ETV Bharat / state

દાદરા નગર હવેલી, દમણ અને દીવમાં રાષ્ટ્રીય ડિજિટલ આરોગ્ય મિશન 20 નવેમ્બરથી શરૂ થશે

author img

By

Published : Oct 31, 2020, 4:53 AM IST

દાદરા નગર હવેલી, દમણ અને દીવમાં NDHM રાષ્ટ્રીય ડિજિટલ આરોગ્ય મિશન 20 નવેમ્બરથી શરૂ થશે
દાદરા નગર હવેલી, દમણ અને દીવમાં NDHM રાષ્ટ્રીય ડિજિટલ આરોગ્ય મિશન 20 નવેમ્બરથી શરૂ થશે

કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં ભારતીય જનતા પાર્ટી દાદરા નગર હવેલીના ડોકટર સેલના પ્રમુખ બિજલ કાપડિયાની આગેવાનીમાં પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. દમણ દીવ, રાજ્ય ભાજપ કાર્યાલય પર આયોજિત પત્રકાર પરિષદમાં કેન્દ્ર સરકારની જાહેરાત મુજબ NDHM (રાષ્ટ્રીય ડિજિટલ હેલ્થ મિશન), 20 નવેમ્બર 2020થી પ્રથમ છ કેન્દ્રશાસિત પ્રદેશોમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે શરૂ થવાની જાહેરાત કરવામાં આવી હતી.

  • પ્રથમ 6 કેન્દ્રશાસિત પ્રદેશમાં NDHM પ્રોજેક્ટ શરૂકરવામાં આવશે
  • આ પ્રોજેક્ટ વડા પ્રધાનનો ડ્રિમ પ્રોજેક્ટ છે
  • દરેકનું ડિજિટલ હેલ્થ કાર્ડ બનાવવામાં આવશે

દમણઃ ભારતીય જનતા પાર્ટી દાદરા નગર હવેલી અને દમણ અને દીવના ડોકટર સેલના પ્રમુખ બિજલ કાપડિયાએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારની જાહેરાત મુજબ NDHM (રાષ્ટ્રીય ડિજિટલ હેલ્થ મિશન), આદરણીય વડા પ્રધાનનો ડ્રિમ પ્રોજેક્ટ છે, જે 20 નવેમ્બર 2020 થી કેન્દ્રશાસિત પ્રદેશોમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે શરૂ થવાનો છે.

દાદરા નગર હવેલી, દમણ અને દીવમાં રાષ્ટ્રીય ડિજિટલ આરોગ્ય મિશન 20 નવેમ્બરથી શરૂ થશે

દરેક દર્દીની મેડિકલ હિસ્ટ્રી સ્ટોર કરાશે

આ યોજનામાં દરેકનું ડિજિટલ હેલ્થ કાર્ડ બનાવવામાં આવશે અને દરેક દર્દીની મેડિકલ હિસ્ટ્રી સ્ટોર કરાશે. આ માટે હોસ્પિટલોમાં વિશેષ સોફ્ટવેર લગાવવામાં આવશે જેેેના દ્વારા વ્યક્તિના સ્વાસ્થ્યને લગતા તમામ ડેટા સ્ટોર કરવામાં આવશે, ડિજિટલ હેલ્થ કાર્ડ દેશભરમાં ક્યાંય પણ લેવામાં આવશે. તમારી તબીબી ઇતિહાસ ફાઇલ તમારી પાસે રાખવાની જરૂર નથી, ફક્ત એક આઈડી દ્વારા, ડોક્ટર દર્દીના સ્વાસ્થ્ય સંબંધિત બધી માહિતી મેળવશે.

દાદરા નગર હવેલી, દમણ અને દીવમાં રાષ્ટ્રીય ડિજિટલ આરોગ્ય મિશન 20 નવેમ્બરથી શરૂ થશે
દાદરા નગર હવેલી, દમણ અને દીવમાં રાષ્ટ્રીય ડિજિટલ આરોગ્ય મિશન 20 નવેમ્બરથી શરૂ થશે

આયુષ્યાન ભારત કાર્ડને એનડીએચએમ હેલ્થ આઈડી કાર્ડ સાથે જોડવામાં આવશે

આવતા ત્રણ મહિના સુધી, આ પાયલોટ પ્રોજેક્ટ કેન્દ્રશાસિત પ્રદેશોમાં ચાલશે, જે પછી તેને આખા દેશમાં નિયમિત બનાવવામાં આવશે. સરકાર દ્વારા આગામી દિવસોમાં આયુષ્યાન ભારત કાર્ડને એનડીએચએમ હેલ્થ આઈડી કાર્ડ સાથે પણ જોડવામાં આવશે અને સરકારી યોજનાઓના તમામ લાભો પણ આ હેલ્થ આઈડી દ્વારા મેળવી શકાશે. આ પ્રકારની સુવિધા અને સિસ્ટમ આગામી દિવસોમાં શરૂ થવા જઈ રહી છે. આ માટે દર્દીઓ http://doctor.ndhm.gov.in, http://facility.ndhm.gov.in આ લિંક પર પોતાની નોંધણી કરાવી શકશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.