ETV Bharat / state

દમણના સરીગામ ખાતે દેશની સમસ્યાઓ ઉપર સેમિનાર યોજાયો

author img

By

Published : Jun 2, 2019, 9:29 PM IST

સરીગામ ખાતે દેશની સમસ્યાઓ ઉપર સેમિનાર યોજાયો

દમણઃ સરીગામમાં યોજાયેલા એક કાર્યક્રમમાં ગ્લોબલ વોર્મિંગ, શિક્ષણ, ખેતી, પર્યાવરણ જેવા ગંભીર અને મહત્વના વિષયો પર દેશના પ્રતિષ્ઠિત વક્તાઓ દ્વારા આજની યુવા પેઢીને માહિતગાર કરાયા હતાં. દેશ માટે કઈ ટેકનોલોજી કેટલી મહત્વની છે. તે અંગે વિસ્તૃત માહિતી આપી દેશને સ્વાવલંબી બનાવવા યુવાઓની ભૂમિકા પર પ્રકાશ પડાયો હતો.

સરીગામ ખાતે આવેલા શ્રીમતી શાંતાબેન હરિભાઇ ગજેરા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત સ્કૂલ અને કોલેજ લક્ષ્મી વિદ્યાપીઠ ખાતે 'TED-X' કાર્યક્રમમાં દેશના આઠ જેટલા પ્રતિષ્ઠિત વ્યક્તિઓએ પર્યાવરણ, ગ્લોબલ, વોર્મિંગ, ખેતી વગેરે વિષયો પર આવનારી પેઢી એ કેમ ટકવું તે અંગે માહિતી પ્રદાન કરી હતી. આ કાર્યક્રમમાં ડો. ભૈરવી જોશી દ્વારા સ્વચ્છતા ઉપર વક્તવ્ય આપ્યું હતું અને આ અંગે શું કરવું જોઈએ તેના નવતર વિચારો રજૂ કર્યા હતા. શેખર ભડસાવલેએ ખેતીની નવી પધ્ધિતીની માહિતી આપી હતી. શેખર ભડસાવલે એ જણાવ્યું હતું કે દેશમાં હાલમાં જે નવી ટેક્નોલોજી આવી છે તે SRT એટલે કે સગુણા રાઈસ ટેકનીક ખેતી ઉત્પાદનમાં ખૂબ જ ફાયદાકારક છે. ઝીરો ટીલ કન્ઝર્વેશન એગ્રીકલ્ચર મેથડ તરીકે ઓળખાતી આ ટેકનોલોજીમાં ના તો ખેડૂતોએ મોંઘી મશીનરી ખરીદવા ની જરૂર છે ના અન્ય વધુ ખર્ચા કરવાની જરૂર છે. આ સાદી અને સરળ ટેક્નિક વર્ષો પહેલા આપણા જ વેદ ગ્રંથમાં લખાયેલ છે. પરંતુ આપણે અત્યાર સુધી તેનાથી અજાણ હતા. આ પદ્ધતિથી દેશના કેટલાય ખેડૂતો વધુ ઉત્પાદન મેળવી પગભર થઈ રહ્યા છે. મહારાષ્ટ્રમાં SRT ખુબ જ પ્રચલિત બની રહી છે. અને આ ટેક્નિક માટે ચીન, થાઈલેન્ડ, વિયેતનામ અને ઇઝરાયેલથી પણ તેમને ખાસ આમંત્રણ આપવામાં આવ્યું છે.

સરીગામ ખાતે દેશની સમસ્યાઓ ઉપર સેમિનાર યોજાયો
શાર્દુલ પાટીલે આવનારા દિવસોમાં બાંધકામ પધતિ કે ખેતી પદ્ધતિમાં કેવો બદલાવ લાવવો જોઈએ તે અંગે વિગતવાર માહિતી આપી હતી. ડોક્ટર રાધાકૃષ્ણ નાયરે પૃથ્વી પર વૃક્ષોનું ઘટતું પ્રમાણ અને તે બાદ ઉદભવી રહેલી વિવિધ સમસ્યાઓથી વાકેફ કર્યા હતા. ડો સુદર્શન આયંગરએ ગાંધી વિચારો રજૂ કર્યા હતા અને દેશની યુવા પેઢી માટે ગાંધી વિચારોનું કેટલું મહત્વ છે તે અંગે સમજાવી ૨૦૦૧ માં કચ્છમાં આવેલા ભૂકંપ નર્મદા ડેમ પ્રોજેક્ટ પર કરેલા પોતાના રિસર્ચ અંગે વિગતે વાત કરી હતી. અમૃત ગંગરે સેમિનારના આયોજનને બિરદાવી જણાવ્યુ હતુ કે, વિચારોના આદાન-પ્રદાન માટેનો આ અદભુત સેમિનાર છે. નવી ટેકનોલોજી નવા પ્રયોગો થકી વિદ્યાર્થીઓના મનમાં આજે નવું બીજ રોપવાનું કામ કર્યું છે. જે આગામી દિવસોમાં વટવૃક્ષ બનશે.જ્યારે ગાંધી વિચારક ડૉ.સંઘમિત્રા દેસાઈએ ખાદી અને ખાદીના ઉપયોગ અંગે મહત્વનું પ્રવચન આપ્યું હતું. ડૉ. સુરેન્દ્ર ગાડેકરે દેશમાં પરમાણુ ઉર્જા કેટલી મહત્વની છે. તે અંગે ખાસ પ્રવચન આપ્યું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા વન અને આદિજાતિ મંત્રી રમણ પાટકર એ જણાવ્યું હતું કે શૈક્ષણિક સંસ્થામાં શિક્ષણ સાથે અલગ અલગ વિષય પર યોજાયેલ આ વાર્તાલાપ ખૂબ જ મહત્વનો હતો. શૈક્ષણિક સંસ્થાએ પોતાના વિદ્યાર્થીઓને પહેલીવાર શિક્ષણથી પર રહીને નવું આપવાનો પ્રયાસ કર્યો છે જે સરાહનીય છે. એ જ રીતે વૈજ્ઞાનિક ઢબે પર્યાવરણ ગ્લોબલ વોર્મિંગ અને ખેતી પર સંશોધન થવું એ પણ જરૂરી છે અને તે દેશ માટે ખૂબ જ ફાયદાકારક છે. તો શ્રીમતી શાંતાબેન હરિભાઇ ગજેરા ચેરીટેબલ ટ્રસ્ટ ના મેનેજીંગ ટ્રસ્ટી ચુનીલાલ ગજેરાએ જણાવ્યું હતું કે tred x ઇન્ટરનેશનલ માહિતી આપતું પ્લેટફોર્મ છે. 8 વક્તાઓએ પર્યાવરણ, ગ્લોબલ વોર્મિંગ, ફાર્મિંગ સાથે આવનારી પેઢીએ કેમ ટકવું તેની વિગતવાર માહિતી આપી વિદ્યાર્થીઓમાં નવો જોમ અને જુસ્સો પૂરો પાડયો છે.
Intro:સરીગામ :- સરીગામમાં આવેલ લક્ષ્મી વિદ્યાપીઠ ખાતે રવિવારે એક અદભુત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. દેશ અને વિશ્વમાં જે સમસ્યાઓ માથું ઊંચકી રહી છે. તેવી ગ્લોબલ વોર્મિંગ, શિક્ષણ, ખેતી, પર્યાવરણ જેવા ગંભીર અને મહત્વના વિષયો પર દેશના પ્રતિષ્ઠિત વક્તાઓ દ્વારા આજની યુવા પેઢીને માહિતગાર કરવામાં આવ્યા હતા. આવનારા દિવસોમાં દેશ માટે કઈ ટેકનોલોજી કેટલી મહત્વની છે. તે અંગે વિસ્તૃત માહિતી આપી દેશને સ્વાવલંબી બનાવવા યુવાઓની ભૂમિકા પર પ્રકાશ પડ્યો હતો.


Body:સરીગામ ખાતે આવેલ શ્રીમતી શાંતાબેન હરિભાઇ ગજેરા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત સ્કૂલ અને કોલેજ લક્ષ્મી વિદ્યાપીઠ ખાતે ted x કાર્યક્રમમાં દેશના આઠ જેટલા પ્રતિષ્ઠિત વ્યક્તિઓએ પર્યાવરણ, ગ્લોબલ, વોર્મિંગ, ખેતી વગેરે વિષયો પર આવનારી પેઢી એ કેમ ટકવું તે અંગે માહિતી પ્રદાન કરી હતી.

આ કાર્યક્રમમાં ડોક્ટર ભૈરવી જોશી દ્વારા my garbage my responsibility પર પોતાનું વક્તવ્ય આપ્યું હતું અને આ અંગે શું કરવું જોઈએ તેના નવતર ideas રજૂ કર્યા હતા. શેખર ભડસાવલેએ Digifying Sustainability in rice farming પર પોતાનું વક્તવ્ય આપ્યું હતું. શેખર ભડસાવલે એ જણાવ્યું હતું કે દેશમાં હાલમાં જે નવી ટેક્નોલોજી આવી છે તે SRT એટલે કે સગુણા રાઈસ ટેકનીક ખેતી ઉત્પાદનમાં ખૂબ જ ફાયદાકારક છે. ઝીરો ટીલ કન્ઝર્વેશન એગ્રીકલ્ચર મેથડ તરીકે ઓળખાતી આ ટેકનોલોજીમાં ના તો ખેડૂતોએ મોંઘી મશીનરી ખરીદવા ની જરૂર છે ના અન્ય વધુ ખર્ચા કરવાની જરૂર છે. આ સાદી અને સરળ ટેક્નિક વર્ષો પહેલા આપણા જ વેદ ગ્રંથમાં લખાયેલ છે. પરંતુ આપણે અત્યાર સુધી તેનાથી અજાણ હતા. આ પદ્ધતિથી દેશના કેટલાય ખેડૂતો વધુ ઉત્પાદન મેળવી પગભર થઈ રહ્યા છે. મહારાષ્ટ્રમાં SRT ખુબ જ પ્રચલિત બની રહી છે. અને આ ટેક્નિક માટે ચીન, થાઈલેન્ડ, વિયેતનામ અને ઇઝરાયેલથી પણ તેમને ખાસ આમંત્રણ આપવામાં આવ્યું છે.

આ ટેકનીકના ઉપયોગથી આવનારા દિવસોમાં ખેડૂતોને કેટલો ફાયદો થઇ શકે તે અંગે તેમણે વધુમાં જણાવ્યું હતું કે મહારાષ્ટ્ર સહિત અન્ય વિસ્તારોમાં ખેતીમાં જે ચોખા એક એકરે 700 કિલોથી 1100 કિલો ઉત્પાદન કરી શકાતા હતા તે 1500 કિલોથી પણ વધુ અને 3000 કિલો જેટલા ઉત્પાદન કરી શકાય છે. એ ઉપરાંત મગફળીમાં જે એક હજાર કિલો મગફળીનું ઉત્પાદન કરી શકાતું હતું તેની જગ્યાએ બે હજાર કિલો ઉત્પાદન કરી શકાય છે. ભારત એ ખેતીપ્રધાન અને સોને કી ચીડિયા બની રહ્યો છે. જો આ ટેકનિકને વધુમાં વધુ ઉપયોગમાં લેવામાં આવે તો ખેડૂતોએ આત્મહત્યા કરવા માટેનું કોઈ કારણ નહીં રહે કેમકે ખેડૂતો પૈસાના કારણથી આત્મહત્યા નથી કરતા પરંતુ તેમની પ્રતિષ્ઠા ઓછી થતી જાય છે તેનાથી નિરાશ થઈને આત્મહત્યા કરે છે માણસની જરૂરિયાત રોટી કપડા અને મકાન છે તેમાં ચોથું પરિમાણ ઉમેરાયું છે અને તે છે કૃષિ પર્યટન સરકાર દ્વારા કૃષિ પર્યટન પર પહેલ કરવામાં આવે તો તેનાથી ખેડૂતોને અને દેશને અનેકગણો ફાયદો થઈ શકે છે આ ઉપરાંત માટીની જેટલી સારી રીતે માવજત કરશું તેટલો પાકમાં ફાયદો થશે. એટલે સારા પાક માટે SRT ટેકનોલોજી ખૂબ જ ફાયદાકારક છે.

શાર્દુલ પાટીલે Community Crafted Architecture પર પોતાનું વક્તવ્ય આપ્યું હતું અને પર્યાવરણ ની જાળવણી કરી શકાય તે રીતે આપણે આવનારા દિવસોમાં બાંધકામ પધતિ કે ખેતી પદ્ધતિમાં કેવો બદલાવ લાવવો જોઈએ તે અંગે વિગતવાર માહિતી આપી હતી. ડોક્ટર રાધાકૃષ્ણ નાયરે the language of nature પર પોતાનું વક્તવ્ય રજૂ કર્યું હતું અને પૃથ્વી પર વૃક્ષોનું ઘટતું પ્રમાણ અને તે બાદ ઉદભવી રહેલી વિવિધ સમસ્યાઓથી વાકેફ કર્યા હતા.

ડોક્ટર સુદર્શન આયંગરએ gandhi for us now પર ગાંધી વિચારો રજૂ કર્યા હતા અને દેશની યુવા પેઢી માટે ગાંધી વિચારો નું કેટલું મહત્વ છે તે અંગે સમજાવી ૨૦૦૧ માં કચ્છમાં આવેલા ભૂકંપ નર્મદા ડેમ પ્રોજેક્ટ પર કરેલા પોતાના રિસર્ચ અંગે વિગતે વાત કરી હતી. અમૃત ગંગર નામના વક્તાએ જણાવ્યું હતું કે આ સેમિનાર વિચારોના આદાન-પ્રદાન માટેનો અદભુત સેમિનાર છે. નવી ટેકનોલોજી નવા પ્રયોગો થકી વિદ્યાર્થીઓના મનમાં આજે નવું બીજ રોપવાનું કામ કર્યું છે. જે આગામી દિવસોમાં વટવૃક્ષ બનશે

જ્યારે ગાંધી વિચારક ડૉ. સંઘમિત્રા દેસાઈએ ખાદી અને ખાદીના ઉપયોગ અંગે મહત્વનું પ્રવચન આપ્યું હતું. ડૉ. સુરેન્દ્ર ગાડેકરે દેશમાં પરમાણુ ઉર્જા કેટલી મહત્વની છે. તે અંગે ખાસ પ્રવચન આપ્યું હતું. અને રાજસ્થાનમાં રાવત ભાટા ખાતે કરેલા સંશોધન મુજબ જણાવ્યું હતું કે પરમાણુ ઉર્જા થી ખૂબ મોટું નુકસાન થતું હોય છે. તેમના કરેલા સંશોધન મુજબ રાવત ભાટા સહિતના અણુમથકો નજીક જન્મજાત વિકલાંગતાનું પ્રમાણ વધી રહ્યું છે. એ સિવાય પણ અનેક ગંભીર અસરો અણુ ઉર્જાની માનવ જિંદગી પર થઈ રહી છે. અણુઊર્જાની કિંમત જીવનની કિંમતમાં અંકાઈ રહી છે. જે આવનારા દિવસો માટે ગંભીર ખતરારૂપ હોય આ અંગે વધુ સંશોધન કરવા ખૂબ જ જરૂરી છે.

કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા વન અને આદિજાતિ મંત્રી રમણ પાટકર એ જણાવ્યું હતું કે શૈક્ષણિક સંસ્થામાં શિક્ષણ સાથે અલગ અલગ વિષય પર યોજાયેલ આ વાર્તાલાપ ખૂબ જ મહત્વનો હતો. શૈક્ષણિક સંસ્થાએ પોતાના વિદ્યાર્થીઓને પહેલીવાર શિક્ષણથી પર રહીને નવું આપવાનો પ્રયાસ કર્યો છે જે સરાહનીય છે. એ જ રીતે વૈજ્ઞાનિક ઢબે પર્યાવરણ ગ્લોબલ વોર્મિંગ અને ખેતી પર સંશોધન થવું એ પણ જરૂરી છે અને તે દેશ માટે ખૂબ જ ફાયદાકારક છે.

તો શ્રીમતી શાંતાબેન હરિભાઇ ગજેરા ચેરીટેબલ ટ્રસ્ટ ના મેનેજીંગ ટ્રસ્ટી ચુનીલાલ ગજેરાએ જણાવ્યું હતું કે tred x ઇન્ટરનેશનલ માહિતી આપતું પ્લેટફોર્મ છે. 8 વક્તાઓએ પર્યાવરણ, ગ્લોબલ વોર્મિંગ, ફાર્મિંગ સાથે આવનારી પેઢીએ કેમ ટકવું તેની વિગતવાર માહિતી આપી વિદ્યાર્થીઓમાં નવો જોમ અને જુસ્સો પૂરો પાડ્યો છે. તો એ સાથે વાલીઓએ પણ પોતાના બાળકને 90 ટકા મેળવવાની દોડમાં રોબોટ બનાવ્યા છે. ત્યારે દરેક વિદ્યાર્થીના જીવનને અનોખું બનાવી શકતું શિક્ષણ આપવું એ જરૂરી છે. કોલેજોમાં અને શાળાઓમાં પ્રેક્ટીકલ ગાઈડન્સ સાથે નવતર માહિતી પ્રદાન કરવી એ આજની મહત્વની પહેલ ગણાશે અને એના થકી જ આવનારા દિવસોમાં એક નવા ભારતનું નિર્માણ શક્ય બનશે


Conclusion:લક્ષ્મી વિદ્યાપીઠ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા અને તમામ વક્તાઓના અદભુત પ્રવચનને માણી આનંદિત બન્યા હતા.

bite :- રમણલાલ પાટકર, વન અને આદિજાતિ પ્રધાન, ગુજરાત રાજ્ય
bite :- ચુનીલાલ ગજેરા, મેનેજીંગ ટ્રસ્ટી, શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગાજેરા ચેરીટેબલ ટ્રસ્ટ
bite :- શેખર ભડસાવલે, ખેતી માટે SRT પદ્ધતિ આપનાર ખેડૂત
bite :- ડૉ. સુરેન્દ્ર ગાડેકર, પરમાણુ ઉર્જા પર સંશોધન કરનાર ભૌતિકશાસ્ત્રી

meroo gadhvi, ETV bharat, સરીગામ,
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.