતા સ્થાનિક ધંધાર્થીઓ માટે સળંગ એક મહિનો સારા ધંધાની સિઝન ગણાય છે. અને દરેક પ્રવાસી ફરી ફરીને અહીં સી ફૂડનો અને શરાબનો ટેસ્ટ માણવા આવે તેવા આશયથી પ્રવાસીઓને સારી વનગીઓનું નજરાણું પેશ કરે છે. જેનો સ્વાદ માણી પ્રવાસીઓ પણ દમણના પ્રવાસને પૈસા વસુલ પ્રવાસ માની રહ્યા છે.

Bite :- હિમાંશુ પંચાલ, પ્રવાસી, 
Bite :- મુસરફ કારા, સી-ફૂડ શોખીન પ્રવાસી
Bite :- પૂનાભાઈ, સ્થાનિક ધંધાર્થી

મેરૂ ગઢવી, etv bharat, દમણ

Video spot send ftp
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.