ETV Bharat / state

વાપીના CETPનું રિઝલ્ટ સુધર્યું! પરંતુ, વોટર પોલ્યુશન ટેસ્ટિંગની પધ્ધતિમાં અનેક વિસંગતતા

author img

By

Published : Nov 24, 2019, 3:14 AM IST

વાપીના CETPના રિઝલ્ટમાં સુધાર

વાપી : ઔદ્યોગિક નગરી ગણાતા વાપીના ઉદ્યોગોનું કેમિકલ વેસ્ટ વોટર જેમાં ઠલવાય છે. તે CETP (કોમન એફલ્યુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ)નું રિઝલ્ટ ઘણું સુધર્યું છે. તેમ છતાં જળ પ્રદુષણ ટેસ્ટિંગ પધ્ધતિમાં ઘણી વિસંગતતા હોવાનું નિષ્ણાંતનું માનવું છે. તો, હાલમાં વોટર પોલ્યુશનનું રિઝલ્ટને વધુ ચોકસાઈ પૂર્વકનું જાણવા ફ્લશીંગ ટેકનોલોજી વાપરવાની સલાહ વાપીમાં વર્ષોથી વોટર પોલ્યુશન અંગે લડત ચલાવતા તરુણ પટેલે આપી હતી.

વાપીના ઉદ્યોગો દ્વારા વાપીની દમણ ગંગા નદી અને બીલખાડીને પ્રદૂષિત કરનારા વાપી GIDCના ઔદ્યોગિક એકમો સામે 2013થી લડત ચલાવતા આવતા વાપીના માસ્ટર ઓફ સાયન્સ ઇન ઓર્ગેનિક કેમેસ્ટ્રીની ડીગ્રી ધરાવનાર તરૂણ પટેલે જણાવ્યું હતું કે 2017થી વાપીના વોટર પોલ્યુશનમાં ઘણો જ સુધારો થયો છે. હાલમાં દમણગંગા નદી અને બીલખાડી સહિત આસપાસના બોર-કૂવાના પાણીમાં પોલ્યુશનનું પ્રમાણ ખુબજ ઘટયું છે. CETP વાપીના પેરામીટર ખૂબ જ સંતોષ જનક આવી રહ્યા છે. CETPનાં સપ્ટેમ્બર માસના રીઝલ્ટ દરમિયાન 231 COD જણાયું છે.

વાપીના CETPના રિઝલ્ટમાં સુધાર
હાલમાં પાણીના લેવાતા સેમ્પલમાં નેગેટીવ રીઝલ્ટ જોવા મળ્યું નથી. જે માટેનું મુખ્ય કારણ એ છે કે CETPમાં હાલ common multi effect બોઇલર છે. જેનાથી ઔદ્યોગિક એકમોમાંથી આવતું 50 હજારથી 1 લાખ સુધીના COD વાળા પાણીના પ્રદુષણને વરાળમાં ફેરવીને તેમજ વધારાના કચરાને સોલિડવેસ્ટમાં ટ્રાન્સફર કરી દે છે. એટલે CETPમાંથી દમણગંગા નદી પરના આઉટલેટમાં CODનું પ્રમાણ ખૂબ જ ઘટી જાય છે. તે જ રીતે ઓગસ્ટ 2018માં NIO એ NGTમાં સુપ્રત કરેલા રિપોર્ટ મુજબ સરીગામ ઔદ્યોગિક વિસ્તાર સિવાયના તડગામ, જામપોર, તિથલ અને દેવકા સહિતના દરિયાકાંઠાના ત્રણ અઠવાડિયાના રીઝલ્ટ પણ ખૂબ જ સારા આવ્યા હતાં. આ અંગે વધુ સાયન્ટિફિક રિસર્ચ કરતા જાણવા મળ્યું હતું કે NIOની ટેસ્ટિંગ પધ્ધતિ અને gpcb નિરીની ટેસ્ટીંગ પદ્ધતિમાં અસમાનતા છે. કેમ કે દરિયાના પાણીમાં chloride વધુ હોય છે. જેને NIO રિમૂવ કરીને ટેસ્ટિંગ કરે છે. જેથી તેના રીઝલ્ટમાં તફાવત જોવા મળતો હોય છે. નદી-દરિયાના પાણીમાં ભળતી હોય તેવા મુખ્ય સંગમ સ્થળે મોટાભાગે ક્લોરાઇડને કારણે COD વધુ બતાવે છે. જે અંગે આપણી પાસે હજુ સુધી એવી કોઈ પદ્ધતિ કાર્યાન્વિત નથી કે, જેમાં નદીનું કે દરિયાનું પાણી કેટલું પોલ્યુટેડ છે તે જાણી શકાય? આ માટે આવી પદ્ધતિ અખત્યાર કરવા તરૂણ પટેલ સરકાર સમક્ષ રજૂઆત કરી હોવાનું જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, વાપીમાં આવેલ CETP પ્લાન્ટ કુલ 55 MLDની કેપેસીટી ધરાવતો પ્લાન્ટ છે. જેમાં વાપીના 697 જેટલા ઉદ્યોગોનું કેમિકલ વેસ્ટ પાણી ઠલવાય છે. જેને ટ્રીટ કરીને દમણગંગા નદીમાં છોડવામાં આવે છે. જે દમણગંગા નદીના શુદ્ધ પાણી સાથે ભળી દમણના દરિયામાં જતુ રહે છે.
Intro:Location :- vapi

વાપી :- ઔદ્યોગિક નગરી ગણાતા વાપીના ઉદ્યોગોનું કેમિકલ વેસ્ટ વોટર જેમાં ઠલવાય છે. તે CETP (કોમન એફલ્યુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ)નું રિઝલ્ટ ઘણું સુધર્યું છે. તેમ છતાં જળ પ્રદુષણ ટેસ્ટિંગ પધ્ધત્તિમાં ઘણી વિસંગતતા હોવાનું નિષ્ણાંતનું માનવું છે. તો, હાલમાં વોટર પોલ્યુશન નું રિઝલ્ટને વધુ ચોકસાઈ પૂર્વકનું જાણવા ફ્લશીંગ ટેકનોલોજી વાપરવાની સલાહ વાપીમાં વર્ષોથી વોટર પોલ્યુશન અંગે લડત ચલાવતા તરુણ પટેલે આપી હતી.Body:વાપીના ઉદ્યોગો દ્વારા વાપીની દમણ ગંગા નદી અને બીલખાડીને પ્રદૂષિત કરનારા વાપી GIDC ના ઔદ્યોગિક એકમો સામે 2013 થી લડત ચલાવતા આવતા વાપીના માસ્ટર ઓફ સાયન્સ ઇન ઓર્ગેનિક કેમેસ્ટ્રીની ડીગ્રી ધરાવનાર તરૂણ પટેલે જણાવ્યું હતું કે 2017થી વાપીના વોટર પોલ્યુશનમાં ઘણો જ સુધારો થયો છે. હાલમાં દમણગંગા નદી અને બીલખાડી સહિત આસપાસના બોર-કૂવાના પાણીમાં પોલ્યુશનનું પ્રમાણ ખુબજ ઘટયું છે. CETP વાપીના પેરામીટર ખૂબ જ સંતોષ જનક આવી રહ્યા છે. CETPનાં સપ્ટેમ્બર માસના રીઝલ્ટ દરમિયાન 231 COD જણાયું છે. 


હાલમાં પાણીના લેવાતા સેમ્પલમાં નેગેટીવ રીઝલ્ટ જોવા મળ્યું નથી. જે માટેનું મુખ્ય કારણ એ છે કે CETPમાં હાલ   common multi effect બોઇલર છે. જેનાથી ઔદ્યોગિક એકમોમાંથી આવતું 50 હજારથી 1 લાખ સુધીના COD વાળા પાણીના પ્રદુષણને વરાળમાં ફેરવીને તેમજ વધારાના કચરાને સોલિડવેસ્ટમાં ટ્રાન્સફર કરી દે છે. એટલે CETP માંથી દમણગંગા નદી પરના આઉટલેટ માં COD નું પ્રમાણ ખૂબ જ ઘટી જાય છે. 


એ જ રીતે ઓગસ્ટ 2018 માં NIO એ NGTમાં સુપ્રત કરેલા રિપોર્ટ મુજબ સરીગામ ઔદ્યોગિક વિસ્તાર સિવાયના તડગામ, જામપોર, તિથલ અને દેવકા સહિતના દરિયા કાંઠાના ત્રણ અઠવાડિયાના રીઝલ્ટ પણ ખૂબ જ સારા આવ્યા હતા. આ અંગે વધુ સાયન્ટિફિક રિસર્ચ કરતા જાણવા મળ્યું હતું કે NIOની ટેસ્ટિંગ પધ્ધતિ અને gpcb, cpcb, નિરીની ટેસ્ટીંગ પદ્ધતિમાં અસમાનતા છે. કેમ કે દરિયાના પાણીમાં chloride વધુ હોય છે. જેને NIO રિમૂવ કરીને ટેસ્ટિંગ કરે છે. જેથી તેના રીઝલ્ટમાં તફાવત જોવા મળતો હોય છે. નદી-દરિયાના પાણીમાં ભળતી હોય તેવા મુખ્ય સંગમ સ્થળે મોટાભાગે ક્લોરાઇડને કારણે COD વધુ બતાવે છે. જે અંગે આપણી પાસે હજુ સુધી એવી કોઈ પદ્ધતિ કાર્યાન્વિત નથી કે, જેમાં નદીનું કે દરિયાનું પાણી કેટલું પોલ્યુટેડ છે તે જાણી શકાય? આ માટે આવી પદ્ધતિ અખત્યાર કરવા તરૂણ પટેલ સરકાર સમક્ષ રજૂઆત કરી હોવાનું જણાવ્યું હતું. 


તરુણ પટેલે વધુમાં વિગતો આપતા જણાવ્યું હતું કે મોટાભાગે CETPમાંથી નીકળતું પાણી કલરવાળું હોય છે. આ કલર વાળા પાણીનાં પેરામીટરને મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટલે રીમુવ કર્યા છે. એટલે CETP માંથી નીકળતું કલર વાળું પાણી ગણતરીમાં લેવામાં આવતું નથી. આ પાણી બેક્ટેરિયા રહિત હોય છે. તેમ છતાં વધુ સંતોષજનક પરિણામ મેળવવા માટે ફ્લશીંગ ટેકનોલોજી વાપરવી જોઈએ તો જ COD-BODનાં પ્રમાણમાં વધુ સારું રિઝલ્ટ મળી શકે છે. હાલમાં CETP માંથી છોડાતું ટ્રીટેડ વોટર ફિશ માટે નુકસાનકારક નહીં હોવાનું અને ફિશિંગ બ્રિડિંગ માટે અનુકુળ હોવાનું જણાવ્યું હતું. 

Conclusion:ઉલ્લેખનીય છે કે, વાપીમાં આવેલ CETP પ્લાન્ટ કુલ 55 MLDની કેપેસીટી ધરાવતો પ્લાન્ટ છે. જેમાં વાપીના 697 જેટલા ઉદ્યોગોનું કેમિકલ વેસ્ટ પાણી ઠલવાય છે. જેને ટ્રીટ કરીને દમણગંગા નદીમાં છોડવામાં આવે છે. જે દમણગંગા નદીના શુદ્ધ પાણી સાથે ભળી દમણના દરિયામાં જતુ રહે છે.


Bite :- તરુણ પટેલ, M.Sc organic chemistry,

જળ પ્રદુષણ અંગે લડત ચલાવનાર જાગૃત નાગરિક

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.