કોરોના કાળમાં વાપીની બ્લડબેંક કરી રહી છે લોકોની સાચી સેવા

author img

By

Published : Aug 4, 2021, 2:25 PM IST

corona

માનવજાતે અનેક ક્ષેત્રે સંશોધન કરી કુદરતને પડકારી છે. પરંતુ કુદરતની ફેકટરીમાં તૈયાર થતા લોહી અંગે કુદરતને પડકારી નથી શક્યા. માનવશરીરમાં સતત બનતું રહેતું લોહી જરૂરિયાતમંદ દર્દીને મળી રહે તે માટે કોરોના કાળમાં વાપીની શ્રીમતી પુરીબેન પોપટ લાખા લાયન્સ બ્લડ બેન્ક અને ન્યુકેમ બ્લડ બેન્ક દ્વારા લોહીની ઘટને પહોંચી વળવા સતત પ્રયત્નશીલ રહ્યા છે. લોકડાઉનમાં જરૂરત સમયે PPE કીટ પહેરીને પોતાના વાહનો મારફતે પણ રક્તદાતાઓને લાવી લોહીની જરૂરિયાત પૂરી કરી છે. લાયન્સ પુરીબેન પોપટ લાખા બ્લડ બેન્ક તો નહીં નફો નહિ નુકસાનના ધોરણે આ સેવાની સરવાણી વહાવી રહી છે.

  • કોરોના કાળમાં રક્તની તંગી નિવારવા અથાગ પ્રયાસ
  • વાપીમાં 2 બ્લડ બેંકમાં દર મહિને 1500 બોટલ રક્તની જરૂરિયાત
  • હાલમાં રક્તદાન કેમ્પ જ રક્ત એકત્ર કરવા માટેનો આધાર

વાપી: કોરોના કાળમાં લોકડાઉન અને મહામારીના સમયે દેશની મોટાભાગની બ્લડબેન્કમાં રક્તની તંગી સર્જાઈ છે. વાપીમાં પણ 2 બ્લડ બેન્કમાં કોરોના કાળમાં રક્તની તંગી સર્જાઈ હતી. આ તંગીને દૂર કરવા રક્તદાન કેમ્પ યોજવા ઉપરાંત પોતાના વાહનો મારફતે રક્તદાતાઓને બોલાવી રક્તની તંગી દૂર કરી છે. વાપીમાં બંને બ્લડ બેંકમાં મહિને 750-750 બોટલ રક્તની સામે માંડ 500-500 બોટલ રક્ત મળે છે.

PPE કીટ પહેરીને રક્ત ભેગુ કરવામાં આવ્યું

વાપીમાં દર્દીઓ માટે નહીં નફો નહીં નુકસાનના ધોરણે લાયન્સ પુરીબેન પોપટ લાખા બ્લડ બેન્ક અને ન્યુ કેમ બ્લડ બેન્ક કાર્યરત છે. જોકે સામાન્ય રીતે વર્ષે દહાડે લાયન્સ પુરીબેન પોપટ લાખા બ્લડ બેન્કમાં 4000 બોટલ રક્ત એકત્ર થાય છે. જે જરૂરીયાત મંદને આપવામાં આવે છે એ જ રીતે ન્યુ કેમ બ્લડ બેંકમાં મહિને 750 બોટલની જરૂરીયાત વર્તાય છે. બંને બ્લડ બેન્કમાં દર મહિને આ જરૂરિયાત સરખી છે. પરંતુ હાલમાં કોરોના કાળ દરમ્યાન રક્તદાતાઓ રક્તનું દાન કરી શક્યા નહોતા તેને કારણે રક્તદાન કેન્દ્રમાં રક્તની તંગી સર્જાઇ હતી. જે દરમિયાન લાયન્સ પુરીબેન પોપટ લાખા બ્લડ બેન્કના સ્ટાફે પોતાના વાહનો મારફતે PPE કીટ પહેરીને પણ રક્તદાતાઓને બોલાવી રક્તની જરૂરિયાત પૂરી કરી પોતાનું સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવ્યું છે.

corona
કોરોના કાળમાં વાપીની બ્લડબેંક કરી રહી છે લોકોની સાચી સેવા

આ પણ વાંચો : Tokyo Olympics 2020 Day 13: ભારતની લવલીના બોરગોહેનને મળ્યો બ્રોન્ઝ મેડલ

સર્જરી, પ્રસૃતા મહિલા, થેલેસેમીયાના દર્દી માટે લોહીની વધુ જરૂર

વલસાડ જિલ્લામાં અને સંઘપ્રદેશ દમણ સેલવાસ ઔદ્યોગિક વિસ્તાર છે. આ વિસ્તારમાં રક્તની સૌથી વધુ જરૂરિયાત પ્રસૃતા વખતે મહિલાઓને તેમજ બાળકોમાં રહેલા કુપોષણ વખતે હૃદય કિડની જેવા ઓપરેશન વખતે માર્ગ અકસ્માતમાં ઘાયલ દર્દીઓ માટે અને થેલેસેમિયાના દર્દીઓ વખતે વર્તાય છે. કોરોના કાળમાં રક્તની જરૂરિયાતને પહોંચી વળવા મોટા રક્તદાન કેમ્પ જ એક માત્ર આશા રહી છે.

18 મહિનામાં 5125 બોટલ રક્ત એકત્ર કર્યું

શ્રીમતી પુરીબેન પોપટ લાખા લાયન્સ બ્લડ બેંકના સ્ટાફે એપ્રિલ 2020થી ઓગસ્ટ 2021 સુધીના 18 મહિનામાં 5125 બોટલ રક્ત એકત્ર કરી તેમાંથી 4604 બોટલ રક્ત જરૂરિયાતમંદ દર્દીને પૂરું પાડ્યું છે. એ જ રીતે 4538 બોટલ પ્લાઝ્મા એકત્ર કરી 3735 બોટલ પ્લાઝ્મા દર્દીઓને આપ્યું છે. જેમાં મોટાભાગનું રક્ત 60 જેટલા કેમ્પ યોજી એકત્ર કર્યું છે.

કોરોના કાળમાં વાપીની બ્લડબેંક કરી રહી છે લોકોની સાચી સેવા

આ પણ વાંચો : ટોકિયો ઓલમ્પિકને લઈ હીરા ઉદ્યોગપતિની જાહેરાત : જો મહિલા હોકી ટીમ મેડલ લાવશે તો ખેલાડીઓને મળશે 11 લાખનું મકાન

ગુજરાતની અન્ય બ્લડબેન્ક કરતા ઓછા દરે બ્લડ મળે છે

લાયન્સ પુરીબેન પોપટ લાખા બ્લડબેન્કના ફાઉન્ડર મેમ્બર કેતન જોશીએ જણાવ્યું હતું કે, તેમની બ્લડ બેન્ક વર્ષોથી નહિ નફો નહિ નુકસાનના ધોરણે આ સેવા આપે છે. ગુજરાતમાં દરેક બ્લડબેન્કમાં એક બોટલનો ભાવ 1450 રૂપિયા છે. પરંતુ અહીં તે ભાવ 1000 રૂપિયા છે. અને 450 નો ખર્ચ ટ્રસ્ટ પોતે ભોગવે છે. એ ઉપરાંત ગરીબ દર્દીઓ માટે નિઃશુલ્ક રક્ત આપી જીવન બચાવે છે.

અદ્યતન મશીનરી દ્વારા રક્તને સાચવવામાં આવે છે

વાપીની બ્લડ બેંકમાં દૈનિક 17 થી 18 બોટલ રક્તની માંગ રહે છે. અદ્યતન સગવડો સાથે રક્તને સાચવવામાં આવે છે. વાપીની વિવિધ હોસ્પિટલમાં છેક ડાંગ-આહવા અને મહારાષ્ટ્ર મુંબઇના દર્દીઓ સારવાર માટે આવે છે. ત્યારે ક્યારેક જો રક્ત ઉપલબ્ધ ના હોય તો પોતાના કમ્પ્યુટરાઝડ ડેટા દ્વારા દાતા નો કોન્ટેક કરીને પણ રક્તની જરૂરિયાત પૂરી કરાય છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.