ETV Bharat / state

દમણમાં સરકારના નીતિનિયમોને નેવે મુકીને ધમધમી રહી છે ઈંટની ભઠ્ઠીઓ

author img

By

Published : Jun 15, 2019, 11:25 PM IST

દમણમાં સરકારના નીતિનિયમોને નેવે મુકી ઈંટની ભઠ્ઠીઓ ધમધમી રહી છે

દમણ: જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળેલી ગેરકાયદેસર ઈંટની ભઠ્ઠીઓ સ્થાનિક લોકો માટે માથાનો દુખાવો બની ગઈ છે. દમણના પરીયારી ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલા દેવા પારડીમાં છેલ્લા 6-7 વર્ષથી સ્થાનિક સરકારી તંત્રની મિલી ભગતથી ગેરકાયદેસર ઇંટની ભઠ્ઠીઓ ખુલી ગઈ છે. જેનાથી ગામલોકો પરેશાન થઇ ચુક્યા છે.

આ ઈંટની ભઠ્ઠીના માલિકો અહીં ગેરકાયદેસર ઈંટનું ઉત્પાદન કરીને પ્રદૂષણ ફેલાવી રહ્યાં છે. તો વળી ઘણા માથાભારે ભઠ્ઠીના માલિકો પોતાની ઉપર સુધીની લાગવગના કારણે સ્થાનિકનો બાનમાં લઈ રહ્યાં છે. અહીં ભઠ્ઠી માટે કોઈપણ પ્રકારની મંજુરી લીધા વિના કાયદેસરના ધારાધોરણનું ઉલ્લંઘન કરી ખેતીલાયક ફળદ્રુપ જમીનનું ગેરકાયદેસર ખોદકામ કરવામાં આવી રહ્યું છે. છતાં પણ તંત્ર જાણે આંખ આડા કાન કરતું હોય તેવું લાગી રહ્યું છે.

દમણમાં સરકારના નીતિનિયમોને નેવે મુકીને ધમધમી રહી છે ઈંટની ભઠ્ઠીઓ

આ ભઠ્ઠી માલિકો અહીંના સ્થાનિક ગરીબ આદિવાસી ખેડૂતોને નજીવું વળતર ચૂકવી ગેરકાયદેસર ઈંટનો વેપલો કરી રહ્યા છે. સરકારી બાબુઓની રહેમનજર અને ગ્રામ પંચાયતના પદાધિકારીઓના અંગત સ્વાર્થ અને છુપા આશિર્વાદને કારણે લાંબા સમયથી ગેરકાયદેસર રીતે સરકારના તમામ નીતિનિયમો નેવે મુકી ઈંટની ભઠ્ઠીઓ ધમધમી રહી છે.ગેરકાયદેસર રીતે ચાલતી ઈંટની ભઠ્ઠીઓ સ્થાનિક લોકો, પ્રતિનિધિઓ, રાજકારણીઓ અને સરકારી અમલદારો માટે દુજાણી ગાય સમાન પુરવાર થાય છે. એટલે લોકોના આરોગ્ય અને પર્યાવરણને નુકસાન કરતા આ ભઠ્ઠી માલિકો સામે અનેક રજૂઆતો બાદ પણ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. ગેરકાયદેસર રીતે ધમધમતી ભઠ્ઠીઓને કારણે ગ્રામ્ય વિસ્તારોમાં પ્રદુષણની સાથે-સાથે જમીનનો બગાડ કરવાની પ્રવૃત્તિ પણ ધમધમી રહી છે.

ભઠ્ઠી માલિકો પ્રદુષણ વિભાગની મંજૂરી લીધા વિના ગેરકાયદેસર રીતે ઈંટની ભઠ્ઠી ચલાવી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહ્યા છે. એન્વાયરમેન્ટ ક્લીયરીંગ વિના ગેરકાયદેસર રીતે ધમધમતી ઈંટની ભઠ્ઠીના માલિકોએ કન્સલટન્ટ ટુ એસાઈન્ટમેન્ટ, સી.સી.ટી.ઈ. કન્સોલેટર કન્સેટીવ ઓથોરાઈઝેશનના નિયમોનો પણ ભંગ કરી રહ્યા છે. જ્યારે રાતે ભઠ્ઠીમાંથી નીકળતા ધુમાડા અને ધૂળની રજકણોને કારણે સ્થાનિક લોકોના આરોગ્ય પર પણ જોખમ ઉભું થઈ રહ્યું છે.

આ ઉપરાંત ભઠ્ઠીમાંથી 24 કલાક સતત આવતી દુર્ગંધથી પણ લોકો પરેશાન થઇ ચુક્યા છે. ગ્રામ પંચાયતના પ્રતિનિધિઓ પણ લોકોની વાત એક કાને સાંભળીને બીજા કાને બહાર કાઢીને જતા રહે છે. દેવા પારડી વિસ્તારમાં ચાલતી આ ભઠ્ઠીની આસપાસ લગભગ 15થી 20 ઘરો આવેલા છે. અહીં ગત ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મહિલા સરપંચ ચૂંટાઈ આવ્યા હતા. પણ કોઈ પણ મહિલા સરપંચ બને તો તેનો બધો કારભાર મહિલાનો પતિ સાંભળતો હોય અથવા તો તેનો પુત્ર કે બીજો કોઈ સગો સંબંધી સંભાળતો હોય છે. આ હિસાબે પરીયારીમાં પણ મહિલા સરપંચનો બધો કારભાર તેમનો પુત્ર સંભાળી રહ્યો છે. એટલે સ્થાનિક લોકો દ્વારા ભઠ્ઠીઓ બંધ કરવા બાબતે સરપંચના પુત્રને રજૂઆતો કરવામાં આવી હતી.

પરંતુ તેમની તમામ રજૂઆતો બાબતે આજ સુધી કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. ત્યારે, આવા સંજોગોમાં પર્યાવરણને અને લોકોના આરોગ્યને નુકસાન પહોંચાડતા આ ગેરકાયદેસર ઇંટની ભઠ્ઠીઓ સામે તાત્કાલિક ધોરણે પગલાં લઈને તેને બંધ કરવામાં આવશે કે નહિ તે તો હવે સમય જ બતાવશે.

Slug :- દમણમાં ઈંટના ભઠ્ઠાઓ સ્થાનિક રહીશો માટે બની રહ્યા છે માથાના દુખાવા સમાન

Location :-  દમણ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળેલા ગેરકાયદે ઈંટના ભઠ્ઠાઓ સ્થાનિક લોકો માટે માથાનો દુખાવો બન્યા છે. દમણના પરીયારી ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલા દેવા પારડીમાં છેલ્લા છ-સાત વર્ષથી સ્થાનિક સરકારી તંત્રની મિલી ભગતથી ગેર કાયદે ઇંટની ભઠ્ઠીઓ ખુલી ગઈ છે. જેનાથી ગામલોકો પરેશાન થઇ ચુક્યા છે.

ઈંટના ભઠ્ઠાના માલિકો અહીં ગેરકાયદેસર ઈંટોનું ઉત્પાદન કરીને પ્રદૂષણ ઓકતા રહ્યાં છે. તો વળી ઘણા માથાભારે ભઠ્ઠાના માલિકો પોતાની ઉપર સુધીની લાગવગના કારણે સ્થાનિક રહીશોને બાનમાં લઈ રહ્યાં છે. અહીં ભઠ્ઠા માટે કોઈપણ પ્રકારની મંજુરી લીધા વિના કાયદેસરના ધારાધોરણનું ઉલ્લંઘન કરી ખેતીલાયક ફળદ્રુપ જમીનનું ગેરકાયદે ખોદકામ કરવામાં આવી રહ્યું છે. છતાં પણ તંત્રની આંખ ઉઘડતી નથી. 

આ ભઠ્ઠા માલિકો અહીંના સ્થાનિક ગરીબ આદિવાસી ખેડૂતોને નજીવું વળતર ચૂકવી ગેરકાયદે ઈંટનો વેપલો કરી રહ્યા. સરકારી બાબુઓની રહેમનજર અને ગ્રામ પંચાયતના પદાધિકારીઓના અંગત સ્વાર્થ અને છુપા આશીર્વાદથી લાંબા સમયથી ગેરકાયદે રીતે સરકારના તમામ નીતિનિયમો નેવે મુકી ઈંટના ભઠ્ઠાઓ ધમધમી રહ્યા છે.

આમ પણ ગેરકાયદે રીતે ચાલતા ઈંટના ભઠ્ઠાઓ સ્થાનિક લોક પ્રતિનિધિઓ, રાજકારણીઓ અને સરકારી અમલદારો માટે દુઝણી ગાય સમાન પુરવાર થાય છે. એટલે લોકોના આરોગ્ય અને પર્યાવરણને નુકસાન કરતા આ ભઠ્ઠા માલિકો સામે અનેક રજૂઆતો બાદ પણ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. ગેરકાયદેસર રીતે ધમધમતા ભઠ્ઠાઓને કારણે ગ્રામ્ય વિસ્તારોમાં પ્રદુષણની સાથે સાથે જમીનનો બગાડ કરવાની પ્રવૃત્તિ પણ ધમધમી રહી છે. 

ભઠ્ઠા માલિકો પ્રદુષણ વિભાગની કોઈપણ પરવાનગી સિવાય ગેરકાયદેસર રીતે ઈંટોના ભઠ્ઠા ચલાવી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહ્યા છે, એન્વાયરમેન્ટ ક્લીયરીંગ વિના ગેરકાયદેસર રીતે ધમધમતા ઈંટોના ભઠ્ઠાના માલિકોએ કન્સલટન્ટ ટુ એસાઈન્ટમેન્ટ, સી.સી.ટી.ઈ કન્સોલેટર કન્સેટીવ ઓથોરાઈઝેશનના નિયમોનો પણ ભંગ કરી રહ્યા છે. રાતે ભઠ્ઠીમાંથી નીકળતા ધુમાડા અને ધૂળની રજકણોને કારણે સ્થાનિક લોકોના આરોગ્ય પર પણ જોખમ ઉભું થયું છે.

 ઉપરાંત ભટ્ઠીમાંથી 24 કલાક સતત આવતી ગંદી બદબુથી પણ લોકો પરેશાન થઇ ચુક્યા છે, આ બાબતે લોકોએ અનેકવાર ફરિયાદો કર્યા છતાં ભઠ્ઠી માલિકો દાદ આપતા નથી. ગ્રામ પંચાયતના પ્રતિનિધિઓ પણ લોકોની વાત એક કાને સાંભળીને બીજા કાને બહાર કાઢીને જતા રહે છે. દેવા પારડી વિસ્તારમાં ચાલતી આ ભઠ્ઠીની આસપાસ લગભગ 15 થી 20 ઘરો આવેલા છે. 

અહીં ગત  ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મહિલા સરપંચ ચૂંટાઈ આવ્યા હતા. પણ કોઈ પણ મહિલા સરપંચ બને તો તેનો બધો કારભાર કા તો મહિલાનો પતિ સાંભળતો હોય અથવા તો તેનો પુત્ર કે બીજો કોઈ સગો સંબંધી સાંભળતો હોય છે. એ હિસાબે પરીયારીમાં પણ મહિલા સરપંચનો બધો કારભાર તેમનો પુત્ર સાંભળી રહ્યો છે. એટલે સ્થાનિક લોકો દ્વારા ભઠ્ઠીઓ બંધ કરવા બાબતે સરપંચના પુત્રને રજૂઆતો કરવામાં આવી હતી. 

પણ તેમની તમામ રજૂઆતો બાબતે આજ સુધી કોઈ પગલાં લેવામાં નથી આવ્યા. ત્યારે, આવા સંજોગોમાં પર્યાવરણને અને લોકોના આરોગ્ય નુકસાન પહોંચાડતા આ ગેરકાયદે ઇંટના ભઠ્ઠાઓ સામે તાત્કાલિક પગલાં લઈને તેને બંધ કરવામાં આવશે કે નહિ તે તો હવે સમય જ બતાવશે.

Bite :- રામુભાઈ પટેલ, સ્થાનિક રહેવાસી
Bite :- વિજયાબેન પટેલ, સ્થાનિક રહેવાસી

Video spot send FTP
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.