ETV Bharat / state

સંઘપ્રદેશના મોરખલ ગામેથી દીપડો ઝડપાયો 

author img

By

Published : Jan 7, 2020, 2:50 PM IST

leaper caught from union territory dadra nagar haweli
મોરખલ ગામેથી દીપડો ઝડપાયો

દાદરા નગર હવેલી: સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના મોરખલ ડુંગરીપાડા ગામે ઉત્તર રેન્જમાં આવેલી એક જાળીના તારમા દીપડો ફસાઈ ગયો હતો. દિપડા જોઈ ગામના લોકોએ વન વિભાગને જાણ કરી હતી. વન વિભાગે દીપડાને પાંજરામાં પુરી લાયન સફારી પાર્ક ખાતે જરૂરી સારવાર માટે મોકલવામાં આવ્યો હતો. જ્યાં તબીબોએ તેની સારવાર શરૂ કરી છે.

મોરખલ ડુંગરીપાડા ગામે સોમવારે ઉત્તર રેન્જમાં દીપડો ફેન્સિંગ વાળની જાળીમાં ફસાઈ ગયો હતો. આ દિપડાને જોઈ ગામ લોકોએ તાત્કાલિક વન વિભાગને જાણ કરી હતી. દીપડો ફસાયેલો હોવાથી એને જોવા ગામના ટોળેટોળા પહોંચી ગયા હતા. વન વિભાગના અધિકારી કિરણસિંહ પરમાર, પશુ ચિકિત્સક વિજયસિંહ પરમાર અને કર્તવ્ય સંસ્થાની ટીમ દીપડાને પકડવા માટે પાંજરું, ટ્રેકવીલાઇઝર ગન અને દવાઓ લઇ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. જે બાદ રેસ્ક્યુ કરી દીપડાને પાંજરામાં પુરી દેવામાં આવ્યો હતો.

leaper caught from union territory dadra nagar haweli
મોરખલ ગામેથી દીપડો ઝડપાયો

દીપડાને સામાન્ય ઇજા હોવાને કારણે વાસોણા લાયન સફારી ખાતે લઇ જવામાં આવ્યો છે. વન વિભાગના અધિકારીના જણાવ્યા અનુસાર, આ દીપડાની ઉંમર અંદાજીત ત્રણ વર્ષની છે. જેનું વજન 70 કિલો જેટલું છે.

leaper caught from union territory dadra nagar haweli
મોરખલ ગામેથી દીપડો ઝડપાયો

ઉલ્લેખનીય છે કે, અગાઉ બાલદેવી અને મોરખાલમા ડુક્કર પકડવાના ગાળિયામા ફસાઈ જવાને કારણે બે દીપડાઓનું મોત થયું હતું. મંગળવારે ઝડપાયેલા દીપડાને સામાન્ય ઈજાઓ જોવા મળી હતી. જેની હાલ સારવાર ચાલી રહી છે. ત્યારબાદ તેને સુરક્ષિત જગ્યાએ છોડી મુકવામાં આવશે.

leaper caught from union territory dadra nagar haweli
મોરખલ ગામેથી દીપડો ઝડપાયો
Intro:Location :- દાદરા નગર હવેલી


મોરખલ :- સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના મોરખલ ડુંગરીપાડા ગામે ઉત્તર રેન્જમા જાળીના તારમા એક દીપડો ફસાઈ ગયો હતો.જેને ગામના લોકોએ જોતા વનવિભાગને જાણ કરી હતી. વન વિભાગે દીપડાને પાંજરામા પુરી લાયન સફારી પાર્ક ખાતે જરૂરી સારવાર માટે લાવી તબીબો પાસે સારવારની પ્રક્રિયા હાથ ધરી છે.

Body:મોરખલ ડુંગરીપાડા ગામે સોમવારે ઉત્તર રેન્જમા દીપડો ફેન્સીંગ વાળની જાળીમા ફસાઈ ગયો હતો. જેને ગામના લોકોએ જોતા તાત્કાલિક વનવિભાગને જાણ કરવામા આવી હતી. દીપડો ફસાઈ ગયેલો હોઈ એને જોવા ગામના ટોળેટોળા પહોંચી ગયા હતા. વનવિભાગના અધિકારી કિરણસિંહ પરમાર, પશુ ચિકિત્સક વિજયસિંહ પરમાર અને કર્તવ્ય સંસ્થાની ટીમ દીપડાને પકડવા માટે પાંજરું, ટ્રેકવીલાઇઝર ગન અને દવાઓ લઇ સ્થળ પર પહોંચી ગયા હતા. ત્યારબાદ રેસ્ક્યુ કરી દીપડાને પાંજરામા પુરી દીધો હતો.


જેને હાલમા સામાન્ય ઇજા હોવાને કારણે વાસોણા લાયન સફારી ખાતે લઇ જવામા આવ્યો છે. વનવિભાગના અધિકારીના જણાવ્યા અનુસાર આ દીપડાની ઉંમર અંદાજીત ત્રણ વર્ષ અને વજન સીતેર કિલો જેટલુ છે.


Conclusion:ઉલ્લેખનીય છે કે અગાઉ બાલદેવી અને મોરખાલમા ડુક્કરને પકડવાના ગાળિયામા ફસાઈ જવાને કારણે બે દીપડાઓનુ મોત થયુ હતુ. આ જે દીપડો ઝડપાયો છે એને સામાન્ય જ ઈજાઓ જોવા મળી હતી. જેની સારવાર હાલમા ચાલી રહી છે. ત્યારબાદ એને સુરક્ષિત જગ્યા પર છોડવામાં આવશે.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.